જિલ્લામાં જુગારના ૧૩ દરોડામાં ૭પ ખેલી દબોચાયા, ૩.૭૦ લાખની રોકડ કબ્જે
ભુજના જેષ્ઠાનગરમાં ૬ ખેલી પાસેથી રોકડા રૂપિયા ૧.૬૭ લાખ મળ્યા : ભચાઉ, આદિપુર, પડાણા, ખેડોઈ, અંજાર, વરસામેડી, વિજપાસર, ખીરસરા, નેત્રા, મોટી વિરાણી, સમાઘોઘા, સિરાચા અને ઝુરામાં કાર્યવાહી
ભુજ : જિલ્લામાં જુગારના ૧૩ દરોડામાં ૭પ ખેલી રોકડા રૂપિયા ૩.૭૦ લાખની રોકડ સાથે ઝડપાઈ ગયા હતા. ભચાઉ પોલીસે નંદુધામ માંડવીવાસમાં કમળાબેનના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં કમળાબેન મેઘજીભાઈ નંદુ બહારથી ખેલીઓને બોલાવીને હારજીતનો જુગાર રમાડતા હતા. પોલીસની રેઈડમાં ૧૧,૪પ૦ રોકડા કબ્જે કરવામાં આવ્યા હતા. ખેલીઓમાં કમળાબેન તેમજ જશવતીબેન કાનજીભાઈ ઓઝા (રામવાડી), જયશ્રીબેન રાજેશભાઈ ઓસવાળ (દરબારગઢ), જાગૃતિબેન દિનેશભાઈ સુથાર (માંડવીવાસ), કંચનબેન જયંતીલાલ કારિયા (આશાપુરાવાસ), પાર્વતીબેન રામજીભાઈ પ્રજાપતિ અને કિશન રમેશભાઈ પ્રજાપતિ (જલારામ સોસાયટી)ની અટક કરવામાં આવી હતી. આદિપુરના હેપ્સી ઓમ કોમ્પલેક્ષમાં જુગાર રમતા પરબતભાઈ ભારૂભાઈ બારોટ (હેપ્પી ઓમ કોમ્પ્લેક્ષ), સુરેશભાઈ મગનભાઈ બારોટ (સુંદરપુરી), નટવરભાઈ હરજીભાઈ (હેપ્પી ઓમસ)ની બાજુમાં), કેશભાઈ છગનભાઈ બારોટ અને અમરશીભાઈ હીરાભાઈ ભીલ (આદિપુર)ની અટક કરવામાં આવી હતી. તેમની પાસેથી ૧ર,૧પ૦ રોકડા પડમાંથી મળી આવ્યા હતા. ગાંધીધામ તાલુકાના પડાણામાં તળાવની પાળ પર સ્ટ્રીટ લાઈટના અજવાળમાં જુગાર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી પાડી હતી. જેમાં પડમાંથી ૧૧,ર૦૦ રોકડા મળી આવ્યા હતા. ખેલીઓમાં યોગેશ અરજણભાઈ આહિર (ઝરૂ ફળિયું), મુકુદ અરજણભાઈ આહિર (હરિ ઓમનગર), હરી શામજીભાઈ હુંબલ (મોટા હુંબલ ફળિયું), વાલજી સખાયા ચાવડા (હરિ ઓમનગર), બધાભાઈ શામજીભાઈ ચાવડા (હરિ ઓમનગર)ની અટક કરવામાં આવી હતી. તો બીજો દરોડો પોલીસે ખેડોઈ કેમ્પ જગજીવનનગરમાં પ્રવીણ રામજીભાઈ માતંગના મકાનમાં પાડ્યો હતો. જેમાં જુગાર રમતા પ્રવીણ રામજીભાઈ માતંગ, વિશાલ ચમનભાઈ મહેશ્વરી, મહેશ શામજીભાઈ મહેશ્વરી, જયેશ ખીમજીભાઈ કન્નર, બાવલા ભચુભાઈ દાફડા, ધનજી ખેતશીભાઈ દેવરિયા, રાજબાઈ ખેેગારભાઈ ધોરિયા, ખેતબાઈ લધારામ મહેશ્વરી, લખમારામ માલશીભાઈ ધુવા અને ભાનુબાઈ કચરાભાઈ ધુવા જુગાાર રમતા મળી આવ્યા હતા. આરોપી પ્રવીણ બહારથી જુગારીઓને બોલાવી ગંજીપાના વડે તીનપતિનો હારજીતનો જુગાર રમાડતો હતો. રોકડા રૂપિયા ૪૭,૮૦૦ સાથે ૩૦ હજારના ૩ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા. અંજારના વિજયનગર કોલીવાસમાં જુગાર રમતા મામદ હુસેન સંઘાર, સચિન વિનોદભાઈ ઠક્કર અને અસલમ સુલેમાન જત જુગાર રમતા મળી આવ્યા હતા. અંજાર પોલીસે પડમાંથી રોકડા રૂપિયા ૧૧ હજાર કબ્જે કર્યા હતા. જયારે વરસામેડીમાં શાંતિધામ બાગેશ્રી -પમાં પ્લોટ નંબર ૧૦રની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા શિવનાથ પ્રભુલાલ સીલન, મોહનભાઈ કાનજીભાઈ ભદ્રા, અનિલ ભીખચંદ ઢોલીયા, ઈકબાલ જમીલભાઈ કુરેશી રોકડા રૂપિયા ૧૭,૧૦૦ સાથે પકડાયા હતા. આ તરફ પશ્ચિમ કચ્છમાં નખત્રાણા પોલીસે જુગારના ત્રણ કેસ શોધયા હતા. જેમાં વિજપાસર ગામે બાવળોની ઝાડીમાં જુગાર રમતા પરસોત્તમ કરશન સેતરણ, મનજી જખુ ધરડા, જીતેન્દ્ર ભીમજી મકવાણા, ખીમજી દેવજી ગરવા અને પ્રકાશ રામજી ચારણ રોકડા રૂપિયા ૧૦,પ૬૦ સાથે પકડાયા હતા. જયારે ખીરસરા નેત્રા ગામે બસ સ્ટેશનની પાસે જુગાર રમતા મનોજભાઈ મેઘજીભાઈ બડિયા, પ્રવીણ તેજાભાઈ વાઘેલા, રમેશ તેજાભાઈ વાઘેલા, જયેશ રાજાભાઈ વાઘેલા અને રમેશ રાજાભાઈ વાઘેલાને ઝડપી રોકડા રૂપિયા ૧૦,પ૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા. જયારે મોટી વિરાણી ગામે ખરવાડ વાસમાં જુગાર રમતા રામજી બાબુલાલ ગરવા, જુસબ ઈશાક લુહાર, વિશ્રામ ધીરા જેપાર, નાથાલાલ શિવજી ખખર, રામજી ગોપાલ ગરવા, અબ્દુલ હારૂન ખલીફા, કાનજી હીરજી બડિયા રોકડા રૂપિયા ૧૦,૧૧૦ સાથે ઝડપાઈ ગયા હતા.ભુજમાં જેષ્ઠાનગરમાં જબલેશ્વર મંદિરની પાસે અનિલ જખુભાઈ ભાનુશાલીના મકાનમાં જુગારધામનો બી ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો હતો. આરોપી અનિલ બહારથી ખેલીઓ બોલાવી પોતાના ઘરે જુગાર રમાડતો હતો. સ્થળ પરથી દિલીપભાઈ જખુભાઈ ભાનુશાલી, દયારામ શિવજી ભાનુશાલી, ચેતનભાઈ વેલજી ભાનુશાલી, પચાણ માયા ઓઢાણા, જીતેન્દ્ર તુલસીદાસ ભાનુશાલી અને સાલેમામદ ફકીરમામદ સુમરા ઝડપાયા હતા. રોકડા રૂપિયા ૧.૬૭ લાખ કબ્જે કરવામાં આવ્યા હતા. જયારે ઝુરા ગામે મકાનમાં જુગાર રમતા બોધા હોકા વાંઢા, અલાના ખમીશા વાંઢા, રામ માવજીભાઈ મહેશ્વરી, હિતેશ ભીમજી મહેશ્વરી, બાવજી ખેતાજી જાડેજા, ભરતસિંહ રાણાજી જાડેજા અને જયંતી ખમીશા વાંઢા જુગાર રમતા મળી આવ્યા હતા. રોકડા રૂપિયા ૧ર,પ૩૦ કબ્જે કરાયા હતા. આ તરફ મુંદરા પોલીસે જુગારના બે કેસ શોધ્યા હતા. જેમાં સમાઘોઘા ગામે જુગાર રમતા જગદીશસિંહ બટુકસિંહ જાડેજા, ચિરાગસિંહ માધુભા જાડેજા, હર્ષદસિંહ કનુભા જાડેજા અને હરદીપસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા રોકડા રૂપિયા ૧૪,પ૦૦ સાથે પકડાઈ ગયા હતા. આ તરફ શિરાચા ગામે પડતર જમીનમાં જુગાર રમતા સિદિક કાસમ ભટ્ટી, હારૂન ફકીરમામદ ભુકેરા, ભીમશી કરશન ગઢવી, વિશ્રામ ખેરાજ ગઢવી, લખમણ મુળજી ગઢવી, ખેતશીભાઈ બધાભાઈ ગઢવી અને વાંછિયા મેઘરાજ ગઢવી જુગાર રમતા મળી આવ્યા હતા. મુંદરા પોલીસે ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા ૩૩,૬પ૦ કબ્જે કર્યા હતા.

Comments