Trending News
સ્થાનિક સમાચાર

બજાજ કંપનીએ બનાવી વિશ્વની પ્રથમ સીએનજી બાઈક 

17 August


ભુજ જીકે બજાજ ખાતે સાંસદના હસ્તે લોન્ચિંગ કરાયું

ભુજ : ભારતના ઓટોમોબાઈ ક્ષેત્ર માટે આ ગૌરવપ્રદ વાત છે કે તેણે વિશ્વને પ્રથમ સીએનજી મોટરસાઈકલ આપી. બજાજ કંપનીએ તેના મોડેલ ફ્રીડમને આ સેગ્મેન્ટમાં લોન્ચ કરી સમગ્ર વિશ્વને પોતાની કાબેલિયત બતાવી છે. બાઈક એ ભારત ભરના મધ્યમ વર્ગ માટે મહત્વનું સાધન છે અને ઈંધણની બચત સાથે સ્ટાઈલીશ લૂક આપી દરેક વર્ગને તેના સપનાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવામાં મદદ કરવાની નેમ સાથે આ બાઈકને બજારમાં મુકવામાં આવી છે.ભુજ અને ગાંધીધામ મધ્યે બજાજની ડીલરશીપ ધરાવતા જીકે બજાજના ભુજ શોરૂમ મધ્યે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લોન્ચીંગ કરી એક સાથે પ્રથમ દિવસે જ -ગ્રાહકોને ડીલેવરી આપવામાં આવી હતી. આ અવસરે ગુજરાતના બજાજ ઓટોના આર.એમ.શ્રીનિવાસલુર રેઝી, શોરૂમના ડાયરેકટર્સ ઉર્મિન ઠક્કર, મીત ઠક્કર તથા ગુજરાત ગેસ લી. (પશ્ચિમ કચ્છ)ના હેડ કિશોરે દેબ ઉપસ્થિત રહ્યા હતા. બાઈક વિશે વધુ જણાવતા શોરૂમના ડાયરેકટર ઉર્મિન ઠક્કરે જણાવ્યું હતું કે ફ્રીડમ સીએનજી બાઈક ૧૦૦કિમિ- ૧ કિલો ગેસની માઈલેજ આપે છે જેથી પ્રતિ કિમિ તેનો ખર્ચ પેટ્રોલની સરખામણીએ અડધો થઈ જશે. ઉપરાંત યુવાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને બાઈકને સ્ટાઈલિશ લૂક આપવા ડીજીટલ મીટર, એલઈડીહેડલાઈટ, આરામદાયક લોંગ સીટ, બ્લુટૂથ કનેક્શન જેવા આધુનિક ફિચર્સ આપવામાં આવ્યા છે. આ બાઈકની કિંમત રૂા.૯૫૦૦૦ થી શરૂ થાય છે અને પેટ્રોલ સીએનજી એમ બંને એન્જિન કામ કરી શકશે.
---------

Comments

COMMENT / REPLY FROM