Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા અદાણી પોર્ટે ગુણવત્તા પ્રદર્શનમાં મેદાન માર્યું

22 August


એએચસીસીક્યુસી ૨૦૨૪માં સર્વોચ્ચ ૧૩ ગોલ્ડ અને ૨ સિલ્વર એવોર્ડ

મુન્દ્રા : ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી સમૂહનું એક અંગ અદાણી પોર્ટ્‌સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. ગુણવત્તાની બાબતમાં પણ મોખરે છે. તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજીત કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્‌સ ૨૦૨૪માં મુંદ્રા પોર્ટને સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.અમદાવાદ ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્‌સ ૨૦૨૪માં મુંદ્રા પોર્ટે મેદાન માર્યુ છે. મુંદ્રા પોર્ટેની ટીમ ૧૩ ગોલ્ડ અને ૨ સિલ્વર ટ્રોફી મેળવી અવ્વલ રહી છે. ગર્વની બાબત એ પણ છે કે એપીસેઝ મુન્દ્રાને સૌથી વધુ ભાગીદારી અને જ્યુરી મેમ્બર તરીકેના યોગદાન માટે વ્યક્તિગત પુરસ્કારો પણ મળ્યા છે.એએચસીસીક્યુસી ૨૦૨૪માં વિવિધ ઉદ્યોગોના ૩૦૦થી વધુ વ્યાવસાયિકોની ૭૦થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કાઈઝન, એલક્યુસી, એલએસસી, સિક્સ સિગ્મા ક્વોલિટી સર્કલ અને ૫જી કેસ સ્ટડીઝ જેવી વિવિધ શ્રેણીઓ રાખવામાં આવી હતી. સરેરાશ ગુણાંક વિવિધ ટ્રબલ શૂટીંગ અને પ્રેઝન્ટેશન સ્કીલના અસરકારક ઉપયોગના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ૭૦ થી વધુ ટીમો અને ૩૦૦ ગુણવત્તાયુક્ત વ્યાવસાયિકોની કટ્ટર સ્પર્ધા વચ્ચે મુંદ્રા પોર્ટની ટીમોએ અસાધારણ સમસ્યાનું નિરાકરણ અને પ્રસ્તુતિ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ એપીસેઝની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય ફોરમમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી ક્યુસીએફઆઈ ભારતમાં ક્વોલિટી સર્કલ મૂવમેન્ટનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે.
મુન્દ્રા પોર્ટ જહાજો માટે સૌથી ઝડપી ટર્ન અરાઉન્ડ સમયનો રેકોર્ડ ધરાવે છે. ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેણે નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. એપીસેઝની ઉપલબ્ધિ વૈશ્વિક બજાર અને ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે ઝડપી ગતિશીલ ફેરફારોને સ્વીકારવાની અને ટકાઉ વૃદ્ધિ તરફ તેની સફર ચાલુ રાખવાની ક્ષમતાને રેખાંકિત કરે છે.
-----

Comments

COMMENT / REPLY FROM