ભચાઉના વોંધ ગામે આવેલી ગૌશાળામાં કરંટ લાગતા યુવાનનું મોત
વરસાદી સીઝનમાં કરંટ લાગવાના કારણે મોતના બનાવો વધ્યા
ભચાઉ : વરસાદી સીઝનમાં કરંટ લાગવાના કારણે મોતના બનાવો વધી રહ્યા છે ત્યારે ભચાઉ તાલુકાના વોંધ ગામે આવી ઘટના સામે આવી છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ વોંધ ગામે ડુંગર પર ગૌશાળા આવેલી છે જયાં હતભાગી ૩૦ વર્ષિય પ્રવીણભાઈ રામજીભાઈ વાઘેલા નોકરી કરતા હતા. એ દરમ્યાન અગમ્ય કારણોસર કરંટ લાગતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. બનાવને પગલે ભચાઉ પોલીસે એડી દાખલ કરી છે. આ બનાવને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
દરમિયાન અબડાસા તાલુકાના સાંઘીપુરમ ગામે રહેતા ૩૭ વર્ષિય મીતાબેન પ્રકાશભાઈ મક્વાણાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દોરી બાંધીને આપઘાત કરી લેતા મોત થયું હતું. આ ઘટનાને પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. વાયોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments