Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વરસાદના કારણે થયેલા નુકશાનની સહાય મેળવવા બોગસ ટોળકી સક્રિય

31 August



વાગડ વિસ્તારમાં બોગસ નુકસાની સહાય મેળવવા માટેનો કારસો


ભુજ : અસના વાવાઝોડાએ કચ્છમાં થયેલી નુકશાનીનો આંક મેળવવા તંત્ર કવાયત હાથ ધરાઈ છે. ત્યારે ખોટી નુકશાની બતાવી સહાય મેળવવા અમુક ટોળકી સક્રિય થઈ છે. કચ્છમાં વાગડ, ભુજ તાલુકાના બન્ની-પચ્છમ, લખપત અને અબડાસા, માંડવી - મુન્દ્રા સહિત મોટા ભાગના વિસ્તારોમાં અતિ વરસાદ અને તોફાની હવાથી નુકશાન થઈ છે. અમુક ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને ટોળકી પોતાનો નવો કૌભાંડ આચરવા માટે ગતિવિધિ તેજ કરી દીધી છે. 
અસના વાવાઝોડાએ પશ્ચિમ કચ્છના લખપત, નલીયા, ભુજ, માંડવી, મુન્દ્રા તાલુકામા અનેક લોકોને ઘર વખરી સહિતની નુકસાન થયું છે. પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામમા ૪૦ ટકા જેટલી નુકસાન થયું છે પરંતુ વાગડ વિસ્તારના રાપર, ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે જે ખેતીના પાક માટે અતિ ઉત્તમ છે. ટુકડે ટુકડે વરસેલો વરસાદ અતિ ઉપયોગી વરસાદ થયો છે. માત્ર આઠ દશ ટકા જ નુકસાન થયું છે. રણકાંઠા વિસ્તારમાં કે હાઇવેપટ્ટી પરના ગામોમાં રથી પાંચ ઈંચ વરસાદ ચાર દિવસ દરમ્યાન પડ્યો હતો. જે ચોમાસુ પાક માટે અતિ સુંદર છે. તાલુકામાં સોળ આના વરસ જો વરસાદ હવે ના આવે તો આવે તેમ છે.
વાવાઝોડાની નુકસાનની જાહેરાત થતાં વાગડ વિસ્તારના અનેક લોકો બોગસ ખેડૂત પાક નિષ્ફળ સહાય, ઘર વખરી સહાય, પશુ મરણ સહાય, માનવ મરણ સહાય સહિતની મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં દલાલો સક્રિય થઈ ગયા છે. ખેતીવાડી અન્ય વિભાગોના કર્મચારીઓ તથા અમુક ન્યૂઝના પત્રકારોને સક્રિય કરાવવામા આવ્યા છે. હાલ ના વાવાઝોડા દરમ્યાન રાપર અને ભચાઉ તાલુકામાં એક પણ પશુ મરણ કે માનવ મરણ થયું હોય હાલ સરકારી ચોપડે નોધાયું નથી. ખેતીના ચોમાસુ પાકનુ વાવેતર અપુરતા પ્રમાણમાં છે, જે વાવેતર થયું છે તે લગભગ ખેડૂતોએ પાક કાઢી વેચાણ કરી રહ્યા છે.
ભુતકાળમાં આવેલા વાવાઝોડામાં ઘેટા બકરાના મરણ, ગાય, ભેંસ બતાવી તથા કુદરતી રીતે માનવ મરણ થયું છે તેવા લોકોને વાવાઝોડામા મરણ બતાવી સહાય હજમ કરી જવાઇ છે. અમુક દલાલોએ તો ઘર ગામમાં મકાન નહિ, સીમમા ખેતર નહિ, માલધારી વગર પશુ નહિ છતાં લાખો રૂપિયાની સહાય મેળવી લીધી હતી. ભુકંપ દરમિયાન પણ કરોડો રૂપિયા બોગસ સહાય ચાઉં કરી જવાઈ 
કચ્છમાં વરસાદના
છે. હાલ વાગડ વિસ્તારમાં પડેલા સારા વરસાદને લીધે મગ, મઠ, તલ, બાજરી, કપાસ, મગફળી સહિતના પાકને ચાર દિવસ પડેલા કટકે કટકે વરસાદના લીધે અતિ ઉપયોગી સાબિત થયો છે. વાગડ વિસ્તારના તળાવ ડેમમા ૪૦ ટકા જેટલું પાણી આવ્યું છે. તો હાઈવે પટ્ટીના પલાંસવા ડેમ ઓગની ગયો છે. તે સિવાયના કોઈ પણ ડેમ તળાવ ઓગનયા નથી, ખેતરોમાં પાણી ભરાઈ જવાની બુમાબુમ વચ્ચે પાણી નિકાલનો રસ્તો બંધ કરી દબાણ કરી દેવામાં આવેલ છે એટલે ખોટી રીતે સહાય હજમ કરવા માટે પંચનામા કરાવી રહ્યાં છે.આ માટે સરકારી કર્મચારીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિ તથા અનેક નેતાઓની બોગસ સહાય મેળવવા માટે લાળ ટપકી રહી છે. ક
લેકટર અને જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે વાગડ  સહિત તાલુકાઓમાં વાવાઝોડાની નુકસાન અંગેની તપાસ કરે તેવી માંગ ઉઠી છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં થયેલા નુકસાનની બાબતે રાપર, ભચાઉ તાલુકામાં દશ ટકા પણ નુકશાન થયું નથી તો તે બાબત વિચારવું જોઈએ તેવી ચોક્કસ સુત્રોએ જણાવ્યું હતું. રાપર ખેતીવાડી કચેરીમાં દરરોજ નુકસાની લખાવવા માટે લાઇન લાગી રહી છે, જેમાં ચોક્કસ ટકાવારી લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે તે બાબતે જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરવી જોઈએ. રાપર, ભચાઉ તાલુકામાં ભાગ્યે જ નુકસાન થયું છે, જે થયું છે તે પાંચ દશ ટકા જ્યારે સર્વે સિત્તેર એસી ટકા ચોક્કસ ખેતીવાડી શાખા દ્વારા લખવામાં આવી રહ્યો છે તે નોંધનીય છે. પશુ મરણ કે માનવ મરણ એક પણ થયાની કોઈ નોંધ નથી તે વાત નોંધનીય છે.

Comments

COMMENT / REPLY FROM