Trending News
સ્થાનિક સમાચાર

વિલુપ્ત થતી શેરી રમતોને પુનઃ સ્થાપિત કરવી અનિવાર્ય : શ્રી ચિરાગ કોરડિયા

17 August



ભુજના સરદાર પટેલ વિધાસંકુલ ખાતે કચ્છ-બનાસકાંઠા બોર્ડ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની પ્રેરક ઉપસ્થીતીમાં શેરી રમતોત્સવ-૨૦૨૪નું આયોજન



વિદ્યા સંકુલ ખાતે શેરી રમોત્સવને કચ્છ-બનાસકાંઠા બોર્ડ રેન્જ આઈજી





ભુજ : આજના ઈલેકટ્રોનિક સાયબર યુગમાં ધરતી સાથે જોડાયેલી પરંપરાગત શેરી રમતો ભૂલાતી જાય છે. આજના બાળકો કોમ્પ્યુટર, મોબાઈલ પર વિવિધ રમતો રમતા થયા છે ત્યારે લોક જીવનમાં પરંપરાગત શેરીરમતોને પુનઃ સ્થાપિત કરવા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી રતનબેન દેવજી વરસાણી કુમાર વિદ્યાલય, કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાધામ અને કચ્છી લેવા પટેલ પ્રાથમિક કુમાર વિદ્યાલયના ઉપક્રમે શેરી રમતોત્સવ-ર૦ર૪ નું આયોજન કરાયું છે. આજે સવારે ભુજના લાલજીભાઈ રૂડા પીંડોલિયા રમતગમત મેદાન, સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે શેરી રમોત્સવને કચ્છ-બનાસકાંઠા બોર્ડ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરીયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયા સહિતના મહાનુભાવોના હસ્તે સ્ટાર્ટ અપાયો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજમાંથી લુપ્ત થઈ રહેલી શેરી રમતો ફરી લોકપ્રિય બને અને ભાવી પેઢી રમતી થાય તે દિશામાં તમામ મોરચે પ્રયાસો કરવા ભાર મૂકયો હતો. બાળકોને માતા-પિતા, પરિવાર અને શાળાઓના માધ્યમથી શેરી રમતો રમવા પ્રોત્સાહિત કરવામાં આવે તે અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. રમતા રમતા જીવનના કૌશલ્યો આત્મસાત થઈજતા, તો ગણતર અને ઘડતરમાં શેરી રમતો મહત્ત્વનો ભાગ ભજવતી હતી. લગભગ બે દાયકા અગાઉ ભુજ સહિત કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી રમતો જીવંત હતી. કાળક્રમે વિસરાઈ રહેલી આ વિસરાતને જાળવી લોક જીવનમાં ફરી ધબકતી કરવા લેવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવેલા પ્રયાસની સરાહના કરાઈ હતી. સાથે ભવિષ્ય આ પ્રકારના વધુને વધુ આયોજનો કરવાની નેમ સમાજના આગેવાનોએ વ્યક્ત કરી હતી. શેરી રમતોત્સવમાં ભાગ લેનાર બાળકોએ ખુબ ઉત્સાહભેર પરંપરાગત રમતોમાં ભાગ લીધો હતો. શેરી રમતોને રમતા બાળકોને નિહાળી વાલીઓએ પોતાના બાળપણની યાદોને તાજી કરી હતી. 
આ વેળાએ લેવા પટેલ સમાજના અરજણભાઈ પીંડોરીયા, દાતા નીતિનભાઈ કેરાઈ, ધનસુખભાઈ શિયાણી, નાનજીભાઈ પીંડોરિયા, ઈશ્વરભાઈ પુંજાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એમ. વાઘેલા, નિલેશભાઈ ગોર વગેરે હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM