Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ પોલીસ બેડા માટે પનોતીરૂપ જાદુગરની પણ  કાળી કમાણીનો ખુલશે કાચો ચીઠ્ઠો.! 

17 August

કુખ્યાત બુટલેગર વિજુ સીંધીની મિલ્કતો ટાંચમાં લેવા ઈડી એકશનમાં 




જાદુગર આણી મંડળી સરહદી વિસ્તારમાં ૧૦૦ કરોડથી વધુનો આલીશાન રીસોર્ટ બનાવી રહ્યા છે તે રકમો કયાંથી આવી? આ બધા જ મોટા ઘટસ્ફોટ થવાના વાગતા ભણકારા


આ ભ્રષ્ટ જાદુગરના જોરે જ વિજુ સીંઘી જેવા મોટા મોટા બુટલેગરો ગુજરાત-બનાસકાંઠા-કચ્છમાં ફાટીને ગયા હતા ફુલેકે : વિજુ સીંધુ-આસુ અગ્રવાલ જેવા બુટલેગરોને કચ્છમાં ત વખતે વરસો સુધી સેવારત રહેલ જાદુગરે જ પાંચ કરોડના માસીક હપ્તાઓ ઉઘરાવીને આપી દીધું હતુ મોકળુ મેદાન : હવે જયારે વિજુ સીંઘીની મીલ્કતો માટે એન્ફોર્સમેન્ટ ડાયેરકટર કાર્યવાહી તેજ બનાવી છે ત્યારે આ વિજુ સીંધી કરોડોનો દારૂ તગડા સેકસન કચ્છના જાદુગર તરીકે પંકાયેલા જે શખ્સને આપતો હતો, તેની પણ બેનામી સંપત્તીનો પણ થશે પર્દફાશ




ગાંધીધામ : ગુજરાતના સૌથી મોટ બુટલેગરોમાં જેનુ નામ પ્રથમ હરોળમાં આવે છે તેવા વિજુ સીંધી અને આસુ અગ્રવાલ પર થોડા સમય પહેલા ગુજરાતના ગૃહવીભાગ અને એસએમસીના નીર્લિપ્ત રાયની ટુકડીએ રીતસરની ધોંષ જ બોલાવી દીધી હતી અને આ બુટલેગરોના રાજયવ્યાપી સર્જાયેલા મોટા સામ્રાજયને તહેસ નહેસ કરી નાખ્યુ હતુ. રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી વિજુ સીંધી અને આસુ અગ્રવાલ આબુરોડથી બનાસકાંઠા અને ત્યાથી કચ્છ થઈ રાજકાટે સહિત ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનુ મોટુ નેટવર્ક ચલાવતા હતા જે એસએમસીના નજરે ચડી જતા તેને ડામી દેવામા અવ્યુ હતુ અને તે વખતે આસુ અગ્રવાલને તો મહેસાણાના કેસોમાં દબોચી લેવાયો હતો પરંતુ વીજુ સીધી દુબઈ સરકી જવા પામ્યો હતો. હવે આ વિજુ સીંધી પર કાયદાની ગિરફત વધારે તેજ બનાવાઈ હોય તેમ ઈડી જેવી એજન્સી એકશનમાં આવી રહી છે અને આ બુટલેગરની સંપત્તીઓ ટાંચમાં લેવાની તૈયારીઓ કરી ચૂકી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. વીજુ સીધીનો અરબો-કરોડોનુ મોટુ દારૂનુ નેટવર્ક ધમધમતુ હત અને તે વાયા કચ્છ થઈ અથવા તો કચ્છ રેન્જમાં પણ તે વખતે મોટા પ્રમાણમાં દારૂના કન્સાઈનમેન્ટ ઉતારતો જ હતો અને આ વીજ સીધી તથા આસુ અગ્રવાલને તે વખતે કચ્છમાં એક માથી બીજી અને બીજીમાંથી ત્રીજી બ્રાન્ચમાં વરસોથી સુધી ચીટકીને બેઠેલા જાદુગર તરીકે પંકાયેલા ખાખીના ભ્રષ્ટ વહીવટદાર અધીકારીએ મોકળુ મેદાન જ આપી દીધુ હતુ. આ જાદુગર તે વખતે વીજુ સીંધી અને આસુ અગ્રવાલ જેવા મોટા બુટલેગરોનો મસીહા જ બનીને બેઠો હતો. જાણે ે આ બન્ને બુટલેગરો સાથે તેની ધંધાકીય ભાગીદારી હોય તે રીતે કયારેક ડીજી કચેરીના નામે તો કયારે રેન્જ કચેરીના અધિકારીઓના નામે માસીક અંદાજીત પાંચ કરોડના હપ્તા ઉઘરાવતો ફરતો હતો. આ જાદુગરે કચ્છમાં પાંચથી સાત વર્ષ સુધી એક મુકીને બીજી અને બીજી મુકીને ત્રીજી શાખાોમાં ચીટકીને બેસી જતો હતો અને આવા ધંધાવાળાઓને મોકળુ મેદાન જ અપાવતો ફરતો હતો. હવે જયારે વીજુ સીંઘીની મીલ્કતો ઈડી જેવી એજન્સી ટાંચમાં લેવાની કાર્યવાહી કરી રહી છે અને જો તે દીશામાં વધારે કડક અને ઘનિષ્ઠ ઉંડાણપૂર્વકની તપાસ થશે તો કચ્છમાં વીજુ સીંધી જેવા બુટલેગરોની સાથે ભાગીદારી જ કરી હોય તે રીતે કરોડોની હપ્તાવસુલી કરી અને બેનામી સંપત્તીમાં આળોટનાર જાદુગર સહિતનાઓના પણ કાળી કમાણીના કાચા ચીઠ્ઠાનો મોટો પર્દાફાશ થવા પામી જશે તેમ જાણકારો માની રહ્યા છે. આ જાદુગર અને તેની ટોકળી વિજુ સીંધી જેવા મોટા ગજાના બુટલેગરોના ધંધાઓને છુટ અપાવી અને ટુંક જ સમયમાં તગડી રકમના આસામી બની જવા પામ્યા હતા તે વિષય પણ ચર્ચામાં આવતો જ રહ્યો હતો. પોતાના ફરજ કાળ દરમ્યાન જ જાદુગરે સગા સબંધીઓના નામે ગાધીધામમાં કરોડોની બિલ્ડીગો-મીલ્કતો વસાવી લીધી હતી.એટલુ માત્ર જ નહી પરંતુ સરહદી છેવાડાના વિસ્તારમાં હાલમાં જે ૧૦૦ કરોડથી વધુની રકમના રોકાણથી આલીશાન રીસોર્ટનું નિર્માણ આ જાદુગર ગટોળકી દ્વારા કરવામા આવી રહ્યુ છે તે બધી જ રકમો તેની પાસે આવી કયાંથી છે? જો તપાસ થશે તો આ બધા પણ મોટા ગોટાળાઓ બહાર આવશે. વીજુ સીંધીની મિલ્કતો ટાંચમાં લેવાની હરકતની સાથે જ કચ્છમાં કયારે ભચાઉ, કયારેક ગાંધીધામ કયારે ભુજ તો કયારેક વળી અન્ય કોઈ શાખાઓ પકડીને ચીટકીને બેસી રહેલા અને કચ્છ પોલીસ માટે પણ પનોતીરૂપ બની ગયેલા જાદુગરની સામે પણ બેનામી સંપત્તીનો પણ મોટો કેસ થવા પામી શકે તેમ મનાઈ રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM