Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં વરસાદી હેલીથી સમસ્યાઓની ભરમાર : ઠેર-ઠેર પાણી ભરાવ

29 August




નગરપાલિકાના પ્રીમોનસુન પ્લાન પાણીમાં : ઝંડાચોક-ચાવલા ચોક, તથા લીલાશા સહીતના વિસ્તારમાં ઘુટણસમા પાણી ભરાયા : લોકો  હાલાકીનો બન્યા ભોગ
’

ભારે વરસાદના પગલે વિવિધ સરકારી સેવાઓ પણ બાધિત થવા પામી હતી દરમ્યાન જ ગાંધીધામ રેલવે મથકે પણ ટીકિટ કાઉન્ટર પાસે પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા જે ઉપરોકત તસવીરમાં જોવાઈ રહ્યુ છે. 
’


ગાંધીધામ : ગુજરાત સહીત કચ્છમાં પણ મેઘરાજા સતત મન મુકીને વરસી રહ્યા છે. ઠેર ઠેર વરસાદ અવિરત વરસવા પામી રહ્યો છે. 
ત્યારે પૂર્વ કચ્છના ઔદોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં પણ ગત રોજ વરસાદી હેલી વરસવા પામી હતી. 
અહી અન્યત્રના પ્રમાણમાં તો વરસાદ હેલી સ્વરૂપે જ વરસ્યો છે ઉપરાંત પણ શહેરમાં હાલાકી પારવાર થવા પામી હોવાની નોબત સર્જાવવા પામી રહી છે. 
ગત બપોરે ૧ર વાગ્યાથી ગાંધીધામમાં ઢળતી સાંજ સુધી જાપટારૂપે ભારે પવન સાથે વરસાદ સતત વરસતો જ રહ્યો હતો અને તેના પગલે જનજીવન પ્રભાવિત થવા પામયુ હતુ. ગાંધીધામમાં વરસેલા વરસાદથી ઠેર ઠેર જળભરાવની સમસ્યાઓ સર્જાઈ જવા પામી ગઈ છે.  આજ રોજ સવારના પણ ઝરમરીયા વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના લીલાશા, ચાવલા ચોક, ઝંડાચોક જેવા વિસ્તારોમાં વરસાદના લીધે કેડસમા તો કયાંક ઘુંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. જનજીવન તેના લીધે પ્રભાવિત થવા પામી ગયુ હતુ.


....................

વરસામેડી સમીપેની શાંતીધામ સોસાયટીમાં સાંગ નદીના પાણી ફરી વળ્યા


ગાંધીધામ : અંજારની વિશાળ સાંગ નદીમા ંપણ અભુતપૂર્વ જળનો જથ્થો વહેતો જોવાયો હતો. જેના પગલે સંભવત પ્રથમ વખત જ વરસામેડી પાસેની શાંતીધામ સોસાંયટીમાં આ સાંગ નદીના પાણી ફરી વળ્યા હોવાની સ્થિતી ઉભી થવા પામી હતી અને તેના પગલે લોકોને પારા વારા હાલાકી વેઠવાની સ્થિતી ઉભી થવા પામી હતી.




..............


કંડલા વાવાઝોડા હોનારતના વરસો બાદ
નકટી પુલ પાસેથી પાણી વહેતા જોવાયા



ગાંધીધામ : કચ્છ પર ડીપડીપ્રેશનનની અસરના પગલે ઠેર ઠેર ગઈકાલથી વરસાદ વરસવા પામી રહ્યો છે. ત્યારે કંડલા પાસે આજ રોજ નકટી પુલ ઉપરથી પાણી વહેતા હોવાના દ્રશ્યો ઉભા થવા પામી ગયા હતા. જાણકારોએ કહ્યુ હતુ કે, આવા દ્રશ્યો અહી ૧૯૯૮માં જુન માસમાં આવેલ વાવાજોડા હોનારત વખતે જોવા મળ્યા હતા તે બાદ વરસો પછી અહી નકટી પુલ પરથી પાણી વહેતા જોવામા આવી રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM