Trending News
સ્થાનિક સમાચાર

આદીપુરમાં જુગાર રમતી વખતે ગાળો આપવાના મનદુઃખે યુવાનની હત્યાનો પ્રયાસ

28 August









પેટના ભાગે ઉંડો છરીનો ઘા મારી દેતા સારવાર માટે ખસેડાયો : સામસામે ફરિયાદ નોંધાઈ


ગાંધીધામ : આદીપુરમાં જુગાર રમતી વખતે ગાળો આપવાના મનદુઃખે યુવાનની હત્યાનો પ્રયાસ કરાતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નં. ૧-એમાં ગરબી ચોકમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી દિનેશ કાનજીભાઈ બારોટના જણાવ્યા પ્રમાણે તે આરોપી વિકી અશોકભાઈ સીજુ અને પિન્ટુ અશોકભાઈ સીજુ સાથે  જુગાર જેવી રમત રમતા હતા, એ દરમ્યાન ભાવેશ મારાજ આવતા વિકી અને ભાવેશે ફરિયાદીને ગાળો આપી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ધકબુશટનો માર મરાયો હતો. જે બાદ ફરિયાદી ઘરે ગયો અને દોઢ - બે કલાક પછી ગરબી ચોક આવ્યો ત્યારે હિતેશ જગદીશભાઈ દેવરીયાએ કેમ ઝઘડો કર્યો છે ? તેમ કહી પેટના ભાગે ઉંડો છરીનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે બાદ આદીપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ તરફ સામે પક્ષે ધર્મેશ ઉર્ફે ભાવેશ અશોકભાઈ મારાજ (મહેશ્વરી)એ આરોપી દિનેશ બારોટ સામે પ્રતિ ફરિયાદમાં જણાવ્યું કે, આરોપીએ તેની અને પિન્ટુ સીજુ સાથે થયેલા ઝઘડામાં વચ્ચે પડી છોડાવ્યા હોઈ તે બાબતનું મનદુઃખ રાખી તે બાબતે ફરિયાદીને માર મારી છરીનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. આદીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM