નાગોર નજીક પુજન તો હરીપર ગામ નજીક મનીષ- અબ્બાસ- હનીફની જુગાર ફરી ધમધમી
માનકુવા નજીક ફિરોઝ - લાલુની જુગાર કલબ ધમધમી અને સંચાલકોમાં તળા પડતા લાગ્યા તાળાં : શ્રાવણ મહિનામાં અને હાલ તહેવારોમાં ખેલ્લીઓની ગુંજ આખા કચ્છમાં ગુંજે છે પરંતુ પોલીસને સંભળાતી નથી :
ચાલુ થયેલી કલબોમાં અગાઉ પણ ચીટિંગ થઈ હોવા છતાં પોલીસના આર્શિવાદથી કોઈ કાર્યવાહી નહી
બહારથી ખેલીઓ આવી નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં : પોલીસ દરરોજ માત્ર નાના પતા પ્રેમીઓને ઝડપી મોટા ખેલીઓને છાવરતી હોવાની નીતિ : “નરેન્દ્ર”ના આર્શિવાદ હોય તો પોલીસ રેડ કેમ કરે...? હાલ એસએમસી અવાર-નવાર કચ્છમાં મારી જાય છે લટાર....
ભુજ : કચ્છમાં હાલે શ્રાવણી જુગાર ધમધમી ઉઠયો છે. દરરોજ પોલીસ દ્વારા સરેરાશ ૩૦ થી ૩પ ખેલીઓને ઝડપી લેવામાં આવે છે. આ એવા ખેલીઓ હોય છે, જે ધાણીપાસા કે ગંજીપાનાનો જુગાર રમે છે. પરંતુ નાલ ઉઘરાવીને રમાતા જુગાર કે જુગાર કલબનો હજુ સુધી પોલીસે નોંધપાત્ર માત્રામાં પર્દાફાશ કર્યો નથી. કચ્છના અમુક મોટા ગામડાઓમાં રાત પડેને નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવે છે. પરંતુ પોલીસ આવા જુગાર શોધતી નથી કે ન શોધવા પાછળ આર્થિક પરીબળ કારણભૂત છે. ખાસ કરીને સીમાડામાં ખેલીઓને લાવવા - લઈ જવા તેમજ મહેફીલની સુવિધા સાથે પોલીસ કર્મચારીઓની મીલીભગતથી જ જુગાર ધમધમી રહી છે. માત્ર સામાન્ય કેસો શોધીને સંતોષ માની લેતી પોલીસ હાઈ પ્રોફાઈલ કેસો શોધવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. હાલ ભુજના નજીક અને ખાસ કરીને નાગોર, માનકુવા અને હરીપર નજીક અમુક જુગારની કલબો ધમધમી ઉઠી છે. જેમાં હાલ નાગોર રોજ પડ પુજનની કલબો જુગારીઓની લાઈન લાગી ગઈ છે. માંડવી તાલુકાની જુગાર હાલ ભુજ નજીક આવી પહોચતા આખા કચ્છમાંથી અહી નાલ ઉઘરાવીને જુગાર રમાઈ રહી છે. તો બીજી તરફ ભુજ તાલુકાના માનકુવા નજીક ‘ફિ-રોઝ- લાલુ’ની જુગાર ધમધમી ઉઠી છે. તેની પર પોલીસના ચાર હાથ છે. જો કે બાહોશ ગણાતી પોલીસને આ જુગારીઓની સુગંધ હજુ સુધી આવી નથી. આ તો બલો થાય તો અંદરો - અંદર સંચાલકોમાં તળા પડતા થોડા દિવસ માટે કલબનો સંકેલો થઈ ગયો છે. આ કલબના અમુક જણ હવે નાગોર નજીક પુજનની કલબમાં જોઈન્ટ થઈ ગયા હોવાની વાત સરે જાહેર ચર્ચાઈ રહી છે.
શ્રાવણ માસમાં નાના ખેલીઓને પકડી ફોટો પડાવી જસ ખાટતી બાહોશ પોલીસ જુગાર કલબો શોધવામાં અને મુળ સુધી પહોંચવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. મોટા માછલાઓ સામે કાર્યવાહી ન કરી સેટીંગ કરવાની ભૂમિકા ભજવવામાં આવે છે જયારે નાના ખેલીઓને પકડી કાયદાનો રોફ જમાવવામાં આવતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હાલ ચાલતી કલબોમાં ચેટીંગના કિસ્સા ફરી ચર્ચાઈ રહ્યા છે. હરીપર નજીક થોડા દિવસ બંધ રહેલી જુગાર કલબ ફરી ધમધમી ઉઠી છે. અખબારી અહેવાલો બાદ થોડા સમય માટે બંધ રહેલી જુગાર કબલ હરીપર નજીક મનીષ-અબ્બાશ-હનીફની જુગાર કલબો ફરી ચાલુ થઈ હોવાની ચર્ચા જોર પકડયો છે. ભુજ શહેરના નજીકના વિસ્તારો મોટી - જુગાર કલબો પોલીસના આર્શિવાદથી શરૂ કરાઈ હોવાની ફરી ચર્ચા જોર પકડયો છે.
..................
બુટલેગર અને લાલુ ઉપર નિકળતા પૈસામાં પ્લોટ પડાવી લીધો, હવે પેટ્રોલ પંપની તૈયારી....
ભુજ : શહેરના ખાસરા ગ્રાઉન્ડ પાસે આવેલી રોડ ટચ સોસાયટીમાં બુટલેગરનું પ્લોટ હતું, જે બુટલેગર મંદીમાં આવી જતા તે પ્લોટ તેજીમાંં રહેલા જુગાર સંંચાલક લાલુને ભાગમાં આપ્યો હતો. આ લાલુ ઉપર નીકળતા ૧૮-ર૦ લાખ રુપીયાના બદલામાં આ ત્રીભેટે આવેલો પ્લોટ પડાવી લેવાયો હતો જે પ્લોટ પર હાલ થોડા સમય પહેલા જ લેવલીંગ કરાવાયું છે તેમજ પ્લોટ ઉપર આવેલી વીજ ટીસીને પણ દુર ખસેડી દઈ સીએનજી પેટ્રોલ પંપ બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અલબત્ત થોડા સમય અગાઉ જ બુટલેગરની હત્યા થઈ ગઈ છે, અને હવે લાલુને ફરીથી જુગાર માટે રજા આપી દેવામાં આવી હતી.
દારુના ધંધામાં ‘નવ’ઘણા રુપીયા કમાવવા માટે પૈસા પણ ઉછીના આપ્યા...
છેલ્લા કેટલાક વર્ષોથી ભુજ શહેરમાં દારુનો ધંધો કરવો હોય તો એક જ યુવાનને પરવાનો આપવામાં આવ્યો છે, ભુજ શહેરમાં તેના સિવાય કોઈ ધંધો કરે તો તેને પકડી લઈ અને તે યુવાન પાસેથી માલ ખરીદવા આગ્રહ રખાય છે. આ દારુના ધંધામાં ‘નવ’ઘણા રુપીયા કમાવવા માટે આખી ચેનલ ગોઠવણ થઈ છે, અને આ યુવાન પાસે કયારેક માલ મંગાવવા પૈસા ખુટતા હોય કે ધંધા માટે પૈસાની જરુર હોય તો તેને પૈસા પણ ઉછીના આપવામાં આવે છે. જે-તે સમયે એલસીબીના એક કર્મચારી સાથે આ યુવકના પંટરોએ મારામારી પણ કરી હતી જેના લીધે એલસીબીમાં પણ આ યુવાન પર મીઠીનજરમાં આંતરીક ખટરાગ ઉભો થયો હતો.

Comments