મુંદરામાંથી નોનબાસમતિ નિકાસ કૌભાંડમાં : સ્થાનિક કસ્ટમના ભ્રષ્ટ તત્વો પર શા માટે લાલઆંખ નહીં..!
જુન ર૦ર૪માં મુંદરામાં પ્રાથમિક તબક્કે દિલ્હી ડીઆરઆઈએ ૪૦ કન્ટેઈનર ઝડપી પાડયા હતા પરંતુ પંજાબની
સબંધિત પાર્ટીએ ચોખાના પાછલા બે-પાંચ માસમાં કરેલા થોકબંધ કન્ટેઈનરમાં આવા કસ્ટમના ભ્રષ્ટ તત્વોએ લીલાલહેર કરી અને લીલીઝંડીઓ આપી દીધી છે કે કેમ? તેની ઉંડી તપાસ કેમ ન કરવામાં આવે?
’
જુન ર૦ર૪માં મુંદરામાં પ્રાથમિક તબક્કે દિલ્હી ડીઆરઆઈએ ૪૦ કન્ટેઈનર ઝડપી પાડયા હતા પરંતુ પંજાબની સબંધિત પાર્ટીએ ચોખાના પાછલા બે-પાંચ માસમાં કરેલા થોકબંધ કન્ટેઈનરમાં આવા કસ્ટમના ભ્રષ્ટ તત્વોએ લીલાલહેર કરી અને લીલીઝંડીઓ આપી દીધી છે કે કેમ? તેની ઉંડી તપાસ કેમ ન કરવામાં આવે?
નોનબાસમતી-પેરાબોઈલ ચોખાના ૪૦૧થી વધુ કન્ટેઈનર દિલ્હી સુધી ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સને બાતમી મળતા અટકાવાયા, મુંદરામાં કસ્ટમ વિભાગમાં કાર્યરત એક અધિકારીએ તો આ કન્ટેઈનરને કલીનચીટ આપી જ દીધી હતી? એકઝામિનર, અપ્રેઈઝર કોણ હતુ? કોના કહેવાથી આવા કન્ટેઈનરને લીલીઝંડી આપી દેવાઈ હતી?
ગાંધીધામ : મુંદરામાં મિસડીકલેરન કરી અને ડયુટીચોરી એક યા બીજી રીતે કરનારા તત્વો માજા મુકી રહ્યા છે. એકને મુકીીને બીજુ અને બીજાને મુકીને ત્રીજા દાણચોરીયુકત કન્સાઈનમેન્ટ આયાત-નીકાસના અહી ઝડપાવવા પામી રહ્યા છે. ત્યારે દરીયાઈ વેપાર વાણીજયમાં આવી ગેરરીતીઓ ન થાય તે જોવા માટે ખાસ કરીને સરકાર દ્વારા અહી કસ્ટમવિભાગને તૈનાત કરવામા આવ્યુ છે અને પ્રતિ તબકકે કસ્ટમના જવાબદારોની અહી જવાબદારીઓ ફીટ કરાયેલી છે ત્યારે મુંદરા બંદર પર જે દાણચોરીયુકત કન્સાઈનમેન્ટ એક પછી એક સામેઆવવા પામી રહ્યા છે તેને જોતા કસ્ટમની ભૂમિકા અહી ફરીથી શંકાના દાયરામાં આવી રહી છે. અગાઉ જુન માસના અંતે મુંદરા બંદર પર દિલ્હી ડીઆરઆઈ દ્વારા ત્રાટકી અને ચોકકસ બાતમીના આધારે અહીથી બાસમતિ કહી અને નોન બાસમતી ચોખા નિકાસનુ કાભાંડ ઝડપી પાડયુ હતુ અને પ્રથમ તબક્કે અહી ૪૦ જેટલા કન્ટેઈનર સાઈડમાં કરાવી અને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પેરાબોઈલ્ડ એટલે કે બાફેલા ચોખાનો ખેલ પણ સામે આવવા પામી ગયો હતો. આ તપાસ આગળ ધપતા મુંદરામાથી જે ૪૦ કન્ટઈનરઅટકાવ્યા હતા તે જ રીતના ચોખા નિકાસના કૌભાંડનો ખુલાસો મુંબઈના જેએનપીટી પોર્ટ સહિતમાં થવા પામ્યો હતો અને બધાય થઈને અત્યાર સુધીની તપાસમાં આવા ૪૦૦ કન્ટેઈનર એજન્સીના રડાર પર આવી જવા પામ્યા છે જેની ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે. નોધનીય છે કે, અગાઉ મુંદરા પોર્ટ પરથી બાસમતી ચોખાના નામે નોન બાસમતી ચોખાની નિકાસ થતા હોય તેવી આશંકા સાથે ૪૦ જેટલા કન્ટેઈનર દીલ્હીની એજન્સીને ધ્યાને આવતા તેને બાજુ પર મુકાવી અને તેનુ ઈન્પેકશન કરવામા આવતા તેમાથી બાસમતીના નામે નોનબાસમતી તથા પેરાબોઈલ ચોખાનો જથ્થો નીકળી આવ્યો હોવાની વિગતો સપાટી પર આવવા પામી રહી હતી. એકાદ માસ બાદ આ આંક ૧પ૦ કન્ટેઈનરે પાર થવા પામી ગયો હોવાનુ મનાય છે અને તેનું પૃથકરણ અને તપાસ ચાલી જ રહી છે પરંતુ અહી મોટો સવાલ એ થવા પામી રહ્યો છે કે, આ કન્ટેઈનરને મુંદરામાં તો કસ્ટમના એક અધિકારીએ કલીનચીટ આપી દીધી હતી. તેઓએ તો એકઝામિનેશન કરી અને આ કન્ટેઈનરને જવા દીધા હોવાની વાત સામે આવી હતી. આ તો દિલ્હી સ્થિતી એજન્સીના ધ્યાને વાત આવી અને તવાઈ બોલાવીને કન્ટેઈનર અટકાવાવમા આવ્યા છે? જે સ્થાનિક કસ્ટમના અધિકારીએ કલીનચીટ આપી દીધી હતી તેનેી સામે અને તેના નેટવર્કમાં જે કોઈ પણ ભ્રષ્ટાચારીઓ સંકળાયેલા હોય તે બધાયની સામે ધાક બેસાડતી લાલઆંખ ભરી કાર્યવાહી થવી જોઈએ. એ કેમ હજુ સુધી કયાય જોવા મળતી નથી. જે વખતે ૪૦ કન્ટેઈનરો અટકાવ્યા હતા તે વખતે કલીનચીટ આપી દેનારા મુંદરા કસ્ટમના એક અધિકારીને સાઈડલાઈન કરી દેવાયા હતા પરંતુ હકીકતમાં તો આવા તત્વોના કડક રીમાન્ડ લઈ અને તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે તે બધાયના ચહેરા બેનકાબ કરવા જોઈએ. આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં કેમ નથી આવ્યો? શું આ એક અધિકારીની સામે કાર્યવાહી થાય તો અહીથી કઈક બીજા પણ મોટા પ્રકરણો અને તેમાં કસ્ટમના ભ્રષ્ટ બાબુઓના કાળા ધોળા ખુલવા પામી જાય તેવી ભીતી સેવાઈ રહી છે?
......................
મુંદરા-કંડલા કસ્ટમના ભ્રષ્ટબાબુઓનો
આ રહ્યો ભાવપત્રક : કોણ કેટલા લે છે?
’
ગાંધીધામ : મુંદરા અને કંડલા કસ્ટમમાં કયા તબક્કેથી કયા કક્ષાના અધિકારી સુધી કેવા કેવા કામ પેટેના ફિક્ષ ભાવો શુ લેવાઈ રહ્યા છે? એટલે કે, પાર્ટી પાસેથી કટકી નાનાથી લઈ અને ઉપર સુધીના અધિકારીઓ શુ ભાવની સ્વીકારી રહ્યા છે તે ભાવો પણ ચર્ચાય છે તે નીચે મુજબ છે.
• એસેસમેન્ટ સુપ્રીટેન્ડેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• ડે.કમિ.એસેસમેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• એકઝામિનેશન સુપ્રી. : રપ૦ થી ૪૦૦
• એકઝામીનેશન ઈન્સપેકટર : રપ૦ થી ૪૦૦
• ફેસલેશ અસેસમેન્ટમાં અપ્રેઈઝર : પ૦૦થી ૭૦૦ અને ડીસી : પ૦૦થી ૭૦૦.
• (રીએકઝામીનેશન) સુપ્રીટેન્ડેન્ટ : ૫૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• (રીએકઝામીનેશન) ઓફિસર :૨૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• કસ્ટમ ગેટપર નવા સીલ પેટે : ૧૦૦૦ (પ્રતિ સીલ)
વિચારતો કરો, હવે ફેશલેશ સિસ્ટમમાં પણ મંગાય છે
સલીયાણાં...! : આ સિસ્ટમ ભ્રષ્ટાચાર ડામવા છે કે, વધારવા ?

Comments