Trending News
સ્થાનિક સમાચાર

૧૦ ઈંચ સાથે નખત્રાણામાં મેઘરાજાનું અતિરૌદ્ર સ્વરૂપ

27 August


નખત્રાણાવાસીઓનું ખમૈયા કરો, મેઘરાજાને પોકાર


મોસમનો કુલ રપ ઈંચ વરસાદ : નિરોણા, મથલ, ભૂખી સહિતના ડમેો ઓગની ગયા : તમામ નદીઓ ગાંડીતુર : ખેતીના પાકોને વ્યાપક નુકશાનની ભિતી : પશુધન તરફડે છે : ગોકુળ આઠમની મોજ બગડી : તાલુકામાં અતિવૃષ્ટિના ઉંબરે : ભિટારા - પાવરપટ્ટીમાં ચેકડેમો તુટ્યા : શાળાઓમાં રનખત્રાણા : હરિયાળા આ તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકો, ખેડૂતો, પશુધન ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તાલુકો અતિવૃષ્ટિના ઉંબરે આવી ઉભો છે. નાના - મોટા ચેકડેમો તુટયા પાણી ખેતર વાડીમાં જતા ઉભેલા પાકનું ધોવાયા છે અને ખેતીને વ્યાપક નુકશાન થયું છે.  મામલતદાર ઓફિસના કંટ્રોલરૂમમાંથી કોઈ ફોન ઉપાડતા ન હોતા સાચા આંકડા વરસાદના જાણવા મળ્ય ન હતા. નખત્રાણામાં આજે સવાર સુધી ૧૦ ઈંચ સાથે મોસમનો કુલ વરસાદ રપ ઈંચ થયો છે. જે સમગ્ર જિલ્લામાં નખત્રાણા તાલુકો મોખરે છે. નખત્રાણામાં રાતથી જ ધીંગી મેઘમહેર શરૂ થતાં બંધ જ થવાનું નામ લેતો નથી. શિવનગર, ઝીલ વગેરે સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. નખત્રાણા નગરની બંને વોકાળ ભરપુર વહેતા વાહન વ્યવહાર અટવાયો છે. તો એક નવી કાર તણાયાના અહેવાલ છે. મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ગોઠણ ભેર પાણી વહેતા થયા છે. વેપારીઓની દુકાનો બંધ છે. શાળામાં રજા છે. લોકો આજે બીજી આઠમ મનાવવા મન બનાવી રહ્યા છે. વરસાદે શ્રાવણી પર્વને ધોઈ નાખયા છે. લાઈટના ધાંધિયા યથાવત છે. પાવરપટ્ટીના નિરોણા ડેમ ઓગની ગયો છે. મથલ પણ ડેમ ઓગનવાના આરે છે. નાના મોટા તમામ ડેમો ઓગની ગયા છે. નદીઓ ગાંડીતુર છે. મંગવાણાથી ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, ભીટારાથી સરપંચ ખેરાજ મહેશ્વરી, જીતેન્દ્ર ગોરે ધોધમાર વરસાદના અહેવાલ આપ્યા હતા. વિથોણ પાસે ઝાડ પડી જતાં વાહન અટવાયા છે. રસ્તાનું ધોવાણ થયું છે. અતિવૃષ્ટિ પર મીટ માંડતા અમુક તત્ત્વો સક્રિય થયા છે. પાટીદારોના વસતીવાળા ગામોમાં ઉત્સવની મઝા મેઘરાજાએ બગાડી છે. નિચાણવાળા વિસ્તારમાં રહેણાક ખાલી કરાવી સલામત સ્થળે ખસેડાયા છે. વાહનોની મોટી કતારો લાગી જેને પોલીસ તંત્રે ટ્રાફિક વ્યવસ્થા દૂર કરવા જહેમત ઉઠાવી હતી. છાપા, દુધ, શાકભાજીના ફેરિયા સ્વયંભૂ રજા રાખી હોય તેમ લાગતું હતું. દેવ મંદિરોમાં પણ પાંખી હાજરી હતી. તાલુકામાં મેઘરાજાએ સચરાચર વરસાદ વરસાતા હવે લોકો મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરતા હતા. હજુ પણ ત્રણ દિવસની આગાહી યથાવત છે. લોકો ઘરમાં પુરાઈ બેસી રહ્યા છે. જા : વાહન વ્યવહાર ઠપ્પ : વીજધાંધિયા યથાવત : વરાપ - ઉઘાડની રાહમાં લોકો : આગાહી યથાવત 



 

Comments

COMMENT / REPLY FROM