Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં એજીસ ઓઈલ કંપનીની ઘોર લાપરવાહી : વોપેક-સીઆરએલ ટાંકામાંથી લીકેજના વધતા છીંડા

21 August

તંત્ર જાગે નહી તો મોટી હોનારત સર્જાશે..!







ગત રોજ રાત્રે સીઆરએલ-વોપેક જે એજીસ સંચાલિત છે તેના જંકશન પાસે હોર્સ પાઈપ તુટતા ૩૦ ટનથી વધુ સીપીયુ આસપાસના વિસ્તારમાં રેલાઈ ગયુ : આ જ ઓઈલનો જથ્થો દરીયામાં ઢોળાયો હોત તો? એજીસ કંપનીના ઓઈલ સંચાલન અને સંગ્રહમાં છાશવારે વધી રહી છે લીકેજની ફરીયાદો : થોડા સમય પહેલા જ અહી એફઓસીટી ટેંકની આસપાસમાં પણ મોટી માત્રમાં ઓઈલ લીકેજનો સર્જાયો હતો ગંભીર પ્રશ્ન : લાંબા સમય સુધી ફેલાયેલા આ ઓઈલના જથ્થામાં પક્ષીઓના મોતની પણ આવી હતી ફરીયાદ



ગુજરાત પ્રદુશણ નિયંત્રણ બોર્ડ, ડીપીએ-કંડલા ફાયર વિભાગ, ટ્રાફિક વિભાગ સહિતનાઓના મોઢે કેમ આ કંપની સામે કાર્યવાહી કરવા અંગે લાગી ગયા છે તાંણા? કે પછી કંપની જેવા અને જેટલા મોઢા તેવા ભ્રષ્ટ ડુચ્ચાઓ ભરાવી બેઠી છે? માટે જ ધાક બેસાડતી કાર્યવાહી નથી કરવામાં આવતી?



ખાટલે મોટી ખોટ : એજીસ કંપનીના લ્યો પુછાણા? કેવી રીતે હોર્સ ફાટયો? કયા કારણોસર ફાટયો? કેટલુ સીપીયુ ઓઈલ ઢોળાયું? કોની બેદરકારી છે? કેમ હોર્સ ફાટવા પામ્યો છે? આસપાસમાં ઓઈલથી પ્રદુબણ ફેલાયુ છે તે માટે કપની શું કરશે? આ કંપનીની બેદરકારીઓને કોણ છાવરી રહ્યુ છે?




ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સમીપે દેશ નહી એશીયાનુ સૌથી મોટુ મહાબંદર કંડલા ધમધમી રહ્યું છે. આ કડલામાં દેશની સંપત્તી સમાન અનેકવિધ કેમીકલ-ઓઈલની આયાત નિકાસ કરવામા આવી રહી છે. વિદેશથી આવતા ઓઈલને દેશના અન્ય ભાગો સુધી પહોચાડવા માટે અહી તેના સંગ્રહ કરવાના મહાકાય સ્ટોરેજ આવેલા છે તથા તેના માટેની જરૂરી પાઈપલાઈનો પણ બીછાવાયેલી છે. અતિ ઝડપથી સળગી ઉઠે તેવા જવલંતશીલ કેમીકલના સ્ટોરજ અથવા તો પાઈપલાઈન અણુબોમ્બ પર બિરાજમાન કંડલા સંકુલને માટે ભયાવહ અને ભયાનક હોનારત સર્જી શકે તેવી ગંભીર બેદરકારી અને લાપરવાહી દાખવતી ઘટનાઓ પણ બનવા પામી જતી હોય છે. દરમ્યાન જ કંડલામાં આવેલી એજીસ કંપની કે જે સીઆરઓલ વોપેક સહિતની અલગ અલગ કંપનીઓના સંચાલકો પણ કરી રહી છે તેમાં પણ પાછલા અમુક સમયથી કેમીકલ-સીપીયુ લીકેજની ઘટનાઓમા પણ વધારે થવા પામી રહ્યો છે. કદાચ એકાદ વખત નાનું સુનું છીડુ હોય તો માની શકાય પરંતુ આ કંપનીના આસપાસમાં તો જે લીકેજ થાય છે તેમાં તો ગણતરીની મીનીટોમાં આસપાસમાં તળાવો જ કેમીકલ-ઓઈલના સર્જાઈ જતા હોય તેવા દ્રશ્યો ઉભા થઈ જવા પામતા હોય છે. એજીસ કંપનીની બહાર એફઓસીટીના ટાંકા તરીકે ઓળખાતા સંગ્રહસ્થળ પાસે જ લીકેજથી મોટુ ઓઈલનુ તળાવ સર્જાઈ જવાની ઘટનાની સ્યાહી કહો કે તપાસ હજુ સુધી સુકાવવા પામી જ નથી, અહી આ પ્રકારના ઓઈલના આસપાસમાં નીકાલ કે પછી ઢોળાઈ જવાથી તેમા પક્ષીઓના મોતની પણ ફરીયાદો ઉઠી હતી. તે વચ્ચે જ આ જ કંપનીની લાઈનમં ફરીથી મોટુ લીકેજની ઘટના બનવા પામી હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગત રોજ રાત્રીના સમયે એજીસ કંપનીથી આગળ જેટીથી સહેજ આગળના ભાગે જતા સીઆરઓલની સમીપે એનપીપી કંપનીના જંકશનનું લુપ આવેલ છે, લુપ અપાયેલુ છેુ તે સ્થળ પર એજીસ કંપનીનો હોર્સ ફીટ કરેલો હતો, આ હોર્સ બાંધવામાં કયાંક ને કયાક બેદરકારી રખાઈ હોય તેમ આ હોર્સ ફાટયો અને એકીઝાટકે ૩૦ ટન જેટલુ સીપીયું અહી આસપાસમાં ફેલાઈ જવા પામી ગયુ છે. ૩૦ ટન સીપીયુ આસપાસમાં ફેલાઈ જવુ એ કોઈ નાની સુની ઘટના નથી.અહી હોર્સ બરાબર ન બાધયો અને પ્રેસર સાથે ઓઈલ સપ્લાય થયુ હશે એટલે હોર્સ ફાટી જવા પામયો છે. હકકીતમાં આ કંપનીમાં કેટલી હદે લાલીયાવાડી કહો કે પછી લાપરવાહી દાખવાય છે તેનો પણ આ એક વધુ નમુનો સામે આવવા પામી ગયો છે. અગાઉ પણ જીપીસીબી સહિતના તંત્રોએ અહી લટાર મારી હતી પરંતુ કાર્યવાહીના નામે તે બધાય મીંડુ જ રહયા હતા અને તેથી જ આ કંપનીની લાપરવાહીઓ જાણે કે વધતી જ જતી હોય તેમ છાશવારે અહી લીકેજની ઘટનાઓના છીંડા સામે આવવા પામી રહ્યા છે. ડીપીએ કંડલા, ટ્રાફિક વિભાગ, જીપીસીબી સહિતનાઓ ધાક બેસાડતી કાર્યવાહી કરવાના બદલે આવી કંપનીઓ પાસેથી જો માત્ર ખુદના જ ગજવા ગરમ કરતી રહેશે તો આગામી સમયમાં આ પ્રકારની બેદરકારથી થકી એજીસી કંપનીમાં ભયાનક અને ભયાવહ હોનારત આખાય કંડલા સંકુલ માટે ખતરારૂપ સ્થિતી ઉભી કરી શકે છે તેમ જાણકારો માની રહ્યા છે.




..................



અંજારના પ્રાંત અધિકારી કેમ ન કરે લાલઆંખ?



ગાંધીધામ : કંડલામાં અતિ જોખમી અને હેર્જાડીયસ એટલે કે જવલંતશીલ કેમીકલના મોટા મોટા સ્ટોરેજ ટેંક આવેલા છે અને આ ટેંકમાં સલામતીના જે ધારાધોરણો હોવા જોઈએ તેની ચુકના હિસાબે અહી સમયાંતરે ગંભીર પ્રકારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી જ રહી છે. હાલમાં પણ એજીસી સંચાલિત અલગ અલગ ઓઈલ-કેમીકલની પાઈપલાઈનોમાં કે તેના સંચાલનમાં છીંડાની ફરીયાદો વધી જ રહી છે ત્યારે અંજારના એસડીએમશ્રીએ આ બાબતે કડકાઈથી કાર્યવાહી કરવી ઘટે. અંજારના પ્રાંત અધિકારીએ એજીસ કંપનીના સંચાલકોને રૂબરૂ તેડાવી અને આ મુજબની લીકેજની ઘટનાઓ કેમ અહી છાશવારે બની રહી છે તે બાબતે કાન આમળવા જોઈએ તથા સલામતીના નિયમો અનુસારની જોગવાઈઓ છે તે કેટલી અહી પૂર્ણ કરવામા આવશે અને કેટલી નહી? તેનો પણ લેખિતમાં પુછાણું લેવુ ઘટે? કંપનીમાં જે અધુરાશો હોય તે કડકાઈથી પૂર્ણ કરાવવા એસડીએમશ્રી અંજારે ત્વિરત જ લાલઆંખ કરી દેખાડવી ઘટે.



......................




ડીપીએ-કંડલાના ડીસી એજીસ કંપનીના કાન 
કેમ નથી આળતા? ફાયર વિભાગ બને કડક.!





લીકેજની ઘટના બની હતી, કંપનીને તેડું મોકલ્યુ છે, વિગતો અંકે કરી અને સબંધિત વિભાગને અમે રીપોર્ટ મોકલી આપીશુ : શ્રી ચક્રવર્તી(ફાયર ઓફીસર, ડીપીએ-કંડલા)



ગાંધીધામ : કંડલામાં કાર્યરત એજીસ કંપની દ્વારા સીપીયુ પરિવહનમાં બેદરકારી દાખવાઈ રહી હોય તેમ અહી લીકેજની ઘટનાઓ બની રહી છે. ગઈકાલે પણ અહી લીકેજ બનવા પામ્યું છે. આ બાબતે ડીપીએ કંડલાના ફાયર ઓફીસર શ્રી ચક્રવર્તની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, ગઈકાલે રાતે ઘટના બની હતી. કંપનીનો હોર્સ-વાલ્વ લીકેજ થવા પામ્યો હતો. કંપનીને તેડાવી છે અને કેવી રીતે ઘટના બની છે, તથા આસપાસમાં જે ઓઈલઢોળાયુ છે તે પણ આ કંપની જ ઉપાડી અને નિકાલ કરશે તેમ તેઓએ જણાવ્યુ હતુ. કંપનીના પુછાણા લઈ અને તપાસ અહેવાલ ડીસી ડેપ્યુટી કન્જવેટર્ર શ્રીને સુપરત કરાશે તેમ જણાવ્યુ હતુ.

Comments

COMMENT / REPLY FROM