Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં ઓઈલ કંપનીઓનું ઢમઢોલ માહે પોલ :  તેલ-કેમીકલ લીકેજની વઘતી ઘટના ચિંતાજનક

24 August

ડેપ્યુટી કન્ઝર્વેટરશ્રી ફાયર વિભાગની આળસ ઉડાળે..!





હા, અમે સ્થળ પર તપાસ કરવા ગયા હતા, એ કોઈ કલર છે, કેમીકલ નથી, જો કે કલર કયાંથી આવ્યો તે તો હું ન કહી શકુ, કારણ કે અહી ૧૦૦થી વધુ આવી કંપનીઓ આવેલી છે, વધુ અમારા ફાયર વિભાગના અધિકારી જ કંઈ કહી શકે : 
શ્રી ખાલસા(ફાયર વિભાગ, ડીપીએ-કંડલા)’



ફાયર વિભાગના બની બેઠલા અમુક અધિકારી-કર્મચારીઓ મહેરબાન તો તેલ-ઓઈલની કંપનીઓ પહેલવાન : કયારેક કેમીકલના આસપાસમાં તળાવો બની જાય છે તો કયારેક લીકેજહોર્સ પાઈપ ફાટવાના લીધે થઈ જાય છે, તગડા પ્રમાણમાં લીકવીડ ફેલાયલુ પડયુ રહે છે’’

ડીપીએ-ફાયર વિભાગ દ્વારા આવી ઘટનાઓમાં સ્થળ નિરિક્ષણ કરી, ખરેખર ચુક કયા રહી, કંપનીમાંથી કોની ભુલ છે, તે સહિતનાઓ મામલે કંપનીના કડક પુછાણા લેવા અને ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે જોવાના બદલે જાણે કે, સ્થળ પર જઈ, કંપનીવાળાઓને પોતાનુ મોઢું દેખાડીને પરત આવી જતા હોય તેમ ફરી ફરીને ઓઈલ લીકેજની અહી બની રહી છે મોટી ઘટનાઓ : ડીપીએ-કંડલાના જવાબાદરો વેળાસર જ આ બાબતે ફાયર વિભાગને તટસ્થ કાર્યવાહી કરતુ નહી કરે તો તેમની લાપરવાહીના લીધે અહી મોટી હોનારત થતા પણ વાર નહી થાય..!



ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીએ કંડલામાં વિદેશથી મોટી માત્રામાં કેમીકલ-ઓઈલ આયાત કરવામા આવી રહ્યુ છે અને તેને દેશના અન્ય વિસ્તારોમાં પહોચાડવા માટે અહી પાપલાઈન નેટવર્ક તથા મોટા મોટા ટેન્ક ઓઈલ સંગ્રહ કરવા માટે બનાવાયેલા છે. આ કંપનીઓ દ્વારા જે તે કેમીકલ-ઓઈલ-તેલની સુરક્ષા સલામતી વ્યવસ્થાઓ પાડવાની હોય છે તે અંગે ઘોર બેરદકારી જ રખાતી હોય તેવી ઘટનાઓ પુનરાવર્તિત રીતે પાછલા અમુક દીવસમાં બનવા પામી રહી છે. એટલે અતી જોમખી અને હેર્જાડીયસ એટલે કે અતિ જવલંતશીલ કહી શકાય તેવા કેમીકલોનો પણ કંડલામાં મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામા આવી રહ્યો છે તેવા વીસ્તારમાં અહી છાશવારે એક મુકીને બીજી અને બીજી મુકીને કોઈ ત્રીજી કંપનીના ઓઈલના લીકેજની સતત ઘટના બનવી ચિંતાજનક જ કહી શકાય તેમ છે. તેની સાથોસાથ જ આવી ઘટનાઓ શા માટે બની રહી છે? કોની તેમા કચાશ રહેલી છે? કયા ચુક રાખવામા આવે છે? પુરાવર્તિત રીતે આવી ઘટનાઓ કેમ બની રહી છે? તે સ્થળ નિરીક્ષણ સાથે જોઈ અને તે મામલે ઉચ્ચસ્તરે રીપોર્ટ રજુ કરવાની જવાબદારી જેમની આવી રહી છે તેવુ ડીપીએ કંડલા ફાયરવીભાગ અને તેમના બની બેઠેલાઓ વધારે જ બે ફિકરાઈથી વર્તી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. આવી ઘટનાઓ તો રૂટીન કહેવાય અથવા તો બનતી જ રહેતી હોય છે,  આ પ્રકારની લાપરવાહી કયારે અહી મોટી ઘટના-હોનારત ઉભી કરી દેશે માટે ડીપીએ કંડલાના ડેપ્યુટી કન્જર્વેટરશ્રીએ વેળસર જ આવી ઘટનાઓમાં આવેલા ઉછાળાને ડામવા માટે ફાયર વિભાગને વધારે પ્રમાણીકતાથી કામ કરતો કરવો જ પડશે તેમ જાણકારો કહી રહ્યા છે. બીજીતરફ આ અંગે સ્થળ નિરીક્ષણ કરવા ગયેલા ડીપીએ કંડલાના ફાયર વિભાગના શ્રી ખાલસાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ કહ્યુ હતુ કે, સ્થળ નિરિક્ષણ માટે અમે ગયા હતા, ત્યાં કોઈ કલર ફેલાઈ જવા પામ્યો છે પાણીમાં એવુ દેખાઈ રહ્યું છે કેમીકલ નથી લાગતુ. આ અંગે શ્રી ખાલસાને પુછતા કે કલર આટલો બધો અહી આવ્યો કયાથી? તેનો જવાબ આપવાના બદલે તેઓએ અતિ ઉડાઈ પ્રતિક્રીયા આપતા ક્હયુ હતુ કે, આ કલર કયાથી આવ્યો તે મને કેમ ખબર પડે? હું કેમ કહી શકુ? અહીતો ૧૦૦થી વધારે કંપનીઓ આવેલી છે? અમારા ફાયર વિભાગના અધિકારી આ બાબતે વધુ કંઈ કહેવા સક્ષમ છે તેમ અંતમાં શ્રી ખાલસાએ જણાવ્યુ હતુ. તો વળી આ સમગ્ર બાબતે ડીપીએ કંડલાના ફાયર અધિકારી શ્રી અશીમ ચક્રવતીનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ તેમના ફોનની સતત ઘંટડી જ રણકતી રહી હોવાથી વિફળ નીવડયો હતો અને તેની સાથે જ ડીપીએ કંડલામાં ફાયર વિભાગ કેટલુ લાપરવાહ છે તેનો પણ વર્તારો અહી જોવા મળી આવ્યો હતો. હકીકતમાં ડીપીએના ડીસી ડેપ્યુટી કન્જવૈટરશ્રીએ આ બાબતે ગંભીરતાથી સમજી જોઈએ અને ફાયર વિભાગમાં જે એક યા બીજા પ્રકારેની આળસ આવલી છે તેને ઉડાળવી જોઈએ અને તેમને આવી કંપનીઓ દ્વારા અહી થઈ રહેલા લીકેજને અટકાવવા કામે લગાડવા જોઈએ નહી તો ફાયર વિભાગની લાપરવાહી અને બેદરકારીના લીધે કયારેક અહી મોટી હોનારત કે દુર્ઘટના સર્જાતા વાર નહી થાય તેમ જાણકારો કહી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM