ઐતિહાસીક શહેર અંજારમાં સવારથી બે ઈંચ વરસાદ વરસ્યો
ડીપડીપ્રેશનની અસર તળે મધરાતે ૩ વાગ્યાથી પવન સાથે વરસ્યો વરસાદ : સવાસર અને પબરી તળાવ ઓગની ગયા : શાકમાર્કેટમાં તળાવના પાણી ફરી વળ્યા : અત્યા સુધીમાં સિઝનનો ૭૮૩ મીમી વરસાદ ખાબકયો : ગઈકાલના ચારથી પાંચ ઈચ વરસાદ સાથે આજે સવારે ૧૦ વાગયા સુધીમાં છ ઈંચ કુલ વરસાદ પડયો
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઐતીહાસીક શહેર અંજારમાં વરસાદી હેલી ગઈકાલથી સતત આજ રોજ સવાર સુધી ચાલું જ રહી છે. કચ્છ પર સ્થિર થયેલા ડીપ ડીપ્રેશનના લીધે અંજારમાં પણ વરસાદી હેલી વરસવા પામી છે. ગઈકાલે બપોર સુધીમાં અહી ચારથી પાંચ ઈંચ જેટલો વરસાદ પડયા બાદ મધરાતેત્રણ વાગ્યા બાદ પવનની પાંખે વરસાદ-મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.
અંજારમાં વરસેલા વરસાદના લીધે અહીના સવાસેર તળાવ તથા પબરી તળાવ ઓગની જવા પામ્યુ છે. તો વળી અહીની હોલસેલ શાકમાર્કેટ તળાવ પાસે હોવાથી અહી તળાવના પાણી ભરાઈ જવા પામ્યા હોવાના દરશ્યો ઉભા થવા પામી ગયા છે. આજ રોજ સવારે છ વાગ્યાથી ૧૦ વાગયા સુધીમાં ૪૪ મીમી અંદાજીત ર ઈંચ જેટલો વરસાદ મળી ગઈકાલથી આજ રોજ સવાર સુધીમાં શહેરમાં છ ઈંચ જેટલા ેવરસાદ વરસવા પામી ગયો છે. વરસાદના લીધે આખી રાત અંજાર શહેરમાં વીજળી રાણી વેરણ જ બની રહી હતી.

Comments