Trending News
સ્થાનિક સમાચાર

દ્વારકા હાઈવે પર અકસ્માતમાં કચ્છી યુવાનનું મોત

20 August


ભુજ : મુળ કચ્છના અને હાલે મુલુંડ-વેસ્ટમાં રહેતા કચ્છી લોહાણા જ્ઞાતિના ૩૩ વર્ષના યુવાન વિરલ આઈયાનું દ્વારકા પાસે હાઇવે પર હંજિયાખડી ગામ નજીક રવિવારે અકસ્માત થતાં મૃત્યુ થયું હતું, જ્યારે તેની સાથે કારમાં મુસાફરી કરનાર વિનય શાહ અને યુગલ જિન્દલને ગંભીર ઈજા થઈ હતી. દ્વારકા હાઇવે પર પડેલા મોટા ખાડાને કારણે વિરલની કાર આઠ વખત પલટી ખાઈ ગઈ હતી.આ અંગેની વિગતો મુજબ ગાંધીધામથી શનિવારે સવારે હતભાગી વિરલ સહિત ત્રણેય યુવાનો સોમનાથના દર્શન કરવા ગયા હતા, દર્શન કરીને પરત ફરતી વેળાએ હંજિયાખડી ગામ નજીક વૈદેશ્વર આશ્રમ પાસે હાઇવે પર પડેલા મોટા ખાડામાં વિરલનો કારના સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ જતાં કાર પલટી ખાઈ ગઈ હતી. ત્યાર બાદ ભેગા થયેલા લોકોએ ત્રણેય જણને કારમાંથી બહાર કાઢીને ઍમ્બ્યુલન્સમાં જનરલ હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં યુગલ અને વિરલને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, પણ ડૉક્ટરોએ વિરલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો..

Comments

COMMENT / REPLY FROM