Trending News
રાજકારણ સમાચાર

ભુજમાં નાગોર પાસેની જુગાર કલબને ખાખીમાંથી  કોની મંજુરી? વહીવટદાર કોણ હતુ? હપ્તા કોણે ખાદ્યા?

23 August



લાખોનો મુદામાલ, ૧૮ જેટલા ખેલીઓ, જુગાર સંચાલકો, ફેાર વ્હીલર-ટુ વ્હીલર, રીક્ષા સહિતનો ૪૧ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરાયો છે તે જુગારમાં પડ કેટલાનો મંડાતો હશે? હારજીત કેટલી મોટી થતી હશે? : પૂર્વ કચ્છ એસપીશ્રીએ ક્રોસ રેડ કરાવી છે તો અહી સવાલ એ થાય છે કે,  બી ડીવીઝન પેાલીસ મથકવાળાઓ આટલી મોટી જુગાર કલબ બાબતે અંધારામાં જ હતા? એ ડીવીજનને રેડ પાડવાની જવાબદારી આપવાની કેમ ફરજ પડી? : જો પકડાયેલા જુગાર સંચાલકો અને ખેલીઓના મોબાઈલ ફોનના કોલ ડેટાની ચકાસણી કરવામા આવશે તો કોને કોને કેટકેટલા હપ્તાઓ અપાતા હતા, અને કોની મંજુરી મળેલી હતી તે સહિતના ખુલાસાઓ થશે?



ગાંધીધામ : પૂર્વ કચ્છના એસપી અને પશ્ચીમના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર દ્વારા ભુજના નાગોર રોડ આસપાસના વિસ્તારમાથી એક મસમોટી જુગાર કલબ પર ક્રોસ રેડ કરી અને સફળ દરોડો પાડી દીધો છે. તાજેતરમાં જ ભુજ એ ડીવીજન પોલીસની ટીમને જવાબદારી આપી અને બી ડીવીજનના વિસ્તામાં ચાલતી મોટી જુગાર કલબમાં ૧૮ જેટલા ખેલીઓ,જુગાર કલબ સંચાલક અને વાહનો સહીતનો ૪૧ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી લેવામા આવ્યો હતો. આ પ્રકારની ક્રોસ રેડ થવા પામતા ખેલીઓ અને જુગાર સંચાલકોમાં તો મોટી ફા..ડ પડવા પામી જ ગઈ છે પરંતુ હવે અહી સવાલ એ થાય છે કે, આ રીતે આટલી બધી મોટી જુગાર કલબ ચલાવાવની હિમંત આ કલબના સંચાલકો પાસે આવી હતી કયાંથી? આ જુગાર કલબ પર કોના ચાર હાથ રહેલા હતા? આવી રીતે ખુલ્લેઆમ જુગાર કલબ જેવા દુષણો, અસામાજીક બદીને ચલાવવા માટે ખાખીમાંથી કયા પલળેલા શખ્સોએ મજુરી આપી હતી? જુગાર કલબના સંચાલકો, ખેલીઓ, મુદામાલ પકડાયુ તે આવકારદાયક વાત છે પરંતુ આવી બદીઓને જો સદંતર ડામવી હશે તો તેને છુટ આપનારાઓને પણ શોધવા જ પડશે. હકીકતમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જુગાર કલબના સંચાલકો જે પકડાયા છે તેઓના મોબાઈલ કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરવાની જરૂર છે. જો આમ કરવામા આવશે તો તેઓ ખાખીધારીઓમાથી કોની કોની સાથે વાતચીત કરતા હતા? કોના તરફથી કેવા પ્રકારની છુટ આ કલબને શેની અવેજીમાં આપવામાં આવી હતી? તે સહિતના કઈક ખુલાસાઓ થવા પામી શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. અહી મોટો સવાલ તો એ પણ થવા પામી જ રહ્યો છે કે, બી ડીવીજન વિસ્તારમાં એ ડીવીજનની ટુકડી મોકલી અને જુગાર કલબ પર રેડ કરાવવાની ફરજ પડી રહી છે તો પછી બી ડીવીજન પોલીસ મથક, ડી સ્ટાફ સહિતનાઓની અહી શું જરૂરીયાત છે? તેઓ અહી શું કરી રહ્યા છે? શું તેઓને અહી અગરબત્તી કરવા જ રાખેલા છે? આટલી મોટી કલબ અહી લાંબા સમયથી ચાલતી હોવા ઉપરાંત પણ બી ડીવીજન દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી ત્યારે એ ડીવીજનની ટીમને મોકલવાની ફરજ પડીને? કારણ કે, આ કલબ અંગે ત્રણ દીવસ પહેલા આ જ આ પ્લેટફોર્મ કચ્છઉદયમા નામજોગ વિગતવાર અહેવાલ રજુ કરવામા આવ્યો જ હતો તેમ છતા પણ આવી બદીને ડામવમામાં બી ડીવીજનના પલળેલા ભ્રષ્ટ તત્વોના માથામાં ઝું પણ રેંગતી ન હોય તેવી સ્થિતી સર્જાઈ હતી અને અહી બેખોફીથી રોજના લાખોના હારજીતના પડ મંડાવવા પામી રહ્યા હતા. હકીકતમાં ક્રોસ રેડ થઈ છે ત્યારે બી ડીવીઝનના જાણતા કે અજાણતા લાપરવાહ રહેલા ડી સ્ટાફ સહિતનાઓના કડક પુછાણા લઈ અને તેમને અહીથી બદલાવવાની ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈેએ તેવી માંગ પણ જાણકારો દ્વારા થઈ રહી છે.




......................



કચ્છ રેન્જ આઈજીશ્રી, એસપીશ્રી, એસએમસીના પ્રમાણિક
તટસ્થ અધિકારીને દુષણોની આ નંબર પર આપો માહિતી.!


ગાધીધામ : કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના એસપી અને પશ્ચીમ કચ્છના ઈન્ચાર્ઝ એસપી એવા સાગર બાગમાર તથા સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતનાઓ દારૂ-જુગાર-ખનીજ સહીતના દુષણોની સામે કાયદાની ધાક બરાબરની જમાવી રહ્યા છે. તેઓ કોઈ પણ પ્રકારના ચમરબંધીને કાયદો હાથમાં લેવા આપે તેમ નથી અને જયા ચોકકસ માહીતીઓ હોય છે ત્યાં ભલભલા મુંછે લીબુ લટકાવી ફરનારાઓમાં પણ કાયદાનો ભય બેસાડતા વાર નથી કરતા. હાલમાં પણ જો કચ્છમાં કયાંય પણ જુગાર-દારૂ, ખનીજ ચોરી જેવી કોઈ પણ  ગેરકાયદેસર પ્રવૃતી બિનધાસ્ત થતી હોય તો આ અધિકારીઓના ફોન નંબર પર જાગૃત નાગરીક ચોકકસથીબાતમી આપી શકે છે તેવી અપીલ પણ આ તબક્કે કરવામાં આવી રહી છે. 
૧.સ્ટેટ મોનીટરીંગ સેલ : ૦૭૯- ર૩રપ૪ર૮૮/ મો.નં. : ૯૯૭૮૯૩૪૪૪૪  
ર. કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયા : ૯૯૭૮૪૦૮પ૭૧ 
૩. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર : ૯૯૭૮૪૦પ૬૯૦

Comments

COMMENT / REPLY FROM