કચ્છની ૭ પાલિકાના ૨૫ વર્ષ સુધીના પ્રમુખોની અનામત બેઠકોનું ગેઝેટ જાહેર ’
૫ ટર્મના અઢી-અઢી વર્ષના ૨-૨ પ્રમુખોના રોટેશનની જાહેરાત : નોટિફિકેશનના આધારે નવા પ્રમુખોની ચૂટંણી ચૂંટાયેલી પાંખના રાજકીય પક્ષો દ્વારા નક્કી કરવામાં આવશે : નવું રોસ્ટર જાહેર થતાં રાજકીય પક્ષોમાં દેખાયો ગરમાવો
ભુજ : કચ્છની સાત સહિત રાજ્યની ૧૫૦ નગરપાલિકામાં આગામી ૨૫ વર્ષમાં અઢી અઢી વર્ષના બબ્બે નવા પ્રમુખોની જાતિ વર્ગની અનામત બેઠકોનું નવું રોસ્ટર ગેઝેટ સરકારે બહાર પાડતા રાજકારણમાં ગરમાટો વ્યાપી ગયો છે. જેમાં જિલ્લાની અંજાર, ભુજ, માંડવી, મુંદરા, રાપર, ભચાઉ તેમજ નખત્રાણા મળી ૭ પાલિકામાં પણ નવા પ્રમુખોના જાતિ વર્ગની અનામત બેઠક જાહેર થઇ છે.આ અંગેની વિગતો મુજબ રાજય સરકાર દ્વારા નગરપાલિકાઓ માટે આગામી રપ વર્ષ માટે પ્રમુખોની જાતિ વર્ગની અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ જિલ્લાની સાત નગરપાલિકાઓ માટે પ્રમુખના જાતિ રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. કચ્છની આઠ નગરપાલિકાઓ પૈકી ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે ત્યારે બાકી રહેતી ૭ પાલિકાઓ માટે આગામી રપ વર્ષની મુદ્દત માટે અઢી અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખના જાતિ રોટેશનની ઘોષણા કરવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકાઓમાં નવા પ્રમુખોની અનામત બેઠકો કઇ જાતિ વર્ગ માટે નક્કી કરવામાં આવી છે તે સ્પષ્ટ કરી દેવામાં આવી છે.નવુ ગેઝેટ સરકારે બહાર પાડતા હવે નોટિફિકેશનના આધારે નવા પ્રમુખોની ચૂટંણી ચૂંટાયેલી પાંખના રાજકીય પક્ષો દ્વારા નક્કી કરવામાં આવશે. આ નવુ રોસ્ટર જાહેર થતાં રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળે છે.
.......................

Comments