મુંદરાના નીચાણવાળા વિસ્તારોમાં થયો જળભરાવ
મુંદરા : પંથકમાં સાતમના ઝરમર વરસાદ બાદ આઠમના મેઘરાજાએ ભરપુર હેત વરસાવ્યું હતું. તાલુકાના સમાઘોઘાની નદીમાં પાણી વહી નિકળ્યા હતા. વરસાદના પગલે ખેતરમાં ઉભેલા પાકને ફાયદો થશે તેવું ધ્રબના કિસાન અગ્રણીએ જણાવ્યું હતું. મુંદરા તાલુકાના સમાઘોઘા, રામાણિયા, ભુજપુર, ધ્રબ, લુણી, ભદ્રેશ્વર, ફાચરિયા, વાંકી, પત્રી સહિતના ગામોમાં ધીંગી મેઘમહેર વરસી હતી. સુરઈ નદીમાં પાણી વહેતા થતા બોરાણા છેલો ભરાયો હતો. ભદ્રેશ્વરમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી. ઝરપરામાં પણ વરસાદી માહોલમાં મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ફાચરિયાથી માડણભાઈ રબારી, સમાઘોઘાથી સહદેવસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, રામાણિયાથી લાલજી દનિચા, કુંદરોડીથી નરેન્દ્ર સોની વગેરેએ સારી મેઘમહેરના અહેવાલો આપ્યા હતા.
મુંદરામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોષી, અરવિંદ પટેલ, ગૌરાંગ ત્રિવેદી, સંજય ઠક્કર, ભોજરાજ ગઢવી, પ્રકાશ ઠક્કર, ધર્મેન્દ્ર જેસર, ડાહ્યાલાલ આહિર વગેરે દોડી ગયા હતા. નગરપાલિકા તંત્રએ પાણીના નિકાલ માટે કવાયત હાથ
ધરી હતી.

Comments