જિલ્લામાં અકસ્માત - અપમૃત્યુમા ત્રણ જીંદગી પર પૂર્ણવિરામ
માંડવીમાં બે મોપેડ ભટકાતા આધેડનું મોત : મીઠીરોહરમાં પુરૂષનો કોહવાયેલો દેહ મળ્યો : આડેસરમાં ફાંસો ખાઈ લેતાં યુવતીનું મોત
ગાંધીધામ : જિલ્લામાં અકસ્માત - અપમૃત્યુમાં ત્રણ જીંદગી પર પૂર્ણવિરામ મુકાયું છે. માંડવીમાં જન કલ્યાણ હોસ્પિટલ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી ફરાદીના દિનેશ થાવરભાઈ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે આરોપી એક્સેસ નંબર જી.જે. ૧ર એચએ ૭૧૧૮ના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી ફરિયાદીની બાઈક જી.જે. ૧ર એચબી ૬રર૦ સાથે ભટકાવી ફરિયાદીને ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડી હતી. જયારે બાઈક પાછળ બેઠેલા ૬૦ વર્ષિય ઈબ્રાહીમ ઈશાક ચૌહાણને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજયું હતું. જે અંગે માંડવી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ તરફ ગાંધીધામમાં મીઠીરોહર સર્વે નંબર ૩પ૧/રમાં પુરૂષનો કોહવાયેલો દેહ મળી આવ્યો હતો. લીમડાના ઝાડ નીચે અજાણ્યા યુવાનની લાશ હતી. એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જયારે રાપર તાલુકામાં આડેસરમાં રહેતા ર૦ વર્ષિય જાસમીનબેન અસરફભાઈ હિંગોરજાએ પોતાના ઘરે ફાંસો ખાઈ લેતાં મોત થયું હતું. આડેસર પોલીસે એડી દાખલ કરી છે.

Comments