મીઠીરોહર જીઆઈડીસી પાસે ગુલામની દેશી દારૂની ભઠ્ઠીઓ ફરી ધમધમી ઉઠ્ઠી : સાંગુડીનો મેળો.!
તળાવમાં આસપાસની કંપની દ્વારા છોડવામાં આવતા અતિ ગંદા કેમીકલમાથી ગુલામની ભઠ્ઠીઓમાં દારૂ બનતો હોવાની ચર્ચા : અહી મોટી સંખ્યામાં દારૂપ્યાસીઓની લાગી રહી છે લાઈનો :હલ્કી ગુણવત્તાના કેમીકલથી બનતો દારૂ કયાંક કોઈ મોટી હોનારત ન સર્જી જાય? : જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયમાં દારૂબંધીની સજજડ અમલવારી કરાવવાની દીશામાં નીતનવા કાયદાઓ લાગુ કરવામા આવી રહ્યા છે પરંતુ બીજીતરફ કયાંક ને કયાંક અમુક પલળેલા ખાખીના ભ્રષ્ટ તત્વો દ્વારા હપ્તાવસુલીથી દારૂની રેલમછેલ જ કરવામાં આવી રહી હોય તેમ વધુ એક ચકચાર ઉઠવા પામી રહી છે. પૂર્વ કચ્છમાં એકતરફ એસપીશ્રી સાગર બાગમાર અને એમની ટીમ કડકાઈ અને તટસ્થતાથી કાયદાનું પાલન થાય તે માટે સક્રીય રહેલા છે ત્યારે બીજીતરફ જાણે કે, અમુક ખાખીધારીઓ પૈસો મારો પરમેશ્વર અને હું પેસાનો દાસ કરીને ચાલતા હોય તેમ દેશીદારૂની ભઠ્ઠીઓ સહિતના ધંધાઓને છુટોદોર જ આપી દીધો હોવાનુ મનાય છે. વાત છે ગાંધીધામ તાલુકાના મીઠીરોહર પટ્ટાની. અહી તળાવ પાસે આવેલી ટાયરની દુકાનની પાછળના ભાગમાં ફરીથી ગુલામ નામના બુટલેગરની દેશીદારૂની ભઠ્ઠી બેખોફીથી ધમધમી ઉઠી હોવાનુ મનાય છે. ગુલામની દેશીદારૂની આ ભઠ્ઠી પર સાંગુડીઓ-દારૂપ્યાસીઓની મેાટી લાઈનો લાગતી હોવાનુ પણ જોવાઈ રહ્યું છે. આટલી મોટી ભઠ્ઠી ચાલતી હોય, દારૂપ્યાસીઓ અહી મોટી સંખ્યામાં ભેગા થતા હોય અને સબંધીત ખાખીધારીઓને ખબર ન હોય તે કેમ બની શકે ખરૂ? આ ઉપરાંત અહી ચિંતાજનક વાત એ કરવામા આવી રહી છે કે, મીઠીરોહરમા ગુલામની ભઠ્ઠીમા જે દેશીદારૂ મોટા પ્રમાણમાં બની રહ્યો છે અને પીવાય રહ્યો છે તે ખુબજ હલ્કી ગુણવત્તાના કેમીકલમાથી બનાવવામાં આવી રહયો છે. કહેવાય છે કે બાજુમાં આવેલા તળાવમાં આસપાસની અમુક કંપનીઓ જે કેમીકલ વેસ્ટ ખુલ્લેઆમ છોડી રહ્યા છે તે કેમીકલમાંથી ગુલામ આ દેશીદારૂ બનાવી રહ્યો છે. જો આ અંગે વેળાસર જ તપાસ કરી અને ગુલામની ભઠ્ઠીને બંધ નહી કરાવાય તો અહી મોટી લઠ્ઠાકાંડ જેવી ઘટના પણ બની શકે છે તેવી ભીતી પણ જાણકારોને સેવાઈ રહી છે.

Comments