Trending News
રાજકારણ સમાચાર

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રીનું નિધન

17 August



છેલ્લા ત્રણ દીવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ :  અનેક સેવા કાર્યો સાથે જાડાયેલા સદગત રમેશભાઈ સંઘવીએ આજે લીધા અંતિમ શ્વાસ : સાંજે પાંચ કલાકે હર્ષ સંઘવીના નિવાસસ્થાનેથી સદગતની નીકળશે અંતિમયાત્રા : પરીવાર શોકમગ્ન 
’


ગાંધીનગરઃ રાજ્યના  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રી રમેશભાઈ સંઘવીનું આજે સવારે દુઃખદ નિધન થયું છે.રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રી રમેશભાઈ સંઘવીનું આજે સવારે દુઃખદ નિધન થયું છે. તેમની અંતિમયાત્રા આજે સાંજે ૫ વાગે સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસ્થાનેથી નીકળશે. ગુજરાતના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું ૭ર વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમને સુરતમા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આજ રોજ સાંજે પાંચ કલાકે હર્ષ સંઘવીના નિવાસસ્થાને ધરમ પેલેસ પારેલ પોઈન્ટથી તેમની અંતિમયાત્રા ઉમરા સ્મશાન ભુમી ખાતે પ્રસ્થાન કરશે. કોરોનાકાળ વખતે તેઓને વધુ સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. લાંબા સમયથી રમેશભાઈ બિમાર અને નાદુરસ્ત તબિયત ધરાવતા હતા. પાછલા ત્રણ દીવસથી તેઓની તબિયત વધારે નાદુરસ્ત થવા પામી હતી અને તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આઈસીયુમાં રહેલા રમેશભાઈ સંઘવીએ આજ રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
 

Comments

COMMENT / REPLY FROM