Trending News
સ્થાનિક સમાચાર

ગઢશીશા પંથકમાં ભારે પવન સાથે પાંચથી સાત ઈંચ વરસાદ

29 August




ગઢશીશા પીજીવીસીએલ હેઠળના ગામડાઓમાં રપથી ૩૦ વીજપોલ ધરાશાયી : વાડી વિસ્તારમાં જુના ઝાડ પડ્યા : વીજ પુરવઠો ખોરવાતાં અનેક ગામોમાં અંધારપટ છવાયો : દેવપરમાં બે મકાન પડી ગયા : મઉંમાં ઘરોના પતરા ઉડ્યા : મઉંનું બસ સ્ટેન્ડ ધોવાઈ ગયું : વીજ વિક્ષેપના કારણે મોબાઈ સેવા પર પણ અસર 


ગઢશીશા : કચ્છ ઉપરથી પસાર થઈ રહેલા અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમથી વધુ એક વાર કચ્છ પાણી પાણી થવાની સાથે ગઢશીશા વિસ્તારમાં પાછલી રાતથી ભારે પવન સાથે વરસેલા વરસાદે વધુ પાંચથી સાત ઈંચ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે મઉં, રત્નાપર, પોલડિયા સહિતના ગામોમાં રપથી ૩૦ જેટલા વીજપોલ પડી જતાં વીજ પુરવઠો ખોરવાયા છે, જેના કારણે મોબાઈલ ટાવર ઠપ્પ થઈ જતાં મોબાઈલ સેવા પર પણ અસર જોવા મળી હતી. મઉંનું જુનુ બસ સ્ટેન્ડ ગામના ભારે પાણીના ધસારાના કારણે ધોવાયું હતું. તો દેવપર ગઢ મહેશ્વરી વાસમાં બે જુના મકાન પડી જવા પામ્યા હતા. તો મઉં ગામે ઘરોના પતરા ઉડવાના બનાવો પણ બનવા પામ્યા હતા. દેવપર ગઢમાં બે વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધોવાણ થતાં પાપડીનું મરામત કાર્ય વહિવટીતંત્ર અને ગામના યુવાનોની મદદથી પૂર્વવત થયાનું સરપંચ ચાંપશીભાઈ ધેડાએ જણાવ્યું હતું કે, કેશવજી રોશિયાએ વહિવટતંત્ર અને ગામના યુવાનોનો આભાર માન્યો હતો. રાજપર ગામે ભારે પવનના કારણે વાડી વિસ્તારમાં જુના વૃક્ષો પડી જવા પામ્યો હતો. ગઈકાલે સમી સાંજના શરૂ થયેલા ધીમા પવન સાથેનો વરસાદ રાત્રીના બે વાગ્યાના ગાળા દરમ્યાન રૌદ્રસ્વરૂપ લેતાં માત્ર ત્રણ કલાકમાં પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ ખાબકયો હોવાનું રત્નાપર સરપંચ મહેન્દ્રભાઈ રામાણીએ જણાવ્યું હતું. મઉં સરપંચ ગરમજીતસિંહ જાડેજાએ મઉંનું જુનુ બસ સ્ટેન્ડ ભારે પાણીના વહવાના કારણે ધોવાણની સાથે ખેતરો ધોવાયાનું વરસાદી પાણી ભરાતા ખેતરો ધોવાયાનું અને ખેતીમાં નુકશાની થયાનું જણાવ્યું હતું. પીજીવીસીએલના ઈજનેર શ્રી માતંગનો સંપર્‌ કરતા વીજપોલ પડી જવાના કારણે વીજવિક્ષેપ દૂર કરવા યુદ્ધના ધોરણે પીજીવીસીએલની ટીમ કામે લાગી હોવાનું જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM