પૂર્વ કચ્છમાં ક્રિકેટ સટ્ટા માટે બેન્ક ખાતા ભાડે આપવાનું કૌભાંડ ઝડપાયું
ક્રિકેટ સટાના નાણાંની ગેરકાયદે હેરફેર માટે ૮ થી ૧૦ હજાર રૂપિયા આપી બેન્ક ખાતા ભાડે લઈ લેવાતા : ૪૪ બેન્ક ખાતામાં ૧૩.૫૫ કરોડની રકમ ટ્રાન્સફર થઈ હોવાનો ખુલાસો : બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે આદિપુરથી ૨ શખ્સોની ધરપકડ કરી : મુંબઈ રહેતા શખ્સને બેન્ક ખાતા ભાડેથી આપવા બદલ એક ખાતાદીઠ ૩૦ હજાર કમિશન મળતું : અગાઉ પૂર્વ કચ્છ પોલીસે આ પ્રમાણે ૧૨ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનું ઝડપ્યું હતું કૌભાંડ : બંને ગુનામાં સંડોવાયેલો આદિપુરનો રાજ ધનવાણી હજીય ફરાર
ગાંધીધામ : ક્રિકેટ સટ્ટામા આવતા ગેરકાયદેસર નાણાનો વ્યવહાર કરવા માટે બેન્ક ખાતા ભાડે રાખવાની પ્રવૃતિનો હવે રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે.અગાઉ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે ૧૨ કરોડના વ્યવહારનો પર્દાફાશ કર્યા બાદ રેન્જ પોલીસે ૧૩.૫૫ કરોડના વ્યવહારનો પર્દાફાશ કર્યો છે આ સાથે આદિપૂરના ૨ માસ્ટર માઇન્ડ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.રેન્જ આઈજી ચિરાગ કોરડીયા દ્વારા સરહદી રેન્જમા સાયબર ફ્રોડના ગુના શોધવા અને અટકાવવા સુચના આપી છે જે અન્વયે સાયબર ક્રાઈમ પીઆઇ વાય.કે.ગોહિલને બાતમી મળી હતી કે, ગજવાણી રોડ આદીપુર ખાતે એક સફેદ કલરની ટોયોટા કંપનીની ઈટીઓસ કાર નં ય્ત્ન ૧૨ મ્છ ૧૯૨૯ વાળીમાં આદીપુર ખાતે રહેતા નરેશ સંગતાણી તથા ભરત નેનવાયાએ તેના મળતીયા માણસો સાથે મળી ગુનાહીત કાવતરૂ રચી અલગ અલગ લોકોને લોભ લાલચ આપી તેમની પાસે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા છે અને એકાઉન્ટ હોલ્ડર પાસેથી ૮ થી ૧૦ હજારમાં એકાઉન્ટ કમીશન ઉપર વાપરવા માટે મેળવી લીધા છે.આ એકાઉન્ટનો ઉપયોગ ક્રીકેટ સટ્ટામા આવતા ગેરકાયદેસર નાણાનો ગેરકાયદેસર વ્યવહાર કરવા મુંબઈ મહારાષ્ટ્ર ખાતે રહેતા બાબુભાઈ બાળાને તમામ બેન્ક ખાતાની વિગત મોકલી હોવાની હકીકત જાણવા મળી હતી.બાતમી આધારે વોચમા રહી મજકુર ઈસમોને પકડી પાડી તેમની પાસે રહેલ વાહનને ચેક કરતા કાળા કલરના થેલામા ૪૪ જેટલી અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ બેન્ક ખાતાની કિટ મળી હતી.પકડાયેલ ઈસમ નરેશ સંગતાણીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે,અંદાજીત ૧૯ બેન્ક ખાતામાં ૧૩.૫૫ કરોડ જેટલી રકમનો ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે. બેન્ક ખાતા ખોલાવી ભાડેથી મેળવવામાં આવતા હતા.સાઉથ ઈન્ડીયન બેન્ક તથા એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં ખોલાવેલ ખાતાઓ ગુગલ મેસેન્જર ક્યુઆર કોડ સ્કેન કરી તેને ક્રીકેટ સટ્ટાના ગેરકાયદેસર નાણાકીય ઉપયોગ માટે બાબુભાઈ બાળાને અપાયા હતા.અન્ય બેન્ક ખાતાના નાણાકીય વ્યવહારો કરવા માટે તે ખાતાના મોબાઈલ નંબર ઉપયોગમાં લઈ શકાય જેથી તેમા જે મોબાઈલ નંબરો રજીસ્ટ્રેશન કરાવવાના થતા તે બાબુભાઈ બાળાને મેસેજ કરી નંબરો મોકલાવ્યા હતા.પકડાયેલ આરોપીઓ ખાતાદીઠ રૂ.૩૦ હજાર કમીશન મેળવતા હોવાનું સામે આવ્યું છે જેથી આદિપુરના નરેશ રમેશભાઈ સગતાણી અને ભરત મુકેશભાઈ નેનવાયાની ધરપકડ કરવામાં આવી છે મુંબઇનો બાબુભાઈ બાળા અને આદિપૂરનો રાજ દિપકભાઈ ધનવાણી ફરાર છે.અગાઉ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે શોધેલા ૧૨ કરોડની વ્યવહારના કેસમાં પણ રાજની સંડોવણી ખુલી હતી.જે તેમાં પણ ફરાર છે.

Comments