Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પુરવઠા તંત્ર નિંભરતાથી ગેરકાયદેસર  એલપીજી રિફિલિંગનો ધમધમતો કાળો કારોબાર

20 August





વરસામેડીમાંથી પકડાયેલું ર૦૦ બાટલા માત્ર ટ્રેલર સમાન : કચ્છમાં ઠેર ઠેર એલપીજી રિફિલિંગના ધમધમી રહ્યા છે હાટડાઃ કાળા કારોબારને ડામવામાં જિલ્લાનું પુરવઠા અને વહિવટીતંત્ર થયું વામણું પુરવાર : પૂર્વ કચ્છના ગાંધીધામ હાઈવે અને હાઈવેની હોટલ પર થતી એલપીજીની બેરોકટોક ગોલમાલ પર કયારે આવશે અંકુશ : પ્રબુધ નાગરિકોનો વેધક સવાલ 



શહેરો અને હાઈવે હોટલો પર ગેરશયર્ટ રિફિલ થયેલા ગેસ સિલિન્ડરનો બેફામ વપરાશ : પુરવઠા તંત્ર દ્વારા તપાસ થતી ન હોવાથી ગેરપ્રવૃતિ કરનારાઓ થઈ રહ્યા છે માલામાલ : કચ્છની ગેસ એજન્સીઓ ઉપરાંત જિલ્લા બહારના ગેસ વિતરકોની ભૂમિકાની સઘન તપાસ જરૂરી : ગાંધીધામ હાઈ-વે  ઉપર મોટા ગેસ ટેન્કમાંથી કોમર્શિયલ બાંટલા ભરવાના કૌભાંડ કોણ પકડશે..? 



ગાંધીધામ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને ચુલાના ધુમાળાથી કાયમી છૂટકારો આપવા ઉજવલ્લા યોજના જાહેર કરી છે. રાંધણગેસના બાટલા ઘર ઘર સુધી પહોંચાડી વડાપ્રધાન મોદીએ કચ્છમાં ીપણ હજારો ગ્રામિણ માતાઓ - બહેનોને લાકડાના બળતણના નર્કાગારમાંથી છૂટકારો અપાવ્યો છે. તો બીજીતરફ એલપીજી રાંધણગેસના ગેરકાયદેસર કાળા કારોબાર સામે જિલ્લાનું પુરવઠા અને વહિવટીતંત્ર વામણું પુરવાર થયું છે. કચ્છ જિલ્લામાં એલપીજીના ગેરકાયદેસર રિફિલિંગનો મોટો કારોબાર ધમધમી રહ્યો છે. જવાબાદર તંત્રની ઉદાસીનતાના પગલે ગેરપ્રવૃતિ કરનારા તત્ત્વો માલામાલ થઈ રહ્યા છે. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંધણગેસ તરીકે ઓળખાતા એલપીજીનો ગેરકાયદે રિફિલીંગનું મોટૂં નેટવર્ક કચ્છમાં ફેલાયેલું છે. તાજેતરમાં અંજારના વરસામેડી ગામે પકડાયેલા રાંધણગેસના ર૦૦ બાટલા માત્ર નાનકડા ટ્રેલર સમાન છે. જિલ્લામાં ગેસકાયદેસર રિફિલિંગનું સુનિયોજીત નેટવર્ક ધમધમી રહ્યું છે. સરકારી ગોડાઉનમાં ઘરેલું વપરાશના સબસીડીયુક્ત બાટલાઓ, વેપાર - ધંધા માટે વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી ચોરી કરી ખાલી બાટલાઓમાં રિફિલિંગ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ કચ્છના હાઈવે વિસ્તારોમાં એલપીજી ટેન્કરોમાંથી ગેસની ચોરી કરી બાટલાઓ ભરવાનું કામકાજ ધમધમી રહ્યું છે. આ કારોબારમાં જિલ્લા બહારના કેટલાક લોકો પણ સામેલ છે. પૂર્વ કચ્છના હાઈવે પર એલપીજીના ડોમેસ્ટિક કે કોમર્શિયલ બાટલાઓની શંકાસ્પદ હેરફેર તપાસનો વિષય છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાંધણગેસના બાટલાઓના સ્ટોરેજ માટે ગેસ એજન્સીઓને ફાયર સેફટી સહિત વિવિધ સુવિધાઓ સજજ ગોડાઉન રહેણાક વિસ્તારથી દૂર રાખવાના હોય છે, ત્યારે દિવસો સુધી હાઈવે પર ઉભતી ગેસ ભરેલ ગાડીઓ પર તંત્રની કેમ નજર જતી નથી તેવો સવાલ જાણકારો ઉઠાવી રહ્યા છે. કચ્છના ઔધોગિક અને બંદરીય વિકાસ બાદ એલપીજી સહિત વિવિધ પ્રકારના ગેસ ટેન્કરોનું આવાગમન કચ્છના ધોરીમાર્ગો પર વધ્યું છે. એલપીજી ભરેલ ટેન્કરમાંથી ચોરીની વ્યાપક ફરિયાદો પણ સમયાંતરે ઉઠતી રહે છે, પરંતુ મહેકમની મોટી ઘટથી પીડાતું જિલ્લાનું વહિવટી અને પુરવઠા તંત્ર સઘન તપાસમાં વામણું સાબિત થઈ રહ્યું છે. એલપીજીનો ગેરકાયદે વેપલો કરનાર તત્ત્વો જવાબદાર તંત્રની ઉદાસીનતાનો ભરપુર લાભ લઈ રહ્યા છે. કચ્છની હાઈવે હોટલોમાં મોટાભાગે ગેરકાયદે રીતે મેળવેલા ગેસના બાટલાઓનો ઉપયોગ થતો હોય છે. અંજારના વરસામેડી ગામે શાંતિધામ - રમાં આવેલા વાઘેશ્વરી એન્ટરપ્રાઈઝમાં અંજાર પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર ગેસના બાટલા ઝડપી પાડ્યા હતા. આ સ્થળેથી પોલીસે ઘરેલું ઉપયોગના ભરેલા ૬પ, ખાલી ૮૪ બાટલા ઉપરાંત ઈન્ડિયન એકસ્ટ્રા તેજ કંપનીમાં ૧ર ભરેલા અને ૩૯ ખાલી બાટલા કબ્જે કર્યા હતા. કચ્છમાં આ પ્રકારની ગેરપ્રવૃતિનો વ્યાપ ખુબ વધારે હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પુરવઠા તંત્રએ ગેસ એજન્સીઓના સંચાલકો સાથે બેઠક કરી ગેરપ્રવૃતિ અટકાવવાની જવાબદારી એજન્સીઓના માથે ઢોળી દીધી છે. જિલ્લા પુરવઠા તંત્ર હોટલ, રેસ્ટોરેન્ટ વગેરે કોમર્શિયલ સ્થળો પર ઘરેલુ રાંધણગેસનો થતો વપરાશ અટકાવી શકયું નથી. ત્યારે ગેરકાયદે રિફિલિંગનો કારોબાર બંધ કરાવવામાં કેટલું સફળ થશે તેવો વેધક સવાલ જાણકારો ઉઠાવી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM