Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ પ્રભારી મંત્રીએ અબડાસામાં રાહત બચાવ કાર્યની કરી સમીક્ષા

30 August


પ્રભારી મંત્રી પ્રફુલ પાનસરિયા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત : પ્રભારીમંત્રીએ સ્થાનિક વહીવટી અધિકારીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિનો મેળવ્યાે ચિતાર : રાહત બચાવ કાર્ય માટે આપ્યા જરૂરી સૂચનો 



નલિયાઃ કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસરિયાએ આજે સવારે નલિયાની મુલાકાત લઇ રાહત બચાવની તૈયારીઓની સમીક્ષા કરી હતી 
કચ્છના સંભવત આરના ચક્રવાત અંતર્ગત રાહત- બચાવ તથા તંત્રનના તૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારીમંત્રી પ્રફુલ પાનસરિયાએ નલિયાની મુલાકાત લીધી હતી સાથે અબડાસા પ્રાંત અધિકારી કે જે વાઘેલા તથા અન્ય અધિકારી મળેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી એ જિરો કેજીયુલીટી સાથે કોઈપણ વ્યક્તિને બીજા ન થાય તે જોવા માટે તંત્રને અપીલ કરી પગલા લેવા જણાવ્યું હતું. તેમની સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, જયદીપસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે આગેવાનો સાથે જોડાયા હતા.  ગત ૨૪ કલાક દરમિયાન તાલુકામાં છ ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૩૯ ઈંચ સત્તાવાર નલિયા મામલતદાર કચેરીના કંટ્રોલરૂમમાં નોંધાયો છે કોઠારા,  સુથરી, સિંધોડી, જખૌ સહિતના ગામોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાઈ ગયા હતા. નલિયા નેશનલ હાઈવે ૫૨ પર પાણી ફરવાને લીધે મથકને જોડતા ગ્રામ્ય માર્ગો અવરોધાયા હતા આજે વહેલી સવારના પવનની ગતિ વધવાની સાથે વરસાદની તીવ્રતા ઓછી હતી ગઈકાલે સવારના ૪ઃ૦૦ થી સાંજના ચાર વાગ્યા પડેલા વરસાદને કારણે તંત્ર દ્વારા સ્થળાંતર સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. કુલ ૮૯૬ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અબડાસા તાલુકાના કોઠારા, નાનાવાડા, આરીખાણા, સાંધાણ, સણોસરા, ભાનાડા, વાડાપદ્ધર, વરાડિયા, ભવાનીપર, જખૌ સોલ્ટ, જખૌ, ચરોપડી મોટી, ખિરસરા વિંઝાણ વગેરે ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.પ્રભારી મંત્રીએ મુલાકાત લેતા તંત્રને તાકીદ કરી હતી કે, ર૪ કલાકની અંદર રસ્તા, આરોગ્ય, પાણી અને વીજ પ્રશ્ને હલ કરવા માટે પ્રાથમિકતા આપવા માટે સૂચન કર્યું હતું. તેમજ ગરીબ અને જરૂરતમંદને મદદે તંત્રની સાથે દરેક જણને ખંભેખભા મલાવીને કામ કરવા જણાવ્યું હતું. પ્રભારીમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટીડીઓને સૂચન કર્યો હતો કે, જરૂરતમંદોને કેસ ડોલ્સ, ફૂડ પેકેટ કોઈપણ ચીજની તકલીફ પડવી જોઈએ નહીં તેવી તાકીદ કરી હતી. કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ નલિયા સહિતના વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા છે તેને હટાવી લેવા સૂચન કર્યું હતું. રસ્તા પર ઉગી નીકળેલા બાવળ પણ તાત્કાલિક હટાવી લેવા જણાવ્યું હતું. આરોગ્યક્ષેત્રે પણ દરેક ગામમાં દવા છંટકાવનું અને જ્યાં આરોગ્ય સંદર્ભના સર્વે કરી તાત્કાલિક પગલાં લેવા સૂચન કર્યું હતું. કોઈપણ ગામમાં રોગચાળો ન ફાટે તે માટે દરેકે તકેદારી લેવી જોઈએ. ખેડૂતોએ પ્રભારી મંત્રી સમક્ષ નુકશાન બાબતે રજૂઆત કરતા પાકનું તાત્કાલિક સર્વે હાથ ધરવા ખેતીવાડી અધિકારીને સૂચન કર્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ અતિવૃષ્ટીમાં ૬૧ જેટલા પશુઓ અબડાસા તાલુકામાં મોત નિપજ્યાની પ્રાથમિક આપી હતી. જેમાં ૧૪ જેટલા વીજ શોકથી મોત થયા હોવાનું જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM