Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝના ૧ યુનિટમાં પૂર્વ કચ્છ પોલીસતંત્રની તવાઈથી અટકળો તેજ : આલ્કોહોલની બાતમીથી કરાઈ તપાસ..! ’

19 August

રોકસોલ્ટના નામે સોપારી લાવેલ યુનિટ ફરી હડફેટે ચડયું!






થોડા સમય પહેલા જ કંડલા સ્પેશયલ ઈકોનોમીક જોનના એક યુનિટમાં રોકસોલ્ટના બહાને પલટી મારીને સોપારી દાણચોરીના કેસમાં અમદાવાદ ડીઆરઆઈની ઝપ્ટે ચડેલ યુનિટમાં પોલીસતંત્રએ હાથ ધરી તપાસ : બે રોજ પહેલા રાત્રીના સમયે થયેલી આકસ્મિક તપાસથી જામીતરેહ તરેહની ચર્ચા : અમદાવાદ ડીઆરઆઈએ આ યુનિટ પર સોપારી રીએસકપોર્ટના નામે પલટી કરવાના ષડયંત્રનો કરેલો છે ગંભીર કેસ, ચાલી રહી છે ઉંડાણપૂર્વકની છાનબીન તે વચ્ચે જ આ યુનિટમાં નવી તપાસથી ચકચાર વધી’


ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન અને કંડલામાં પાછલા અમુક સમયથી સોપારી સ્ગમલીંગને લઈને કેટલાક કેસો સપાટી પર આવવા પામી ગયા છે. દરમ્યાન જ કાસેઝ સ્પેશ્યલ ઈકોનોમીક જોનનું એક યુનિટ કે જેમાં સોપારી રીએકસપોર્ટના નામે પલટી મારી અને લોકલમાં ડમ્પ કરવાના કારસ્તાનનો અમદાવાદ ડીઆરઆઈ દ્વારા જ ત્રાટકી અને કેસ કરવામા આવ્યો હોવાની વીગતો સામે આવી હતી અને અહીથી બેથી ત્રણ કન્ટેઈનરો પણ આ રીતના પકડી પાડવામા આવ્યા છે તે જ કંપનીમાં તાજેતરમાં પોલીસતંત્રની ટીમ આકસ્મીક તપાસ માટે ત્રાટકી હોવાની વાતો સામે આવવા પામી રહી છે. 
આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર કાસેજના એ યુનિટમાં આલ્કોહોલ સબંધિત કોઈ માહીતી મળી હોવાથી તેના અનસંધાને તપાસ કરવા ગઈ હોવાનુ પ્રાથમિક રીતે સામે આવી રહ્યુ છે અને જે તે યુનિટના સ્ટોક સહિતની ફીજીકલ વેરેીફીકેશનની કાર્યવાહી કરવામા આવી હોવાનુ મનાય છે. જો કે, સ્થળ પર બાતમી અનુસારની કોઈ જ હકીકતો સામે આવવા પામી ન હોવાનુ મનાય છે.  અને પોલીસે જે તે યુનિટને કલીનચીટ આપી હોવાનુ પણ ચર્ચાય છે પરંતુ થોડા સમય પહેલા જ સોપારી સ્મગલીંગ અથવા તો રીએકસપોર્ટ સોપારી કરી રહ્યા હોવાનુ બતાવી અને તેને બહાર કાઢી અને પલ્ટી મારી દેવાનો કેસની તપાસ જેમના પર ચાલી રહી છે તે જ યુનિટમાં ફરીથી આ પ્રકારની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામા આવતા તરેહ તેરહની ચર્ચાઓ ફરીથી શરૂ થવા પામી છે.

Comments

COMMENT / REPLY FROM