Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા મેડીકલ ડ્રગ્સ કેસમાં અમદાવાદ-દહેજ-ભરૂચ સુધી રેલો લંબાયા બાદ નાપાક આતંકી કનેકશનનો ખુલાસો..!’

18 August

ગાંધીધામના સીએચએની સામે ધાક બેસાડતી લાલઆંખ કયારે?




મુંદરા કસ્ટમ એસઆઈઆઈબીની ટુકડીએ દવાઓની આડમાં આફ્રીકા નિકાસ થતા કન્ટેઈનર અટકાવતા તેમાથી ટ્રોમાડોલની પ્રતિબંધિત દવાઓ નીકળી, રાજકોટની પાર્ટીએ આ પહેલા પણ કન્ટેઈનર આવા રવાના કરી દીધા , જેને કોલ બેક કરાયા છે, અમદાવાદમાથી પણ વધુ ટ્રોમાડોલનો જથ્થો પકડી પાડયો, તે બાદ હવે એટીએસ દ્વારા પણ ભરૂચ-દેહજમાંથી ૧૧૦ કરોડની ટ્રોમાડોલ ઝડપી છે, અને તે તપાસમાં ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો આફ્રિકાના આતંકી સંગઠનોને મોકલવાનો હતો તેવા કઈક ચોકાવનારા ખુલાસાઓ પણ થઈ ચૂકયા છે 




અમદાવાદ-રાજકોટ કે અન્યત્રથી ટ્રોમાડોલનો જથ્થો મુંદરા સુધી પહોચ્યો કેવી રીતે? ટ્રાન્સપોર્ટશનું કામ કોણે કર્યુ? : શું એક જ ટ્રાન્સપોર્ટરે આ બધા જ કન્સાઈનમેન્ટ પેહાચતા કર્યા હતા કે અન્યો પણ છે? લોજીસ્ટીક સાઈડની તપાસ થવી પણ છે ખુબજ જરૂરી? : દુબઈનો મનોજ કીંગપીંગ હોવાની છે આશંકા?



એટીએસએ વધુ ૩ સખ્સોની કરી ધરપકડ - કેવલ ગોંડલીયા, અંકિત પટેલ, આનંદ પટેલની કરાઈ ધરપકડ, અત્યારસુધી કુલ પાંચ આરોપીઓ દબોચાયા : મુંદરાથી આફ્રીડા આતંકીઓનોડ્સ મોડલવાના નેટવમાં હવે થશે વધુ ખુલાસા




ગાંધીધામ : તાજેતરમાં જ મુંદરા બંદરથી રાજકોટના બે વેપારી પેઢી દ્વારા આફ્રીકામાં દવાઓની ગોળીઓ દેખાડી અને તેની આડમાં ટ્રોમાડોલ નામની પ્રતિબંધિત યાદીમાં મુકાયેલી દવાઓનો જથ્થો મુંદરા કસ્ટમ એસઆઈઆઈબીની ટુકડીએ ઝડપી પાડયો હતો. આ કન્સાઈનમેન્ટ ઝડપાયા બાદ અને તેમાં ચાલી રહેલી ઘનિષ્ઠ તપાસ પછી કઈક મોટા ચોકાવનારા ખુલાસા આ કેસમાં સામે આવી રહ્યા છે. મુંદરા એસઆઈઆઈબીની ટુકડીએ પકડેલા કન્ટેઈનરોની તપાસ પ્રાથમિક ધોરણે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને ગાંધીધામ સુધી લંબાવવામા આવી હતી અને સર્ચ ઓપેરશન હાથ ધરાયા હતા. જેમાં અમદાવાદમાથી વધુ પ૦ લાખ ટ્રોમાડોલ ગોળીઓ એક બંધ વેરહાઉસમાંથી પકડાઈ હતી અને આ જ પાર્ટીએ અગાઉ પણ કન્સાઈનમેન્ટ આવા જ મોકલ્યા હોવાની વાત બહાર આવતા તેને કોલ બેક કરાયા હોવાનુ સામે આવ્યુ હતુ. આ તપાસ ચાલી રહી હતી તે વચ્ચે જ ગુજરાત એટીએસની ટીમ દ્વારા અમદાવાદ-ભરૂચ અને દહેજમાં દરાડેા પાડી અને મુંદરાથી નિકાસ થતા કન્સાઈનમેન્ટની જ કડીમાં ૧૧૦ કરોડથી કિમંતનો અ..ધ..ધ..જથ્થો ટ્રોમાડોલની ગોળીઓનો ઝડપી પાડયો છે અને હવે મુંદરાના આ મેડકીલ ડ્રગ્સ કેસમાં અમદાવાદ, દહેજ, ભરૂચ સુધી રેલો લંબાયા બાદ નાપાક આતંકી કડીઓનો પણ ખુલાસો એટીએસની તપાસમાં થવા પામી ગયો છે. તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા ભીવડીમાં લીકવીડ એમ ડીની ઓટો વધુ જથ્થો જપ્ત કરવાની સાથે દહેજમાંથી મળી આવેલી ફેક્ટરીમાં કુલ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબલેટનો કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યા હતો બંને ચોકાવનારા ખુલાસા થયા છે. પ્રાયશ્ચિત શ્રમ દેશમાં તારામાં શોધાવનારા ન દાણામાં સક્રિય આતંકી સંગઠનો માટે પહોંચતો કરવાનો હતો. એમડી ડ્રગ્સ કેસમાં સ્થાનિક નેટવર્કની કેટલીક મહત્વની કડી હાથ લાગી છે.ભીંવડીથી મળેલા લિક્વીડ એમડી કેસમાં સ્થાનિક નેટવર્ક અંગે પોલીસને મહત્ત્વની કડી મળી હોવાનુ પણ મનાય છે. 
ગુજરાત એટીએસના ડીવાયએસી ની એસ એલ ચોપરી અને તેમની ટીમ દ્વારા મી ભીવંડીના એક એપાર્ટમેન્ટમાં દરોડો  પાડીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી. જે કેસમાં - ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં દુબઈમા રહેતા મનોજની મદદથી એમ ડી ડ્રગ્સ બનાવીને તેની સુચના મુજબ - ભારત બહાર સપ્લાય કરતા હતા અને તેમની સાથે કામ કરતી દેશના વિવિષે ઼ રાજ્યની કેટલીક ગેંગનું નામ સામે આવ્યું છે. તપાસ કરવામાં આવતા આગાઈ કરોડો રૂપિયાનું એમડી ફેરસ ભારત મોકલાયાનું સામે પણ આવ્યું છે. દહેજમાં ટ્રામાડોલ નામની પ્રતિબંપિત ટેબલેટ બનાવટી ફેક્ટરીમાંથી કરોડોનો મુદામાલ જપ્ત કરાયા બાદ ચોકાવનારી વિગતો સામે આવી છે કે આ ટેબલેટના જથ્થા મુન્દ્રા પોર્ટલી આફ્રિકાના દેશોમાં આતંકી સંગઠનોને સહાય કરવામાં આવતી હતો. આ નેટવક સુવ્યવસ્થિત રીતે છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહ્યુ હોવાનુ પણ સામે આવે છે. આવા સમયે હવે સીએચએ તરીકે કોણ છે? ગાંધીધામના કેાઈ સીએચએનો રોલ જો તેમા આવતો હોય તો દેશવિરોધી કૃત્યમાં સીધ કે પરોક્ષ રીતે જોડાવવા બદલ ન માત્ર તેની સામે એલઓએ રદ કરવાના નિર્ણયલ લેાવ જોઈએ બલ્કે એથી પણ વધારે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.

Comments

COMMENT / REPLY FROM