કચ્છ ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું
ફરાદી પાપડીમાં તણાઈ ગયેલા ભુપેન્દ્રસિંહનો મૃતદેહ મળ્યો :જોરાવરસિંહ રાઠોડ પરીવાર પર વજ્રઘાત
’
ક્ષત્રીય સમાજની વિવિધ યુવા પાંખના ર૦૦ જેટલા યુવાનો, કચ્છ-મોરબીના સાંસદ, માંડવી-મુંદરા તથા અબડાસાના ધારાસભ્યશ્રી, એનડીઆરએફની ટુકડી, વહીવટીતંત્ર, આસપાસના ગામના રહેવાસીઓ ગઈકાલથી ઉઠાવેલી જહેમત બાદ આજ રોજ વહેલી સવારે સદગતનો મૃતદેહ મળી આવ્યો
દુઃખની ઘડીમાં જોરૂભા રાઠોડ પરીવારને હુંફ આપવા મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાને પહોચ્યા : આજે બપોરે તેમના નિવાસસ્થાનેથી નીકળેલ અંતીમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભુજ : કચ્છ ક્ષત્રીય સમાજના પૂર્વ પ્રમુખ અને જાણીતા સમાજસેવી મોભી શ્રી જોરાવરસિંહ રાઠોડના પુત્ર ભુપેન્દ્રસિંહની માંડવી તાલુકાના ફરાદી રતાડીયા વચ્ચેની વહેતી પાપડીમાંથી પસાર થતી વેળાએ તેમની થાર કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આ દરમ્યાન તેમની સાથે રહેલા ભુજના અજીતસિંહ પૃથ્વીસિંહ જાડેજા કારમાથી બહાર નીકળી ઝાડી પકડી લેતા તેમનો આબાદ બચાવ થયો હતો તો બીજીતરફ ભુપેન્દ્રસિહ થાર કાર સહિત પાણીના વહેણમાં તપાઈ ગયા હતા. ત્યારે ગઈકાલે તેમની થાર કાર મળી આવી હતી પણ તેમનો કોઈ જ અત્તોપત્તો મળ્યો ન હતો. દરમ્યાન જ આજ રોજ વહેલી સવારે રામણીયા નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.કચ્છના સામાજિક અગ્રણી એવા જોરાવરસિંહ રાઠોડ પરીવાર પર વજ્રઘાત આવી પડયો છે અને ત્યારે તેઓના નિવાસસ્થાને આ દુઃખની ઘડીમાં હુંફ આપવા મોટી સંખ્યામાં લોકો પહોચ્યા હતા.સદગત સ્વ. ભુપેન્દ્રસિંહ જાડેજા લાપ્તા થયા હોવાની વાત-સંદેશ વાયુવેગે ફેલાવવા પામતાની સાથે જ ક્ષત્રીય સમાજના વિવિધ યુવા પાંખના અંદાજીત ર૦૦થી વધુ જેટલા યુવાનો, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવીના ધારાસભ્યશ્રી અનિરૂદ્વભાઈ દવે, અમુલભાઈ દેઢીયા, અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા,માંડવી નગરપાલીકાના પદાધિકારીઓ, સ્ટાફગણ, એનડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસવિભાગ તથા આસપાસના ગામના રહેવાસીઓએ સ્વર્ગીય ભુપેન્દ્રસિંહજીને શોધવા માટે જહેમત ઉઠાવી હતી ત્યારે આજે સવારે તેમનો મૃતદેહ રામાણીયા નજીક ચેકડેમ પાસેથી મળી આવ્યો હતો.
સદગતની સ્મશાનયાત્રા આજ રોજ તા.ર૮મી ઓગષટના બપોરે ૧ કલાકે તેઓના નિવાસસ્થાન આદિતી પેલેસ સ્વામિનારાયણ નગર ર, સિદ્ધી વિનાયક મંદીર પાસેથી ત્રિમંદિર રોડ ભુજથી લોહાણા સ્માશન સુધી નીકળી હતી.સદગતની પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Comments