આસના-મેઘતારાજી સામે કચ્છનું પ્રસાશન તમામ મોરચે સજજ : પ્રફુલ્લભાઈ પાનસેરીયા
૧ પણ વ્યકિત-પશુના જાનમાલનું નુકસાન ન થાય તે સરકારની પ્રાથમીકતા
ગત રોજ માંડવીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ આજ રોજ પ્રભારી મંત્રી અબડાસા-નલીયાની મુલાકાતે પહોચ્યા’’’
કચ્છઉદયને પ્રભારીમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ આપેલી ખાસ મુલાકાત : માંડવી-મુંદરા-અબડાસા સહિતના વિસ્તારોમાં જાત મુલાકાત-નિરીક્ષણ કર્યા
બાદ પ્રભારીમંત્રીશ્રીએ કચ્છ કલેકટરશ્રીની ટીમ, એમપી, ધારાસભ્યશ્રીઓ, ભાજપ સંગઠન સહિતનાઓ યુદ્ધના ધોરણે સક્રીય રહેલા છે, કચ્છની પ્રજા સ્વયં ભુ વરસાદી આફતમાં તંત્રને આપી રહી છે સહકાર
ગાંધીધામ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરના લીધે કચ્છ પર ડીપ ડીપ્રેશન સ્થિર થવા પામી ગયુ હતુ અને તેના લીધે કચ્છના કેટલાક તાલુકાઓમાં મેઘતારાજીની સ્થિતી સર્જાઈ જવા પામી ગઈ છે ત્યારે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા ખુદ અસરગરસ્ત વિસ્તારોની મુલાકાત કર્યા બાદ કચ્છઉદયને આપેલી મુલાકાતમાં વાત કરતા કહ્યુ હતુ કે, ભારે વરસાદ તથા કદાચ ચક્રવાતની સ્થિતી સર્જાય તો પણ કચ્છનુ પ્રશાસન, ભાજપ સંગઠન તમામ મોરચે સજજ હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. ગઈકાલે માંડવી વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધા બાદ આજ રોજ પ્રભારીમંત્રી નલીયા પહોચ્યા છે. ગત રોજ પ્રભારીમંત્રીશ્રીએ કચ્છઉદયને આપેલી ખાસ મુલાકાતમા વાત કરતા કહ્યુ હતુ કે, કચ્છમાં જયારે મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ખાસ કરીને માંડવી-મુંદરા, અબડાસા વિસ્તારમાં જે વરસાદ પડી રહ્યો છે અને પડયો છે તે બાબતે કલેકટર કચેરીએ તમામ પ્રાંત સાથે, તમામ ધારાસભ્ય, એમપી અને સંગઠનના જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ સાથે મળી અને એક સારૂ આયોજન કરી ચૂકયા છીએ. ફુટ પેકેટસ, યાતાયાતની વ્યવસ્થઅઓ સહિતના આયોજન પર ભાર મુકાયો છે. રોડના ઈમરજન્સી રીપેરીંગ, પીજીવસીએલ, આરોગ્ય, પાણી સહિતના બાબતે યુદ્ધના ધોરણે કાર્યવાહી થાય તેવા આયોજનો કરી લેવાયા છે. મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને કદાચ વધુ વરસાદની આગાહી હોય તેની સામે અમે સરકારનું સરસ આયોજન છ. અમારી એક આર્મીની એક આખી ટીમ માંડવી ખાતે સેવા બજાવી રહી છે. એ જ રીતે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામા આવી છે. હજુ સુધી કાલ સુધીના રેડએલર્ટ કચ્છ પર છે તે વિસ્તારોમાં અમે પૂર્વ્ આયોજન સાથે પ્લાનીંગ કરી રહયા છીએ. સાયકલોનમા કચ્છના લોકો સ્વયંં ભુ સતર્ક રહ્યા હતા તે જ રીતે હાલમાં પણ કચ્છીજનો સહકાર આપી રહ્યા છે. મોરબી માળીયા નેશનલ હાઈવેને પણ શરૂ કરી દેવાયો છે. વરસાદની આગાહી નીલ થઈ જશે તો તમામ પ્રકારના તત્કાળ કામો ર૪ કલાકમા પૂર્ણ કરવા તત્ર સજજ છે. એક પણ વ્યકિત અને પશુનુ જાન-માલનું નુકસાન ન થાય તે હેતુથી અમારી પ્રાથમિકતા રહેલી છે.
અને જખૌ બંદરે ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા હતાં. અત્યારના હવામાન વિભાગના બુલેટીન પ્રમાણે ડિપ ડિપ્રેશન હવે ચક્રવાતિ વાવાઝોડામાં પરિવર્તિત થયું છે.અત્યારે ચક્રવાત વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ ૨૩.૫ ડિગ્રી ઉત્તર લેટીટ્યુટ અને ૬૮.૪ ડિગ્રી પૂર્વ લોંગીટ્યુડ પર ભૂજથી ૧૪૫ કિ.મી. પશ્રિ્ચમ-ઉત્તર પશ્રિ્ચમ, નલિયાથી ૫૦ કિ.મી. પશ્રિ્ચમ-ઉત્તર પૂર્વ દિશામાં છે. આજે બપોરે ૧૨ વાગ્યે વાવાઝોડું ગુજરાતની સરહદ પાર કરીને દરિયામાં પ્રવેસશે અને પાકિસ્તાન તરફ જવાને બદલે ઓમાન તરફ ફંટાઈ જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં વાવાઝોડાને કારણે ભારે પવન અને વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ સૌરાષ્ટ્રના કચ્છ અને દરિયા કિનારાના વિસ્તારોને બાદ કરતા બીજા ભાગમાં ખાસ અસર જોવા મળી નથી.ગત રાત્રીથી વાવાઝોડું ૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. અને રાત્રે ૧૨ વાગ્યે કચ્છના દરિયા કિનારે પ્રવેશ કરી ચુક્યું હતું.હવે આગળના ટ્રેક પ્રમાણે પાકિસ્તાન તરફ વાવાઝોડુ ફંટાવાને બદલે ઓમાન તરફ દરિયામાં આગળ વધશે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.હવામાન ખાતા પ્રમાણે આગામી દિવસોમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છ તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો સહિત વિવિધ પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદની આગાહી છે. પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જેવા ઉત્તર અને મધ્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની અપેક્ષા છે. ગુજરાતના દરિયાકાંઠા અને પડોશી પાકિસ્તાનના દરિયાકાંઠે ગુરુવારથી ૩૧ ઓગસ્ટ સુધી ૫૫ થી ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જે સંભવિતપણે વધીને ૭૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. ૩૦ ઓગસ્ટ સુધી ગેલ-ફોર્સ પવનો ૬૫ થી ૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે થવાની ધારણા છે. , ખાસ કરીને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં ૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે.વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પ્રમાણે કચ્છ જિલ્લાના ત્રણ તાલુકા લખપત, અબડાશા અને માંડવીમાં સૌથી વધારે ચક્રવાતની અસર થઇ હતી. આ તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં કાચા મકાનો કે ઝુપડામાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં બચાવ ટુકડીઓએ આ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે સેલ્ટર હોમમાં ખસેડીને આગોતરા પગલા રૂપે કાર્યવાહી કરી છે.

Comments