Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ચેતન નાકરાણીએ માઉન્ટ એલ્બ્રુટસ પર લહેરાવ્યો ત્રિરંગો

16 August




રશિયા અને યુરોપ મહાદ્વિપ વચ્ચે આવેલા સૌથી ઉંચા એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી બન્યા : સ્વતંત્રતા પર્વ નિમિત્તે રચ્યો ઈતિહાસ

ભુજ : કચ્છ જિલ્લાના નખત્રાણાના પર્વતારોહી ચેતન દિલીપભાઈ નાકરાણીએ ૭૮ મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઈતિહાસ રચ્યો છે. ૭૮માં સ્વતંત્રતા દિવસ અને ૨૫માં કારગિલ વિજય દિવસના અવસર પર ચેતન નાકરાણીએ રશિયા અને યુરોપ મહાદ્વીપની સૌથી ઉંચી ચોટી માાઉન્ટ એલ્બ્રુટ્‌સ પર તિંરગો લહેરાવ્યો છે.  આ અંગેની વિગતો મુજબ રશિયા અને યુરોપ મહાદ્વીપની સૌથી ઉંચી ચોટી માાઉન્ટ એલ્બ્રુટ્‌સની ઊંચાઈ ૧૮૫૧૦ ફૂટ એટલે કે ૫૬૪૨ મીટર છે. માઉન્ટ એલ્બ્રુટ્‌સનો વિશ્વના સૌથી ઊંચા ૭ માઉન્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારે ૧૫ ઓગસ્ટની સવારે ચેતન નાકરાણીએ ૯.૧૩ મિનિટે (રશિયા સમયનુસાર) ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને સાથે જ કારગિલ યુદ્ધની અંદર વિરગતી પામનાર ૫૨૭ શુરવીરોને પોતાના અલગ અંદાજથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ૫૨૭ શુરવીરોના નામ એક રાષ્ટ્રધ્વજ પર લખેલા હતા. ચેતન નાકરાણી આ પહેલા પણ ૩૦૦૦-૪૦૦૦ મીટરની ઉંચાઈ પર દેશનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચેતન નાકરાણીના નામે વર્ષ ૨૦૨૩ના લદ્દાખના સૌથી ખતરનાક ટ્રેક ચાદર પર ૩૯૪ ફૂટ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવી ચુકયા છે. ત્યારે હાલમાં માઉન્ટ એલ્બ્રુટ્‌સ સર કરનાર પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યા છે. ચેતન નાકરાણીના જણાવ્યા અનુસાર તેમનું આગામી લક્ષ્ય માઉન્ટ કિલીમંજારો, આફ્રિકાને સર કરવાનું છે.



 

Comments

COMMENT / REPLY FROM