વરસાદી માહોલ વચ્ચે દરિયાનું રૌદ્ર સ્વરૂપ : માંડવી -કંડલાના દરીયામાં જોવા મળ્યો કરંટ : ૩ નંબરનું સિગ્નલ લગાવાયું
દરીયામાં ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવાયા : પોર્ટ પર લાંગરેલા જહાજોને સુરક્ષિત કરાયા : શિપ-બાર્જીસી માટેની એડવાઈઝર બંદર પ્રશાસન દ્વારા જાહેર કરાઈ : હવામાનની સ્થિતીને દર એક કલાકે કરાઈ રહ્યું છે અપડેટ : બાર્જ-શીપ એસઓપી અગમચેતીના ભાગરૂપે કરી દેવાઈ છે અમલી
’
ડીપીએ-કંડલા પોર્ટ દ્વારા તમામ પોર્ટ યુજર્સ સહિતનાઓ માટે પરિપત્ર મારફતે એસઓપી કરાઈ જાહેર’
ગાંધીધામ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયભરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ત્યોર વરસાદી માહોલ વચ્ચે દરીયાનું રૌદ્રસ્વરૂપ જોવા મળતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમા ભયનો માહોલ જોવા મળી આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયભરમાં મેઘતાંડવ સર્જાયુ છે. ત્યારે વરસાદી મહોલ વચ્ચે દરિયામાં પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનોમાહોલ જોવા મળી આવ્યો છે. કંડલાના દરીયામાં પણ કરંટ જોવા મળી આવ્યો હતો. અહી પણ ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવા મળી આવ્યા હતા.કંડલા પોર્ટપર લાંગરવામાં આવેલા જહાજને સુરક્ષીત કરવામા આવ્યુ છે. ક્રાફટ બાર્જની કામગરી સમયે સમુદ્રમાં પાણી ક્રાફટમાં ફરી વળ્યા હતા જો કે સુરક્ષા માટે જહાજને આઉટ બોયામા બાંધી દેવામા આવ્યા હતા. આ સંદર્ભે ડીપીએ કંડલા પોર્ટના પીઆરઓની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસન તમામ સ્થિતીઓને પહોચી વળવા માટે સજજ છે અને અગમચેતીના ભાગરૂપે અહી તકેદારીના વિવીધ પગલાઓ ભરવામા આવ્યા છે. બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામા આવ્યું છે. વેધર મોનીટરીંગ સતત કરવામા આવી રહ્યુ છે અને દર એક કલાકે હવામાનની સ્થીતીને અપડેટ કરવામાં આવી રહ્યા છે. બાર્જ જે દરમીયામાં હતા તેને સુરક્ષિત સ્થળે બાંધી દેવામા આવ્યા હતા. બાર્જ અને શીપ માટેની જે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર એટલે કે એસઓપી હોય છે તે પણ અમલી બનાવી દેવામા આવી છે તેવુ પીઆરઓશ્રી દાદલાણીએ જણાવ્યુ હતુ. કંડલા ઉપરાંત તો વળી બીજીતરફ ભારે વરસાદના પગલે પોરબંદર પોર્ટ પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે. વરસાદની ખતરનાક સિસ્ટમને ધ્યાને રાખી ૧ નંબરનું સિગ્નલ લગાવાયુ છે. સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે સિગ્નલ લગાવાયુ છે. માછીમારોને બંદર તરફ આવવા સુચન કરતુ ૧ નંબરનું સિગ્નલલગાવાયું છે. હવામાન વિભાગે માછીમારને દરીયો ન ખેડવા સુચના આપી છે.

Comments