કચ્છમાં ભારે વરસાદના પગલે ધરાશયી થયેલા વૃક્ષોને દુર કરવા વન વિભાગ દ્વારા ૪૫ ક્વીક એકશન ટીમની રચના કરાઇ
૨ દિવસમાં પડી ગયેલા ૮૫ વૃક્ષોને દુર કરીને ગણતરીની મિનિટોમાં રસ્તાઓને પૂર્વવત કરાયા
ભુજ, શુક્રવાર કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત અને ભારે વરસાદની પરિસ્થિતિ ઊભી થયેલ છે. તેમજ ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની ઘટનાઓ બનવા પામેલ છે. આ પરિસ્થિતિમાં વરસાદના લીધે જમીન નરમ થવા ઉપરાંત પવનના ભારે દબાણના લીધે રસ્તાઓ પર વૃક્ષો પડવા અને તેને લીધે રોડ બ્લોકેજની ઘટના બનવા પામી હતી. જેને લીધે જનજીવન તેમજ વાહન વ્યવહારને ભારે મુશ્કેલીઓ ન ઊભી થાય તે હેતુથી વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં કુલ ૪૫ ક્વીક એકશન ટીમની રચના કરવામાં આવેલ હતી. જેમાં કચ્છ વિસ્તરણ વન વિભાગ, કચ્છ પૂર્વ વન વિભાગ, કચ્છ પશ્ચિમ વન વિભાગ તેમજ બન્ની ગ્રાસલેન્ડ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીશ્રીઓની સંયુક્ત ટીમોની રચના કરવામાં આવેલ હતી. આ ટીમો જે.સી.બી., ટ્રેક્ટર, દોરડા, ટ્રી-કટર વિ. જેવા સાધનોથી સજ્જ રાખવામાં આવેલ હતી. કચ્છ જિલ્લામાં છેલ્લા ૨ દિવસોમાં વિવિધ રસ્તાઓ પર કુલ ૮૫ (ઈૈખ્તરંઅ હ્લૈદૃી) વૃક્ષો પડી જવાની ઘટના બનેલી હતી. જેમાં વન વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીની મિનિટોમાં રસ્તાઓ પર અડચણરૂપ વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન વિભાગની ટીમો ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત) તેમજ નગરાપાલિકા વિસ્તારમાં નગરપાલિકાઓને પણ પડી ગયેલા વૃક્ષોને લીધે રસ્તાઓ બ્લોકેજ થાય તો બ્લોકેજને તાત્કાલિક અસરથી દુર કરીને વાહન વ્યવહારને શક્ય તેટલી ઝડપે પુર્વવત કરવા સુચનાઓ આપવામાં આવેલી હતી. ચાલુ વરસાદે તેમજ ઝડપી પવનની પરિસ્થિતિમાં પણ વન વિભાગના કર્મચારીઓએ જાહેરહિતને પ્રાધાન્ય આપી રસ્તાઓ પર અડચણ રૂર કરવાની કામગીરીઓ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં વૃક્ષો પડી જવાને લીધે રસ્તા બ્લોકેજ બનવાની તાલુકા વાઈઝ પડી ગયેલ વૃક્ષોની માહિતી નીચે મુજબ છે.
ક્રમ તાલુકો પડી ગયેલ વૃક્ષની સંખ્યા
૧ ભુજ ૨૩
૨ ભચાઉ ૩
૩ અંજાર ૩
૪ ગાંધીધામ ૩
૫ મુન્દ્રા ૫
૬ માંડવી ૧૩
૭ નલીયા ૧૦
૮ નખત્રાણા ૭
૯ દયાપર ૧૬
૧૦ રાપર ૨
કુલ...... ૮૫

Comments