કચ્છમાં જુગારના ૯ દરોડામાં વધુ પપ ખેલીઓ દબોચાયા, ૯ ફરાર
પડમાંથી રોકડા રૂા. ૧.ર૭ લાખ સમેતનો મુદ્દામાલ કબજે કરાયો
ભુજ : જિલ્લામાં જુગારની મોસમ હવે પુરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે જુગારના ૯ દરોડામાં વધુ પપ ખેલી દબોચાયા હતા. જેમાં ૯ ખેલી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ગાંધીધામ તાલુકાના કીડાણા, અંતરજાળ, નવી સુંદરપુરી, રાપરમાં પાલનપર, અંજારમાં ખંભરા, ભુજમાં મીરજાપર, માંડવીમાં ભાડઈ મોટી અને માંડવી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. રાપર પોલીસે તાલુકાના પાલનપર ગામના બસ સ્ટેશનની સામે બાવળોની ઝાડીમાં જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી લીધા હતા. જેમાં ભરતભા કાનાભા ગઢવી, બાબુ સકતાભાઈ ભરવાડ, રમેશભાઈ ધનાભાઈ ભરવાડ, મહેશ જીવણભાઈ મકવાણા, દિનેશભાઈ ખેતાભાઈ કોલી ઝડપાયા હતા. જયારે રામાભાઈ બાબુભાઈ રાજપુત, પરબત વનાભાઈ ભરવાડ, લાલા સકતાભાઈ ભરવાડ, પરબત બાબુભાઈ ભરવાડ, ભગવાન ઉર્ફે ભગાભાઈ ભીખાભાઈ ભરવાડ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા. ૪ર૧૪૦ તેમજ છ મોબાઈલ, છ બાઈક મળી ર,૮ર,૧૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કિડાણા ગામે ૬૬ કેવી પાવરહાઉસની પાછળ બાવળોની ઝાડીમાં જુગાર રમતા સાત ખેલીઓને ઝડપી લીધા હતા. જેમાં હાજાભાઈ નારણભાઈ ઝરૂ, વાલજીભાઈ દેવરાજભાઈ ઝરૂ, કાદરભાઈ કાસમભાઈ સર્વદી, તેજાભાઈ દેવદાનભાઈ મકવાણા, ગોવિંદભાઈ માલાભાઈ મકવાણા, મ્યાજરભાઈ હાજાભાઈ ઝરૂ, નારણભાઈ દેવદાનભાઈ મરંડને ઝડપી રોકડા રૂા. રર૦પ૦ કબજે કર્યા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જુગારના બે કેસ શોધ્યા હતા. જેમાં નવી સુંદરપુરીમાં તલાવડી ચોક પાસે જુગાર રમતા નીલેશભાઈ જગદીશભાઈ સોલંકી, જગમલભાઈ લવજીભાઈ સોલંકી, નિલેશભાઈ દલાભાઈ વાઘેલા, જીગ્નેશભાઈ અરજણભાઈ પરમાર, કનુભાઈ ટોકરભાઈ વાઘેલા અને પુનમભાઈ જીવાભાઈ સોલંકીને ઝડપી રોકડા રૂા. પર૩૦ કબજે કર્યા હતા. જયારે નવી સુંદરપુરીમાં ધોબીઘાટ વાલ્મિકી ગેટ પાસે જાહેરમાં પડ જમાવીને બેઠેલા રોહિત મુળદાસભાઈ વાઘેલા, મહેશભાઈ નાનજીભાઈ વાઘેલા, ભરતભાઈ બાવાભાઈ મકવાણા, સુંઢાભાઈ હીરાભાઈ રાનેરા, શંકરભાઈ વાલાભાઈ ચૌધરી અને વિજયભાઈ શંકરભાઈ પરમારને ઝડપી રોકડા રૂા. ૧૪ર૦૦ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આદીપુર પોલીસે અંતરજાળ ગામે રાજનગરમાં ગંજીપાનાનો જુગાર રમતા પ્રવીણ દાનાભાઈ વાલ્મિકી, નિકુંજ મનસુખભાઈ સોલંકી, જયંતીભાઈ છગનભાઈ વાલ્મિકી, પ્રવીણ ભીમજીભાઈ સોલંકી, જયરામ ગોપાલભાઈ વાલ્મિકી, શંકરભાઈ કાનજીભાઈ બાંભણીયા અને રત્નાભાઈ મનજીભાઈ વાલ્મિકીને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રોકડા રૂા. ૧૦૪૦૦ કબજે કરવામાં આવ્યા હતા. અંજાર પોલીસે તાલુકાના ખંભરા ગામના બસ સ્ટેશન પાછળ જુગાર રમતા પાંચ ખેલીને ઝડપી લીધા હતા. જેમાં સામતભાઈ માંડણભાઈ ઝેર, ખેરાજભાઈ ખેતાભાઈ મહેશ્વરી, સુલેમાન ભાધાભાઈ કકલ, નઝીમભાઈ ગનીભાઈ બુઢા અને આમીન રાણાભાઈ કકલને ઝડપી લીધા હતા. રોકડા રૂા. ૧૦ર૦૦ કબજે કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભુજમાં મીરજાપર મોચીરાઈ રોડ પર ફોરેસ્ટ વિસ્તારમાં પીવીસી પાઈપની ફેકટરી બાજુમાં બાવળોની ઝાડી વચ્ચે જુગાર રમતા હીરજી ઉર્ફે હીરો ધનજી કોલી, ખીમજી સામજી બ્રહ્મભટ્ટ, કાનજી ભગુ ભટ્ટ, ભીમજી રવજી ભટ્ટ, રામભાઈ કરશનભાઈ ચાવડા, અબ્દુલ સતાર આમદ ઓઢેજાને ઝડપી રોકડા રૂા. ૧૦ર૦૦ તેમજ ૧૧પ૦૦ ના પાંચ મોબાઈલ કબજે કરી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ તરફ માંડવી શહેરના નીલકંઠ નગરમાં સ્થાનીક પોલીસે દરોડો પાડી જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડી હતી. જેમાં લીલાબેન અજમલભાઈ ભાનુશાલી, શોભનાબેન પ્રકાશભાઈ ચાવડા, જયોતિબેન જયંતીલાલ મોતા, મીનાબેન મનીષભાઈ ભાનુશાલી, રીતીકાબેન વાલજીભાઈ મહેશ્વરી, દિવ્યાબા ભરતસિંહ જાડેજા, નીશાબેન શાંતિલાલ મોતા, મણીબેન કાંતિલાલ રાજગોર, રંજનાબા રાજુભા સોઢા, પારૂલબા શક્તિસિંહ જાડેજા સામે ગુનો દાખલ કરાયો હતો. જયારે ભાવનાબેન મોતા હાજર મળી આવ્યા ન હતા. સ્થળ પરથી રોકડા રૂા. ૧ર૦૬૦ કબજે કરવામાં આવ્યા હતા. આ તરફ ગઢશીશા પોલીસે તાલુકાના મોટી ભાડઈ ગામે ડેમની પાળ પર જુગાર રમતા બટુકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ મુરૂભા જાડેજા, બળવંતસિંહ ઉર્ફે ભીખુભા દયાળજી જાડેજાને ઝડપી લીધા હતા. જયારે જુમા ઈસ્માઈલ કુંભાર, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને લાખુભા ઉર્ફે ઉમરસંગ જાડેજા ભાગી જવામાં સફળ રહ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂા. ૧૦૭૩૦ અને ૧પ હજારના ત્રણ મોબાઈલ કબજે કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
...........
મેઘપર બોરીચીમાં મકાન ભાડે રાખી નાલ ઉઘરાવી જુગાર રમવાના કારસ્તાનનોે પર્દાફાશ
ગાંધીધામ એલસીબીએ ૮ ખેલી પાસેથી રોકડા રૂા. ર.ર૯
લાખ તેમજ ૮૦ હજારના ચાર મોબાઈલ કબજે કર્યા
ગાંધીધામ : એકતરફ પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં સ્થાનીક પોલીસ દ્વારા છુટાછવાયા જુગારના કેસ શોધી જશ ખાટવાની પ્રવૃતિ કરવામાં આવે છે. ત્યારે ગાંધીધામ એલસીબીએ અંજાર પોલીસની હદમાં કાર્યવાહી કરીને હાઈ પ્રોફાઈલ જુગારનો પર્દાફાશ કર્યો છે. અંજાર પોલીસ દ્વારા દરરોજ જુગારના કેસો શોધવામાં આવે છે પરંતુ આ નાલ ઉઘરાવીને રમાતા જુગારની ભનક કેમ ન આવી ? તે પણ સવાલ ઉઠી રહ્યો છે.
એલસીબી પીઆઈ એન. એન. ચુડાસમાની આગેવાનીમાં પીએસઆઈ એમ.વી. જાડેજા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે મેઘપર બોરીચીના મહાવીરનગર - ર માં રહેતા આરોપી રવીભા મ્યાજરભા ગઢવી પોતાના અંગત ફાયદા સારૂ ભાડે રાખેલા મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે જુગાર રમાડે છે, જેથી એલસીબીએ દરોડો પાડતા રવીભા ઉપરાંત મહેન્દ્ર રતનભાઈ ધાયટી (રાજપુત), હિતેશભા લક્ષ્મણભા ગઢવી, પ્રવીણભાઈ બાબુભાઈ રાઠોડ, રમેશભાઈ મોહનભાઈ ગઢવી, ભરતભા ખોડાભા ગઢવી, લખનભાઈ બાબુભાઈ રાજપુત, દિનેશભા ઉર્ફે કરશનભા નારાણભા ગઢવીને ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂા. ર.ર૯ લાખ તેમજ ૮૦ હજારના ચાર મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. અંજાર પોલીસમાં ખેલીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
............

Comments