Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં જુગાર રમતા વધુ ૪૧ પત્તા પ્રેમી અઢી લાખની રોકડ સાથેે ઝડપાયા, છ ફરાર

18 August



રાપરમાં બંધ ઓફિસમાં પડ જમાવી બેઠેલા છ ખેલીઓ પાસેથી અધધધ ૧.૭૮ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો



ભચાઉ, આદીપુર, અંજાર, મેઘપર કુંભારડી, મોટી રાયણ, માધાપર અને ભુજમાં કાર્યવાહી
’



ભુજ : કચ્છ જુગાર રમતા વધુ ૪૧ પતા પ્રેમી અઢી લાખની રોકડ સાથે ઝડપાયા હતા જયારે પોલીસ કાર્યવાહી દરમ્યાન છ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે રાપર, ભચાઉ, આદીપુર, અંજાર, મેઘપર કુંભારડી, મોટી રાયણ, માધાપર અને ભુજમાં દરોડા પાડી જુગારના અલગ અલગ કેસ શોધી કાઢયા હતા. રાપરમાં ડાભુંડા બાયપાસ રોડ પર તિરુપતિ નગરની સામે બંધ ઓફિસમાં છ ખેલી રોકડા રૂા. ૧,૭૮,૪૯૦ સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત ર૬ હજારના પાંચ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ખેલીઓમાં જયેશભાઈ બળદેવભાઈ રાજગોર, રમેશભાઈ કેશરલાલ ઠક્કર, મહેન્દ્રભાઈ રાયમલભાઈ મારાજ, અયુબભાઈ રમદાનભાઈ નોડે, અરવિંદભાઈ જગશીભાઈ પટેલ, સાગરભાઈ ઉર્ફે શૈલેષ ડાયાલાલ પંડયાનો સમાવેશ થાય છે. જયારે આદીપુરમાં ચારવાડી વિસ્તારમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ હતી. જેમાં ડાઈબેન ભગવાનજીભાઈ આહીર, ચંપાબેન મોહનભાઈ પ્રજાપતિ, હંસાબેન જયેશભાઈ જાદવ, શાંતાબેન વાલજીભાઈ સથવારા, દિવ્યાબેન ઠાકરશીભાઈ ખારવા, ભારતીબેન ભરતભાઈ માલી, કંકુબેન જીવાભાઈ આહીર, દેવલબેન પ્રેમજીભાઈ મહેશ્વરી, સીમાબેન અશોકભાઈ ઠગાણી, રમીલાબેન ચમનલાલ દરજીનો સમાવેશ થાય છે. રોકડા રૂા. ૧૧૭૦૦ સાથે કબજે આદીપુર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં જુગાર રમતા કાનાભાઈ ભગુભાઈ મુછડીયા, જેઠાભાઈ મનજીભાઈ ખાણીયા, મણીલાલ જીવાભાઈ ખાણીયા, નાનજીભાઈ લક્ષ્મણભાઈ પરમાર, માલજીભાઈ ભોજાભાઈ હીંગણા, રમેશભાઈ પ્રેમજીભાઈ ગરવા અને મહેશભાઈ ભીમાભાઈ ધવડ જુગાર રમતા ઝડપાયા હતા. રોકડા રૂા. ૩૩૮૦ અને ૩૦ હજારના ત્રણ મોબાઈલ કબજે કરી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અંજાર પોલીસ દ્વારા જુગારના બે કેસ શોધવામાં આવ્યા હતા. શહેરમાં વિજયનગર કોલીવાસમાં જુગાર રમતા મામદ હુસેન સંઘાર, સચીન વિનોદભાઈ ઠક્કર અને અસલમ સુલેમાન જતને ઝડપી રોકડા રૂા. ૧૧૦૦૦ કબજે કરવામાં આવ્યા હતા, જયારે બીજી કાર્યવાહી મેઘપર કુંભારડી ગામે સિધેશ્વર પાર્ક સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં કરવામાં આવી હતી, જેમાં પાંચ ખેલી રોકડા રૂપિયા ૧૧૭૦૦ સાથે ઝડપાઈ ગયા હતા, જેમાં રામભાઈ ખેરાજભાઈ ગઢવી, રામભાઈ અરજણભાઈ ગઢવી, જીવણભાઈ મગનભાઈ સોલંકી, થારપા પુનશી ગઢવી અને નવીનભા રાજભા ગઢવીનો સમાવેશ થાય છે. 
ભુજમાં ચાર્લી ઈન્ડિયન ગેસની પાછળ આવેલ સુમરાના વંડાની બાજુમાં બાવળોની ઝાડીમાં જુગાર રમતા અકબર આમદ શેખ, અકબર અબ્દુલ ખલીફા, મોહમદ હનીફ ડાડાભાઈ ખલીફા અને શની કરશન મહેશ્વરીને ઝડપી રોકડા રૂા. ૧૦૬૦૦ બી ડિવિઝન પોલીસે કબજે કર્યા હતા. માધાપર પોલીસે રામનગરીમાં જુગાર રમતા જયેશ ચેતનદાસ લખવાણી, કાસમ હુસેન કુંભારને ઝડપી લીધા હતા જ્યારે પરેશગર નારાણગર ગુસાઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો. સ્થળ પરથી રોકડા રૂા. ૧૦૪૭૦ કબજે કરવામાં આવ્યા હતા. કોડાય પોલીસે મોટી રાયણ ગામે દરોડો પાડયો પરંતુ માત્ર ચાર ખેલી પકડાયા અને પાંચ ખેલી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ખેલીઓમાં દામજી વીરજી દનીચા, મહેન્દ્ર ભવાનજી જેપાર, સુલતાન અબ્દુલ તુર્ક અને ચાપશી રાણશી કેનીયા પકડાયા હતા, જયારે વાસુ મંગલ આમના, હરી કાનજી શીરોખા, જયેશ કાનજી કોલી, કાનજી વેરશી અબચુંગ અને સમીર ઈશાક તુર્ક ભાગી ગયા હતા.
 રોકડા રૂા. ૧૦ર૦૦ કબજે કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ તારીખે કોડાય પોલીસે મોટા ભાડીયામાં જુગારનો કેસ કર્યો હતો, જેમાં પણ બે ખેલી પકડાયા હતા અને ત્રણ ભાગી ગયા હતા. 

Comments

COMMENT / REPLY FROM