Trending News
સ્થાનિક સમાચાર

મચ્છુના પાણી છોડાયા : કચ્છથીઅમદાવાદ - મોરબીના રૂટ પ્રભાવિત

27 August

વહીવટીતંત્ર - પૂર્વ કચ્છ પોલીસની અગમચેતી ભરી પહેલ
’



આગામી ૩૬ કલાક સુધી સામખીયારી - માળિયા માર્ગ ડાયવર્ટ રહેશે, કચ્છથી માળીયા થઈને જતા પહેલા વાંચી લેજો આ સંદેશ
’


મચ્છના ૩ ડેમ ઓવરફલો થતા, તેના દરવાજાઓ ખોલવામા આવતા ડેમનુ પાણી હાઈવે પરથી ફરી વળતા અમદાવાદ તરફથી કચ્છ આવતા અને કચ્છથી વાયા માળીયા થઈને જતા વાહનોને પાલનપુર માર્ગે જવા વહેલી સવારથી જ નેશનલ હાઈવે આથ્ેથોરીટી- પોલીસ વિભાગ સહિતનાઓએ સામખીયાળી પાસે મોરચો સંભાળી લીધો છે, લોકોને મદદરૂપ થવા તંત્ર છે હરકતમાં : શ્રી સૂર્યવંશી(પ્રાંત અધિીકારી, ભચાઉ)’



• મોરબી-મચ્છુ ડેમના ૩ર જેટલા દરવાજા ખોલતા માર્ગ બંધ કરાયો • કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેવાયો નિર્ણય • અમદાવાદ-રાજકોટ-જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઈવે પર જવા ડાયવર્જન અપાયુ • ઈમરજન્સી સિવાય લોકોને ઘરની બહરા ન નીકળવા અપીલ • સામખીયાળી-માળીયા હાઈવે પર ત્રણથી વધુ જગ્યાઓ પર પોલીસ તૈનાત • નાના મોટા તમામ વાહનોને હાલ થોભી જવા રજુઆત




નેશનલ હાઈવે ૮પર મચ્છુ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં કચ્છથી અમદાવાદ અને મોરબી તરફ જતા વાહનો માટે માર્ગદર્શિકા જાહેર : માળિયા પોલીસે વાહન ચાલકોને પાલનપુર હાઈવેનો ઉપયોગ કરવા કરી તાકીદ : કચ્છથી જામનગર- જામખંભાડિયા રૂટ પર એસ.ટી. સેવા ઠપ્પ





ગાંધીધામ :  ભુજ કચ્છ જીલ્લા ના પ્રજાજનોને પુર્વ-કચ્છ ગાંઘીઘામ જીલ્લા પોલીસ તરફથી અતિભારે વરસાદ અનુલક્ષીઅગમચેતીના ભાગરૂપે સત્તાવાર રીતે સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લાના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફલો થતા સામખીયારી અમદાવાદ હાઇવે રોડ ઉપર હરીપર ખીરઇ તા-માળીયા મીયાણા રોડ ઉપર મચ્છુડેમ નુ પાણી રોડ ઉપર ફળી વળેલ હોવાથી માળીયા હાઇવે રોડ આજરોજ તા-૨૭/૦૮/૨૦૨૪ થી આશરે ૩૬ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે જેથી કચ્છ જીલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને જાણ કરવામાં આવે છે કે સામખીયારી ચામુંડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલ હોય રાઘનપુર પાલનપુર રોડનો ઉપયોગ કરવો જે અંગે અમલવારી કરવા ભુજ ડચ્છ જીલ્લાના તમામ  વાહન ચાલકોને સંદેશો પાઠવામાં આવે છે. બીજીતરફ ભચાઉના પ્રાંત શ્રી સુર્યવશીએ પણ કહયુ હતુ કે, મચ્છના ૩ ડેમના દરજાવાઓ ખોલવામા આવ્યા છે, તેનુ પાણી હાઈવે પર ફરી વળ્યુ છે અને તેથી જ અગમચેતીના ભાગરૂપે કચ્છથી અમદાવાદ તરફ માળીયા થઈને જવાના બદલે આડેસર-પાલનપુર હાઈવે થઈને જવાનીવ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામા આવી રહી છે. નેશનલ હાઈવે ઓથોરીટી અને પેાલીસ વિભાગનો સ્ટાફ સ્થળ પર તૈનાત રહેલો છે. કચ્છ -સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફલો થતા દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. નેશનલ હાઈવે ૮ પર ડેમના પાણી આવતા માળિયા પોલીસે કચ્છથી મોરબી અને અમદાવાદ તરફ જતાં વાહનો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મચ્છુ ડેમના  દરવાજા ખોલવામાં આવ્તા નેશનલ હાઈવે ૮ પર ડેમના પાણી ફરી વળ્યા છે. માળિયા પોલીસે કચ્છથી મોરબી અને અમદાવાદ તરફ જતાં વાહન ચાલકોને પાલનપુર હાઈવેનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. સતત ટ્રાફિકથી  ધમધમતા માર્ગ પરકોઈ દુર્ઘટના ન સર્જાય તેથી તકેદારીના ભાગરૂપે માળિયા પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM