કચ્છમાં શ્રાવણી તહેવારો તરબતર : રથી ૧૦ ઈંચ વરસાદ
સાતમ - આઠમના સપરમા દિવસોમાં કચ્છ પર મેઘ મહેરબાન : કચ્છ પર સર્જાયેલી ૩ વરસાદી સિસ્ટમના પગલે સાર્વત્રિક વરસાદ : માંડવી - નખત્રાણા પંથકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ : ભુજ, મુંદરા, અબડાસા, લખપતમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ : વરસાદના પગલે માર્ગોનું થયું ધોવાણ : માંડવી શહેરમાં તમામ માર્ગો તળાવમાં ફેરવાયા : નખત્રાણા - મથલ માર્ગ બાધીત થતાં વાહન વ્યવહાર ખોરવાયો
’
ભુજ : ૫વિત્ર શ્રાવણ માસના સૌથી મોટા સાતમ - આઠમના તહેવાર દરમ્યાન કચ્છમાં થયેલી સચરાચરી મેઘમહેરના પગલે સાર્વત્રિક આનંદ ફેલાયો હતો. તો માંડવી અને નખત્રાણા પંથકમાં થયેલા ભારે વરસાદના પગલે તહેવારોની ઉજવણી ફિક્કી પડી હતી. શિતળા સાતમના સાંજથી શરૂ થયેલા મેઘ સવારી આઠમના અવિરત રહી હતી. જન્માષ્ટમીના દિવસે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકયો હતો. જિલ્લા ભરમાં ભારે પવન સાથે થયેલા વરસાદે કયાંક આનંદ તો કયાંક આફત વરસાવી હતી. કચ્છ જિલ્લા પર સ્થિર થયેલા ત્રણ વરસાદી સિસ્ટમના પગલે હવામાન વિભાગ દ્વારા વધુ ૩ દિવસ મધ્યમથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.
જન્માષ્ટમીના સવારથી જ મેઘરાજાએ કચ્છ પર હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. ર૪ કલાક દરમ્યાન નખત્રાણા પંથકમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ થયો હતો. બંદરીય માંડવી પંંથકમાં પણ ર૪પ મીમી વરસાદ થયો હતો. આજે સવારે પણ માંડવીમાં વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. માંડવીમાં આજે સવારે દોઢથી બે ઈંચ વરાસદ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જન્માષ્ટમીના કચ્છના દસેય તાલુકામાં વરસાદ થયો હતો. લખપતમાં ૮૦ મી.મી. રાપરમાં પ૭, ભચાઉમાં પ૯, અંજારમાં પપ, ભુજમાં ૯૦, અબડાસામાં ૭ર, મુંદરામાં ૯૯ અને ગાંધીધામમાં સૌથી ઓછો ર૭ મીમી વરસાદ નોધાયો હતો. સવારી અવિરત રહી હતી. સવારે ૧૦ વાગ્યા સુધી અબડાસામાં એક, માંડવીમાં દોઢ અને મુંદરા પંથકમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. જિલ્લામાં થયેલા ભારે વરસાદથી ઠેરઠેર માર્ગોનું ધોવાણ થતાં વ્યવહાર બાધિત બન્યો હતો.
...............
કચ્છના મધ્યમ સિંચાઈના ૯ ડેમ થયા ઓવરફલો
ભુજ : વિતેલા ૬૦ કલાક દરમ્યાન કચ્છમાં થયેલા વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈના ર૦ ડેમો પૈકીના ૯ ડેમો હવે છલોછલ ભરાઈ ઓવરફલો થયા છે. જયારે બે ડેમ ૯૯ ટકા જળ સપાટી સાથે ઓવરફલો થવાની તૈયારીમાં છે. જયારે કચ્છ જિલ્લાના નાની સિંચાઈના કુલ ૧૭૦ ડેમો પૈકીના ૭પ ડેમ પૂર્ણ ભરાયા છે. જયારે પ૪ ડેમમાં સીલ લેવલ કરતા ઉપર અને ૪૧ ડેમોમાં સીલ લેવલ કરતા નીચે પાણી રહ્યું છે.
.............
ભુજના નિચાણવાળા વિસ્તારોમાં શાળાઓ ખોલવામાં આવી
ભુજ : શહેરમાં થયેલા વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારમાં જળભરાવ થયો છે. કચ્છમાં વધુ ૩ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતાના પગલે ભુજના નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોના જીવન તાળવે ચોંટ્યા છે. તેવામાં વરસાદના પગછે કોઈ ગંભીર સ્થિતિ સર્જાય તો અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા ભુજની ૩ શાળાઓને સ્ટેન્ડ બાય પર રાખી ખોલવામાં આવી છે. જેમાં ખારસરા ગ્રાઉન્ડ પાસે મુસ્લિમ સ્કૂલ, ગાંધીધામની ચંદ્રજ્યોતિ શાળા નં.૧૩ અને કોડકી રોડ પર ભીમરાવનગર શાળા નં.૧પ ને ખોલવામાં આવી હતી.
ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો
ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં થઈ રહેલા વરસાદના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. ગઈકાલે દાદરથી ઉપડેલી એસી સુપરફાસ્ટ ટ્રેનને અમદાવાદ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ગઈકાલે દાદરથી ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસને સુરત રોકવામાં આવી હતી જે આજે સવારે કચ્છ તરફ રવાના કરવામાં આવી હતી. સયાજીનગરી ટ્રેન તેના સમયથી ૧૧ કલાક મોડી ચાલી રહી છે. તો ભુજથી ઉપડેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન ભુજથી ઉપડી ગાંધીધામ ટર્મિનલ કરવામાં આવી હતી. જ્યારે ભુજથી ઉપડનારી સયાજી એક્સપ્રેસને રદ્ કરવામાં આવી હતી. આજે મુંબઈથી સયાજીનગરી અને કચ્છએક્સપ્રેસ ટ્રેન નહીં ઉપડે તેવું કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યું હતું. વરસાદના પગલે ટ્રેન સેવા બાધિત થતા ભુજ-ગાંધીધામ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ અટવાયા હતા.
.............
એસટીના ર૬ રૂટ બાધિત થયા
ભુજ : રવિવાર સાંજથી કચ્છમાં શરૂ થયેલા વરસાદના પગલે ધોરીમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત કેટલાક આંતરિક માર્ગો પર ક્રોઝ-વે ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. ખાસ કરીને નખત્રાણા અને માંડવી પંથકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદના પગલે એસટીની સેવા પ્રભાવિત થઈ હતી. કચ્છના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વરસાદના પગલે કચ્છ એસટીના ર૬ જેટલા લોકલ રૂટ પ્રભાવિત થયા હતા. જેમાં નખત્રાણા, લખપત અને માંડવી રૂટની બસ સેવાઓને બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે, કચ્છથી તમામ લાંબા અંતરની એક્સપ્રેસ રૂટ યથાવત રહ્યા હતા. તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
...............
વીજ તંત્રએ સ્ટાફની રજાઓ કરી રદ્દ
ભુજ : છેલ્લા ૬૦ કલાકથી કચ્છ જિલ્લામાં થઈ રહેલા વરસાદના પગલે વીજ તંત્ર એલર્ટ મોડમાં મુકાયું છે. ભારે પવન સાથે વરસાદના પગલે ફિડરો ઠપ્પ થવાની ઘટનાઓ વધી છે. માત્ર ભુજ સિટી-રમાં ૬૦ જેટલા વી ફિડરો ઠપ્પ થતાં યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. કચ્છમાં થઈ રહેલા વરસાદ અને અતિભારે વરસાદની આગાહીના પગલે વીજતંત્ર દ્વારા કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી. વરસાદના પગલે કોઈ સ્થળે ખોટીપો સર્જાય તો સત્વરે સમારકામ માટે મેઈન્ટેનન્સની ટીમોને સ્ટેન્ડબાય રખાઈ હતી.

Comments