Trending News
સ્થાનિક સમાચાર

માળિયા-સામખિયાળી હાઈવે ધોવાયો

28 August




ભુજ : કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતો સામખિયાળી - માળિયા હાઈવે ધોવાઈ ગયો છે. માળિયાના ખીરઈ નજીક માર્ગનું સદંતર ધોવાણ થયું છે. માળિયા નજીકનો મચ્છુ ડેમ ઓવરફલો થતાં ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમનું પાણી માળિયા હાઈવે પર ફરી વળ્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહથી સામખિયાળી - માળિયા હાઈવે પર મોટા ખાડાઓ પડયા છે. આ માર્ગ પર હાલે પણ ડેમનું પાણી પસાર થઈ રહ્યું છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમના પાણી માળિયા નેશનલ હાઈવે નંબર ૮ પર આવવાની સંભાવનાના પગલે ગઈકાલથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છથી મોરબી અને અમદાવાદ તરફ જતા વાહનોને રાધનપુર હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

Comments

COMMENT / REPLY FROM