ફરાદી-રામાણિયા વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહમાં થાર તણાઈ : ભુજના યુવા અગ્રણી લાપતા
ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં બન્યો બનાવ : ગાડીમાં સવાર બે યુવાનો પૈકી એકે બાવળની ઝાડી પકડી લેતા હાજર લોકોએ જીવ બચાવી લીધો : થાર સાથે ભુજના યુવા અગ્રણી તણાઈ જતા આખી રાત સર્ચ અભિયાન અને સવારે એનડીઆરએફની કવાયતમાં થાર મળી પણ યુવાનનો અત્તોપત્તો નહીં
કચ્છના પ્રતિષ્ઠીત સમાજસેવક જોરૂભા રાઠોડ પરીવારના પુત્રરત્ન ભુપેન્દ્રસિંહની શોધખોળ માટે આજે સવારથી તંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યુ છે કામ : જો કે હજુ સુધી યુવાનની કેાઈ ભાળ મળવા પામી નથી : ઈન્દ્રજિતસિંહ જે જાડેજા (જોરૂભા રાઠોડ પરીવારના સદસ્યગણ)
ભુજ : ત્રણ સિસ્ટમ સક્રીય બનતા સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે તેવામાં માંડવી વિસ્તારમાં તો છેલ્લા ર૪ કલાકમાં ૧પ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ જવા સાથે પાપડી તુટી જવાની ઘટના બની છે. આ વચ્ચે તાલુકાના ફરાદી અને રામાણિયાને જોડતા પુલિયા પર ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં પાણીના ધસમસતા પ્રવાહમાં થાર ગાડી તણાઈ ગઈ હતી. જેમાં સવાર એક યુવાને બાવળની ડાળી પકડી લેતા જીવ બચી ગયો હતો, જ્યારે અન્ય એક યુવાન હજી લાપતા છે. સર્ચ દરમિયાન થાર ગાડી મળી છે. આ અંગેની વિગતો મુજબ જીપમાં સવાર પૈકી ભુજના અજીતસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજાના હાથમાં બાવળની ડાળી આવી જતા તેના સહારે બહાર આવી ગયા હતા અને ગ્રામજનો અને પોલીસે બચાવી લીધા હતા. જોકે, થાર ગાડી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ તેમાં ભૂપેન્દ્રસિંહ જોરૂભા રાઠોડ સવાર હતા. આખી રાત પોલીસ અને લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છતા કોઈ અત્તોપત્તો ન મળ્યો. આજે સવારથી એનડીઆરએફ દ્વારા સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તણાઈ ગયેલી જીપ મળી આવી હતી. જોકે ભૂપેન્દ્રસિંહની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ભૂપેન્દ્રસિંહ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરૂભા ઉર્ફે જોરાવરસિંહ રાઠોડના પુત્ર થાય છે. બનાવને પગલે સ્થળ પર પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના પહોંચી ગયા છે. હાલમાં સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. આ બનાવ બાબતે જારૂભા રાઠોડ પરીવારના જ સદસ્ય એવા ઈનદ્રજીતસિહ જુવાનસિહ જાડેજાની સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, થાર ગાડી મળી જવા પામી ગઈ છે, આજે સવારથી જ એનડીઆરએફની ટીમ સહિતનાઅ શ્રી જોરૂભા રાઠોડ પરીવારના પુત્રરત્ન ભુપેન્દરસીહની શોધખોળ માટે યુદ્ધના ધોરણે કામે લાગેલા જ છે પરંતુ હજુ સુધી તેમની કોઈ જ ભાળ મળી નથી.

Comments