મુંદરામાં મકાનમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ, ૯ ખેલી રોકડા રૂપિયા ૧.૮૮ લાખ સાથે પકડાયા
ભુજ : મુંદરા વિસ્તારમાં મકાનમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુંદી ફળિયા નવલખા બંગલાની પાસે શૈલેષ વાડીલાલ શાહના મકાનમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મુંદરા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં શૈલેષ ઉપરાંત મૂળરાજસિંહ દલપતસિંહ સિસોદિયા, રામ કરશન ગઢવી, રાજ મનીષ જોષી, જગદીશસિંહ હઠીસિંહ ચાવડા, ભીમસિંહ મેઘરાજજી ચાવડા, ભીખુભા રાસુભા જાડેજા, કિર્તિભાઈ ધનજીભાઈ માંગલિયા અને નરેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર ઝડપાયા હતા. રોકડા રૂપિયા ૧,૮૮,૪૧૦ તેમજ ૩૭ હજારના ૭ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા. મુંદરા પીઆઈ આર.જે. ઠુમર અને પીએસઆઈ વી.એન. ચાવડાના માર્ગદર્શનમાં સ્ટાફના માણસો જોડાયા હતા.

Comments