Trending News
સ્થાનિક સમાચાર

બર્બરતાની ઘટના : ગાંધીધામમાં તબીબી સેવાઓ બંધ 

17 August



ઓપીડી ઓપરેશન સહિતની સેવાઓ આજે હડતાળના ભાગરૂપે કરાઈ બંધ : ગઈકાલે સાંજે પીડીતને અંજલી અપાઈ : ગાંધીધામના આઈએમએ, ફીજીયોથેરાપી સંગઠન, આર્યુવેદિક અને હોમીયાપેથીક તથા ડેન્ટલ સહિતના સંગઠનોના પ્રતિનિધીઓ રહ્યા હાજર : પીડીતાને સાચી અંજલી તો જ મળી કહેવાશે કે જો આરોપીને વેળાસર કડક સજા કરવામાં આવે



ગાંધીધામ : કોલકત્તામાં મેડીકલ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા નિપજાવી દેવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. દરમ્યાન જ પૂર્વ્‌ કચ્છના ઔદ્યોગીક પંથક ગાંધીધામ સંકુલના તબીબ સંગઠનો પણ આ હડતાળમાં જોડાયા છે અને ગઈકાલે પીડીતાને અંજલી આપવાનો પણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા ગાંધીધામ- આદિપુર ફીજીયોથેરાપીના અધ્યક્ષ ડો. ઋષિકેશ ઠકકરે વાતચીત કરતા કહ્યુ હતુ કે, કોલકત્તાની ઘટનામાં જે પીડીતા છે તેને શ્રદ્ધાંજલીના ભાગરૂપે અમે કાર્યક્રમ આપ્યો છે. આજ રોજ ફીજીયોથેરાપી સંગઠન ઉપરાંત ગાંધીધામ આઈએમએ, આર્યુવેદિક, હોમીયાપેથીક, ડેન્ટલ સહિતના સંગઠનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જે કોઈ પણ સત્તાધીશો છે તેમની પાસે અમારી એક જ માંગ છે કે, આરોપી ગમે તે હોય, ગમે તેવો ચમરબંધી હોય તેને ત્વીરત કડકમાં કડક રાહે સજા કરવામા આવે. આ પ્રકારનો અપરાધ કોઈની પણ સાથે સહન ન કરીશકાય તો કોલકત્તામાં તો ભોગગ્રસ્ત સેવાકીય વ્યવાસય સાથે જોડાયેલ હતા, જો આવા વ્યકિતઓ પણ સલામત ન હોય તો પછી બીજાનું શું? શ્રી ઠકકરે કહ્યુ હતુ કે, આજ રોજ એટલે કે તા. ૧૭મી ઓગષ્ટના રોજ ગાંધીધામના તમામ તબીબો ઓપીડી સહિતની સેવાઓ બંધ રાખશે. ઈમરજન્સી સિવાયની સેવાઓ આજે ચાલુ રહેશે નહી.  તો વળી ડો. મિતલબેન મીરાણીએ પણ મીડીયાની સાથે વાતચીત કરી અને કહ્યુ હતુ કે, બંગાલમાં રેસીડેન્ટ ડોકટર પર રેપની બનેલી ઘટનાના વિરોધમાં અમે વિરોધ પ્રદૃશન કર્યુ છે. અને એક દીવસ માટે અહીના અલગ અલગ સંગઠનોએ તેમની સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. ઈમા -૧ ડૉ જીગ્નેશ મહેતા ૨ ડૉ.મનન ઠક્કર, ડેન્ટલ- ૧ ડૉ. વિકાસ ભંભાણી ૨. ડૉ. સ્વેતલ પંચાલ,ફિઝિયો- ૧ ડૉ. હૃષિકેશ ઠક્કર, ૨ ડૉ. પ્રિયંક સોની, બી.એ.એમ.એસ ,૧ ડૉ. નયન ઠક્કર ,૨ ડૉ. અલ્તાફ સંઘાણી મ્ૐસ્જી ૧ ડૉ. દિપેશ વ્યાસ૨ ડૉ.દર્શન પિત્રોડા હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM