કચ્છમાં જુગારના વધુ ૧૦ દરોડામાં પ૪ ખેલીઓ ઝડપાયા, ર ફરાર
ખેલીઓ પાસેથી ૧.પ૭ લાખ રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો : સ્થાનિક પોલીસ અને એલસીબી વચ્ચે જુગારના કેસો શોધવા હરીફાઈ થતી હોય તેવો તાલ
ભુજ : જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ ખીલી ઉઠી છે, ત્યારે વધુ ૧૦ દરોડામાં પ૪ ખેલીઓ ઝડપાયા હતા. જેમાં ૧.પ૭ લાખ રોકડા ઉપરાંત મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જુગારના કેસો શોધવા માટે હવે પોલીસ વચ્ચે જ હરિફાઈ શરૂ થઈ ગઈ છે. નાના નાના કેસ શોધીને મોટા જુગાર કલબો પર આશિર્વાદ રાખવામાં આવતા હોવાની પણ ચર્ચા છે. એલસીબીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસે પણ જુગારનો કેસ શોધ્યો છે. જેમાં સોનલનગરમાં જુગાર રમતા ૮ ખેલીઓને રોકડા રૂપિયા ર૧,૦૭૦ અને પપ,૦૦૦ના ૬ મોબાઈલ સાથે ઝડપી લેવાયા હતા. જેમાં હરેશભાઈ જગદીશભાઈ મોચી, કિશન અશોકભાઈ મંગે, વિપુલભાઈ વાલજીભાઈ સેંધવ, બચુભાઈ રામજીભાઈ ભરવાડ, પ્રેમભાઈ હરેશભાઈ મોચી, જયરાજ ભગવાનસિંહ રાજપૂત, વિનોદ વેલજીભાઈ મહેશ્વરી અને પવન હરેશભાઈ મોચીનો સમાવેશ થાય છે. આ તરફ એલસીબીએ ગાંધીધામ એ ડિવિઝનની હદમાં આવતા ગળપાદર ગામે દરોડો પાડી ૬ ખેલીઓને રોકડા રૂપિયા ૩૪,૮પ૦ અને ૬૦ હજારના ૬ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. જેમાં નિલેશભાઈ મોહનભાઈ કારવેલા, અમરતભાઈ બાબુભાઈ ગુંસાઈ, સંજયભાઈ સાદુરભાઈ રામુ, અશોકભાઈ ભીખુનાથભાઈ યોગી, રાજેશભાઈ બાબુભાઈ ઠક્કર અને નવીનભાઈ ધનાભાઈ વિરડાને ઝડપી લેવાયા હતા. લાકડિયા પોલીસે જુગારના બે કેસ શોધ્યા હતા. જેમાં લાકડિયાના મણિનગરમાં જુગાર રમતા સુરેશ રવજી કોલી, ટપ્પુ છગન કોલી, રાજુ રામજી કોલી, નવઘણ જેમલ કોલીને ઝડપી રોકડા રૂપિયા ૧૧,૧૦૦ કબ્જે કર્યા હતા. કોજાણી વાસમાં જુગાર રમતા નવીન બાબુભાઈ કોલી, ભરત શિવા કોલી અને રાજેશ માનસંગ કોલી રોકડા પ,પ૦૦ સાથે પકડાઈ ગયા હતા. એલસીબીએ અંજારના લુણંગનગર દબડા વિસ્તારમાં જુગાર રમતા ૮ ખેલીઓને ઝડપી રોકડા રૂપિયા ૧૭,૪પ૦ કબ્જે કર્યા હતા. જેમાં નારણભાઈ દામજીભાઈ ધેડા, મહેશ ઉર્ફે પરેશ ભવાનભાઈ સુથાર, કાનજીભાઈ ભાણજીભાઈ આયડી, શિવજીભાઈ અરજણભાઈ દનિચા, ધવલભાઈ હરશીભાઈ ધુઆ, મામદશા જમનશા શેખ, કમલેશભાઈ હીરજીભાઈ મહેશ્વરી, હેમરાજભાઈ ડાયાલાલ મહેશ્વરીને ઝડપી લેવાયા હતા. રાપર પોલીસે તાલુકાના રામવાવ ગામે જુગાર રમતા ધારાભાઈ હરિભાઈ સોનારા, હરિભાઈ પેથાભાઈ સોનારા, ધારાભાઈ ધનાભાઈ સોનારા અને ધારાભાઈ કરશનભાઈ સોનારાને ઝડપી રોકડા રૂપિયા ૧પ,૦૮૦ અને ૧૦ હજારના મોબાઈલ કબ્જે કરી ગુનો દાખલ કર્યો હતો. ભુજ તાલુકાના સેડાતા ગામથી પૂર્વે દિશામાં રખાલની બાજુમાં અબ્દ્રેમાન અલીમામદ રાઠોડની વાડીની બાજુમાં નદીના છેલામાં જુગાર રમતા ૧૦ ખેલીઓ ઝડપાયા હતા. જેમાં અબ્દ્રેમાન ઉપરાંત ઓસમાણગની રહેમતુલ્લા થેબા, હમીદા ઈસ્માઈલ રાયમા, રસીદા જુસબ લુહાર, સકીના મામદ માંજોઠી, જુલેખા સલીમ માંજોઠી, કુસુમબેન મામદ હિંગોરા, રૂકિયા ગફુર માંજોઠી, ઈકબાલ સંઘાર અને ઉંમર રાયમા ઉર્ફે ટપાલી જુગાર રમતા મળી આવ્યા હતા. ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા ૧પ,પ૦૦ તથા ૧૦ હજારના મોબાઈલ અને ૪પ હજારના ૩ વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. આ તરફ માંડવી તાલુકામાં નાની ખાખરથી ફરાદી જતા રોડ પર પિયાવા વાડી વિસ્તારની બાજુમાં જુગાર રમતા વનરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ મનુભા જાડેજા, વિરપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પકડાયા હતા. જેઓ પાસેથી રોકડા રૂપિયા રપ,૩૦૦ અને ૧પ હજારના ૩ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા. જયારે શૈલેષભાઈ છારવા અને જાકબ સમેજા ભાગી ગયા હતા. મહત્વનું છે કે, કોડાય પોલીસની હદમાં એલસીબીએ કાર્યવાહી કરી તેમાં પણ ખેલીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ અગાઉ કોડાય પોલીસે જુગારના જે કેસો શોધ્યા છે તેમાં પણ ખેલીઓ ભાગી જવામાં સફળ રહેતા આ સીલસીલો યથાવત રહેવા પામ્યો હતો. દયાપર પોલીસે નારણસિંહ સતીદાનસિંહ રાઠોડ, મુલસિંહ રણછોડસિંહ રાઠોડ, ભીમસિંહ સતીદાનસિંહ રાઠોડ અને વિક્રમસિંહ સવાઈસિંહ રાઠોડને જુગાર રમતા ઝડપી રોકડા ૧ર૬૦ કબ્જે કર્યા હતા. તો મુંદરા પોલીસે નવીનાળ ગામે દરોડો પાડ્યો હતો. રેઈડ દરમિયાન પડમાંથી પોલીસને રોકડા રૂપિયા ૧૦,૩૦૦ મળી આવ્યા હતા. જેમાં ખેલીઓ વિજપાલ તેજાભાઈ થારૂ, વેરશી ખમુભાઈ મહેશ્વરી, અરવિંદ માયાભાઈ થારૂ અને હિતેશ ખેરાજભાઈ થારૂ જુગાર રમતા પકડાયા હતા.

Comments