Trending News
સ્થાનિક સમાચાર

પડાણા પાસેથી શંકાસ્પદ ઓઈલ ટેન્કર ઝડપાયું

29 August

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની ટીમનો સપાટો


કચ્છ બોર્ડર રેન્જની સાયબર ક્રાઈમની ટુકડીએ પેટ્રોલીંગ દરમ્યાન એક શખ્સને આધાર-પુરાવા વિનાના શંકાસપદ જવલંતશીલ પદાર્થ સાથે ઝડપી પાડી આગળનીતપાસ હાથ ધરી



ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગકોરડીયાના માર્ગદર્શનથી  તેઓની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ગાંધીધામ-ભચાઉ હાઈવે સમીપેથી એક શંકાસ્પદ જવલંતશીલ પદાર્થ સાથેને ટેન્કર ઝડપી પાડયુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. દેશના મહાબંદર કંડલામાં આવતા ઓઈલ-તેલ-કેમીકલ અને સીપીયુના જથ્થાઓ અવારનવાર શંકાસ્પદ અથવા તો આધારા પુરાવાના મળી આવવા પામતા રહે છે તેમાં એક ઓર વધારો થવા પામ્યો છે. આ સંદર્ભે કચ્છ બોર્ડર રેન્જના સાયબર ક્રાઈમના શ્રી વાય કે ગોહીલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ગાંધીધામ-ભચાઉ હાઈવે પાસેના પડાણા ગામ સમીપે રામદેવ પીર મંદીર પાસેના વિસ્તારમાં એક ટેન્કરને અટકાવી અને તેની તપાસ કરવામા આવતા તેમાથી આધાર પુરાવા વિનાની જવલતશીલ પદાર્થનો જથ્થો મળી આવવા પામયો હતો. એક ટેન્કર સાથે એક ડ્રાયવર અને મુદામાલ કબ્જે કરવામા આવ્યો છે. 

..................



 તો કંડલામાં વિવિધ કંપનીઓમાંથી ચાલતી આયોજનબદ્ધ તેલચોરીનો થશે પર્દાફાશ

વિખ્યાત તેલકંપનીઓની અજાણતાથી અમુક બની બેઠેલા વ્હાઈટ કોલર તેલચોરો રીતસરની કંપનીઓ-સંગ્રહ સ્થળો લઈ અને લાઈનોમાં સિફટીંગ કરી અને સીપીયુ-તેલચોરી કરતા હોવાનો થઈ શકે છે મોટો ધડાકો : લાંબા સમયથી ચાલી રહ્યું છે મોટુ કૌભાંડ

ઝડપાયેલ ટેન્કરની સચોટ વધુ તપાસ કરવામા આવશે તો ઓઈલ-કેમીકલના વજનમાં ફેરફાર ઉપરાંત જીએેસટીની પણ મોટી ચોરીનો થઈ શકે છે ખુલાસો



ગાધીધામ : પૂર્વ કચ્છમાં પાઈપલાઈન તેલચોરી તો ખારીરોહર પટ્ટાના અમુક શખસો અને તેમની ગેંગ દ્વારા સતત કરવામાં આવતી હોવાની ઘટનાઓ ખુલતી જરહે છે. પરંતુ   સીપયુ ઉપરાંતના કેમીકલની ચોરીઓ કંડલામાં એક નવી તરકીટ સાથે કરવામાં આવી રહી હોવાની વાત સામે આવવા પામી રહી છે. જાણકારોકહી રહ્યા છે કે, અહી પાછલા કેટલાક સમયથી કેમીકલ-ઓઈલ સહિતની આયાત કરનારી વિખ્યાત કંપનીઓ કાર્યરત રહેલી છે. આ કંપનીઓમાં જહાજમાથી ઓઈલ પહોચે તે પહેલા જ  એક કંપનીનો પદ્વતીસર લાઈનમેન-વાલ્વમેનની મીલીભગત સાથે અન્યત્ર ડાયવર્ટ કરવામા આવી રહ્યો છે. આ માટે કેટલાક વ્હાઈટ કોલર તેલચોર માફીયાઓ નવો કીમીયો અજમાવ્યો છે. કહેવાય છે કે, અહી વ્હાઈટકોલર તેલચોર માફીયાઓએ અમુક કંપનીઓના સંચાલકો પોતા હસ્તક લઈ લીધા છે અને તે કંપનીઓમાં ઓઈલ ડાયવર્ટ કરી અને સંગ્રહ કરવામા આવી રહ્યું છે. આ નેકસસ-કૌભાંડ ખુબજ સિફત પૂર્વક ચાલી રહ્યુ છે અને ેએટલે તેના માટે કચ્છ બોર્ડર રેન્જની ટીમ અથવા તો એજન્સીઓએ ખુબજ બાજ નજર રાખવી પડશે. હાલમાં પણ જયારે એક ટેન્કર પકડાયુ છે તેની પણ જો ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો વ્હાઈટ કાલર માફીયાઓની તેલચોરીનો મોટો ભાંડાફોડ થવા પામશે.

Comments

COMMENT / REPLY FROM