ડોકટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભુજના તબીબો જોડાયા
ભુજ : ગત ૧૧મી ઓગસ્ટે કલકતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા ડોકટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન અપાયું હતું. જેમાં ભુજના જી.કે. જનરલ હોસ્પિટલ, અદાણી મેડિકલ કોલેજના નિવાસી તબીબો હડતાલમાં જોડાયા હતા. શાંતિપૂર્ણ રેલી બાદ ધરણા કરી આરોપીઓને પકડી પાડી કડક કાર્યવાહી કરવા અને દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા તબીબને ન્યાય માટે માંગણી કરી હતી. અદાણી ગેઈમ્સના ફર્સ્ટ અને સેકન્ડ યરના છાત્રો પણ હડતાલમાં જોડાયા હતા. કલકતા જેવી ઘટના દેશમાં કયારેય પણ કોઈપણ મહિલા તબીબ કે અન્ય મહિલાઓ બની શકે છે ત્યારે હોસ્પિટલોમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી. ભુજ ગેઈમ્સ ખાતે ધરણા પ્રદર્શનમાં ડો. ઋષી સોલંકી, ડો.જલદીપ પટેલ, ડો.વિશાલ પુષ્પરત્ન, ડો.સંકેત, ડો.આદિત્ય પટેલ, ડો.પાર્થ પટેલ, ડો.દિક્ષીત પાનસુરીયા, ડો.હસ્તિ ગોર, ડો.બંસીતા પટેલ, ડો. જય ગઢવી, ડો.રાજ ગચ્ચર ઉપરાંત ૧૮૬ રેસીડેન્સ ડોકટર, ૧પ૦ ઈન્ટરનર્સ ડોકટર, ૪૦૦ છાત્રો અને પ૦ જેટલા સીનીયર તબીબો જોડાયા હતા.

Comments