Trending News
ક્રાઈમ

જિલ્લામાં જુગારના વધુ ૬ દરોડા ૩૪ પત્તા પ્રેમી ઝડપાયા

22 August


ભીમાસર, ચોપડવા, આદિપુર, ગાંધીધામ, માનકૂવા અને માંડવીમાં થયેલી કાર્યવાહીમાં ૧.૬૦ લાખની રોકડ પણ કબ્જે કરાઈ 


ગાંધીધામ : જિલ્લામાં જુગારના વધુ ૬ દરોડામાં ૩૪ ખેલી ઝડપાયા હતા. જયારે એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ૧.૬૦ લાખની રોકડ કબ્જે કરી છે.  રાપર તાલુકાના ભીમાસર ગામની પાસી સીમમાં આવેલ ડાયાભાઈ ભીમાભાઈની વાડીમાં જુગાર રમતા ૮ ખેલી ઝડપાયા હતા. જયારે એક ભાગી ગયો હતો. ખેલીઓમાં મહેન્દ્રભાઈ વેલાભાઈ રવાણી, માધુભાઈ બાઉભાઈ બાયડ, દિનેશભાઈ કુંભાભાઈ પરમાર, દિનેશભાઈ દેવાભાઈ સોલંકી, શિવાભાઈ સામતભાઈ મકવાણા, ડાયાભાઈ ભીખાભાઈ બાયડ, મહિપતભાઈ સવાભાઈ પરમાર અને મેહુલભાઈ સુજા ઉર્ફે ભુદાભાઈ ગોહિલને ઝડપી લેવાયા હતા. જયારે ડાયાભાઈ ભીમાભાઈ મકવાણા ભાગી જવામાં સફળ રહ્યો હતો. ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા ર૩,૩૦૦ તેમજ ૧૦ હજારના બે મોબાઈલ અને ૩.પ૦ લાખના બે વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.  જયારે ભચાઉમાં ચોપડવા કેનાલ પાસે જુગાર રમતા સામજીભાઈ ઉર્ફે પપ્પુ મોમાયાભાઈ કોલી, બાબુભાઈ રામજીભાઈ ભીલ, રમેશ પુજાભાઈ કોલી, બાબુભાઈ ટપુભાઈ કોલી અને ખીમગર રણછોડગર ગોસ્વામીને ઝડપી રોકડા રૂપિયા ર૮,૬૦૦, ૧પ હજારના બે મોબાઈલ ભચાઉ પોલીસે કબ્જે કર્યા હતા. આદિપુરમાં એસ.કે. પબ્લિક સ્કૂલ પાસે જુગાર રમતા ૪ શખસોને ઝડપી લેવાયા હતા. જેમાં મયુર કરશનદાસ કપ્ટા, વિવેક મહેન્દ્રભાઈ ઠક્કર, કરણ પ્રકાશભાઈ પજવાણી અને બંટી મહેશભાઈ કુડલાણીને ઝડપી રોકડા રૂપિયા ૧૯,૬૦૦ કબ્જે કરાયા હતા. ગાંધીધામમાં રિદ્ધિ સિદ્ધિ આર્કેટની સામે સૌરાષ્ટ્ર વેલ્ડિંગની પાછળ જુગાર રમતા વિજયભાઈ રમણીકલાલ પરમાર, વિમલભાઈ ઠાકરશી સચદે, અશોકભાઈ રાયચંદભાઈ ઠક્કર, કૈલાશકુમાર હસ્તિમલભાઈ સુથાર, મનસુખભાઈ મલુભાઈ સોલંકી, કિરીટભાઈ રઘુનાથભાઈ પરમાર અને દિનેશભાઈ કરશનભાઈ જરૂને ઝડપી રોકડા રૂપિયા ૬૮પ૦૦ અને ૧.૧૦ લાખના ૭ મોબાઈલ કબ્જે કરી બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  આ તરફ પશ્ચિમ કચ્છમાં માનકૂવા પોલીસે માનકૂવાના વથાણ ચોકમાં જુગાર રમતા રમજુ અબ્દ્રેમાન બાફણ, ભાવેશ હાસમ કોલી, સલીમ મામદ રહીમ બાફણ, જગદીશ જખુભાઈ ભદ્રુ, આદુ હમીર કોલી અને ફકીરમામદ બાફણને ઝડપી રોકડા રૂપિયા ૧૦,૩૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા.  માંડવીમાં જત નગર ખાતે જુગાર રમતા આસજન ચુનીલાલ દાતણિયા, નટવર અરજણ દાતણિયા, ચુનીલાલ ઉમેદ દાતણિયા અને રણછોડ કરશન દાતણિયાને જુગાર રમતા ઝડપી રોકડા રૂપિયા ૧૦,ર૩૦ કબ્જે કરવામાં આવ્યા હતા.


...........

આદિપુર અને વરસામેડીમાં વરલી મટકાના ખેલી ઝડપાયા 


આદિપુર પાસે મદનસિંહ સર્કલ નજીક વરલી મટકાના ખેલીને ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબીએ કરેલી કાર્યવાહીમાં સિંધુ વર્ષામાં રહેતા ગુરૂમુખદાસ વિરૂમલદાસ સતવાણીને ઝડપી લેવાયો હતો. આરોપી ગ્રાહકો પાસેથી વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે રોકડા રૂપિયા ૧૪,૧૧૦ કબ્જે કર્યા છે. જયારે વરસામેડીમાં રિક્ષા સ્ટેન્ડની બાજુમાં વરલી મટકાનો જુગાર રમતો રાજુ મનુભાઈ કોલી રોકડા રર૮૦ સાથે ઝડપાઈ ગયો હતો.

Comments

COMMENT / REPLY FROM