Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ભંગારના વાડામાં લાગે આગ બે કલાકની જહેમત બાદ કાબૂમાં આવી

20 August



ભંગારના વાડામાં  આગ બુઝાવવામાં ફાયર વિભાગે ૩૬ હજાર લિટર પાણીનો મારો ચલાવ્યો


ભુજ : શહેરના સરપટ ગેટ પાસે આવેલ વાડામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને ફાયર વિભાગની ટીમે બે કલાક પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ શહેરની ઉત્તર દિશાએ આવેલા સરપટ ગેટ નજીક ાંગતી રાત્રે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. બનાવના પગલે ફરજ પરના પોલીસ જવાનાએ ફાયર વિભાગ કોરી જાણ કરી હતી કે, મામદભાઈ કુંભારના ભંગારના વાડામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે. જેના પગલે સુધારાઈ હસ્તકના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને બે કલાકની ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. આગને કાબુમાં લેવા ફાયર વિભાગને ૩૬ હજાર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો. જોકે ઘટના અંગેનું કારણ અંકબંધ રહ્યું હતું. માર્ગે આવેલા મામદભાઈ કુંભારના વાડામાં ભાંગતી રાત્રિના ૨.૪૫ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. આગ આસપાસની કેબિનમાં ફેલાય તે પહેલાં પહોંચી આવેલા ફાયર વિભાગે આગને આગળ વધતી અટકાવી હતી અને ફાયર ફાયટર ટીમે સતત બે કલાક સુધી ૩૬ હજાર લિટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગથી પ્લાસ્ટીક વેસ્ટ અને જૂના બારી દરવાજા સળગી ઉઠ્‌યા હતા, અંદાજીત રૂપિયા ૩૦થી ૪૦ હજારની કિંમતનું નુકશાન થયું હશે. આગ બુઝાવની કામગીરીમાં ફાયરના ડીસીપીઓ ભાવેશ માતંગ, જગદીશ દનીચા, મામદ જત, ફાયરમેન રમેશ ગાગલ, વાઘજી રબારી, કરણ જોશી જોડાયા હતા. રાત્રીના આગના બનાવથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.



 

Comments

COMMENT / REPLY FROM