Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લામાં અકસ્માત-અપમૃત્યુમાં વધુ ચાર જિંદગી પર પૂર્ણવિરામ 

16 August



પુરાસર ગોલાઈ પાસે ટ્રક હડફેટે તરૂણનું મોત, બે કિશોર ઘવાયા


કંડલા રેલવે સ્ટેશન સામે રસ્તો ક્રોસ કરતા આધેડનું બાઈક હડફેટે મોત 


ભુજ :  તાલુકાના પુરાસર ગામની ગોલાઈ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીમાંથી મળેલી માહિતી મુજબ હતભાગી ૧૭ વર્ષિય સાલમ અબ્દુલ કરીમ સમા બાઈક લઈને નાગોરથી પુરાસર જતો હતો ત્યારે ગોલાઈ પાસે આ બનાવ બન્યો હતો. ઈજા પામનાર ઉમર સમા અને અયુબ સમા નામના તરૂણો સીમ વિસ્તારમાં ભેંસો ચરાવતા હોવાથી હતભાગી સાલમ પોતાનો બાઈક ઊભું રાખીને ત્યાં જતો હતો એ દરમિયાન પાછળથી કોઈ ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે સાલમનું મોત થયું હતું. જ્યારે ઉમર અને અયુબને ઈજાઓ થવાના કારણે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંડલામાં રેલવે સ્ટેશનની સામે રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી માહિતી મુજબ કંડલા પોર્ટમાં રહેતા હતભાગી પપ વર્ષિય બાંગશી હરગોવિંદાદાસ પગે ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજાઓ થવાના કારણે પ્રથમ ગાંધીધામ સરકારી હોસ્પિટલ બાદમાં જી.કે.માં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યા હતા. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM