Trending News
સ્થાનિક સમાચાર

ટ્રોમાડોલ-મેડીકલ ડ્રગ્સ કેસ : કમિશ્નરશ્રી ઈન્જીનીયરની લાલઆંખઃ મુંદરાના સીએચએ શિપીંગ-લોજીસ્ટીકનું લાયસન્સ રદ

23 August




રાજકોટની નિકાસકાર પેઢી દ્વારા મુંદરા પોર્ટથી આફ્રીકન-નાઈઝર દેશો તરફ દવાની આડમાં મેડીકલ ડ્રગ્સ મોકલવાના ષડયંત્ર પણ મુંદરા એસઆઈઆઈબીની ટુકડીએ ત્રાટકી અને તેમાંથી  ૧૧૦ કરોડની પ્રતિબંધિત ટ્રોમાડોલ દવાનો ઝડપ્યો હતો જથ્થો : ડીકલોફેનાક અને ગેબેડોલ ડેબ કરાઈ હતી ડીકલેર, જેની આડમાં ટ્રોમાડોલ મોકલવાનો રચાયો હતો કારસો :ટ્રોમાડોલને ર૦૧૮ના એનડીપીએસ એકટ ૧૯૮પની કલમ (૮)હેઠળ સાયકોટ્રોપિક પદાર્થ તરીકે સુચિત કરાઈ છે અને નિકાસને પ્રતિબંધિત રખાઈ છે 



આ કેસમાં પ્રારંભિક તપાસ અને નિવેદનોના દોર બાદ મુંદરાના કસ્ટમ બ્રોકરનું લાયસન્સ કરી દેવાયુ સસ્પેન્ડ : શ્રી કે. એન્જીનીયર (કમિશ્નર કંડલા કસ્ટમ વિભાગ)


રાજકોટની આ જ નિકાસકાર પેઢીના અગાઉ નીકળી ગયેલા રીકોલ(પરત બોલાવેલા) કન્ટેઈનર આગામી એકાદ અઠવાડીયામાં આવી પહોચશે પરત : તેમાં પણ દવાઓના નામે ડ્રગ્સ મોકલાયુ હતુ કે નહી? એ દીશામાં તે બાદ થશે વધુ ખુલાસા




ગાંધીધામ : મુંદરામાંથી રાજકોટની નિકાસકાર પેઢી દ્વારા દવાની આડમાં ડ્રગ્સ મોકલવાના ષડયંત્રને અંજામ આપવાનો કારસો થોડા સમય પહેલા જ મુંદરાની કસ્ટમ વિભાગની સ્પેશ્યલ ઈન્વેસટીગેશન ટીમ એસઆઈઆઈબીએ ઝડપી પાડયો હતો. ડકીલોફેનાક અને ગેબેડોલ ગોળીઓને પેપર પર ડીકલેર કરાઈ અને તેની આડમાં જ આફ્રીકન તથા નાઈજર દેશમાં ટ્રોમાડોલની ગોળીઓ કે જેને ફાઈટર ડ્રગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેનો ઉપયોગ કુખ્યાત આતંકવાદીઓ લાબા સમય સુધી જાગતા રહેવા માટે પણ કરતા હોવાનુ તારણ સામે આવી ચુકયુ છે તેવા ડ્રગ્સને નિકાસ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. પ્રારંભીક તબક્કે જ ૬૦ લાખથી વધુ ગોળીઓ ટ્રોમાડોલ કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૧૦ કરોડ જેટલી કિમંત થવા પામી જાય છે તે ડ્રગ્સને ઝડપી પાડયો અને તેની અલગ અલગ કેન્દ્રબિંદુઓ સાથે તપાસ શરૂ કરવામા આવી હતી. દરમ્યાન જ આ પ્રકરણમાં મળતી વધુ વિગતો અનુસાર દવાની આડમાં ડ્રગ્સ જે કન્ટેઈનરમાંથી નીકળી પડયા છે તેનું સીએચએ તરીકેનુ કામ મુંદરાના કસ્ટમ બ્રોકર દ્વારા કરવામા આવ્યુ હતુ જેને પણ તપાસના રડારમાં લેવામા આવ્યા હતા, જેના નિવેદનો લેવાયા હતા અને તે બાદ હવે તેનું લાયસન્સ રદ કરી દેવામા આવ્યુ હોવાની વિગતો સપાટી પર આવવા પામી રહી છે. બીજીતરફ આ બાબતે કંડલા કસ્ટમના તટસ્થ અને પ્રમાણીક કમિશ્નરશ્રી કે. એન્જીનીયરને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ કેસની જીણવટભરી તપાસ જુદા જુદા એંગલથી ચલાવાઈ રહી છે. દરમ્યાન જ દવાઓ જાહેર કરી અને તેમાં મેડીકલ ડ્રગ્સ પ્રતિબંધિત ટ્રોમાડોલનો દવાનો જથ્થો મળી આવવા પામતા આ પ્રકરણમા મુંદરાના શીપીંગ એન્ડ લોજીસ્ટીક કસ્ટમ બ્રોકર તરીકે રહેલા હતા તેમનુ લાયસન્સ હાલતુરંત રદ કરી દેવામા આવ્યુ છે. આ અંગે વિવિધ નિવેદનો લેવામા આવ્યા હતા. તો વળી બીજીતરફ જાણકારો કહી રહયા છે કે,  ટ્રોમાડોલનો જથ્થો રાજકોટ અથવા તો ગાંધીનગર સમીપીને કોઈ ફેકટરમાથી મુંદરા સુધી પહોચ્યો હતો તો અહી લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રનું કામ કોણે કર્યુ હતુ? કોઈ એક જ ટ્રાન્સપોર્ટર દ્વારા આ મેડકીલ ડ્રગ્સને હેન્ડલ કરાયો હતો કે પછી અલગ અલગ? તેની પણ અહી તપાસ થવી જોઈએ. કસ્ટમ કમિશ્નરશ્રીની લાલઆંખ ભરી કાર્યવાહીથી  મિસડીકલેરેશન કરનારા અમુક ભ્રષ્ટ સીએચએ ટોળકીમાં ફફડાટ ફેલાવવા પામી ગયો છે.

Comments

COMMENT / REPLY FROM