Trending News
સ્થાનિક સમાચાર

આદિપુર નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત

15 August



ગાંધીધામ : ગુરૂવારે ગાંધીધામ સંકુલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમ્યાન આદિપુર નજીક નર્મદા કેનાલમાં બે બાળકોના ડૂબી જવાથી મોત થતાં અરેરાટી ફેલાઈ હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરની નજીકથી પસાર થતી નર્મદાની કેનાલ પાસેની સોસાયટીમાં રહેતા બે બાળકો અકસ્માતે કેનાલમાં ડૂબ્યા હતા. કેનાલ નજીકની સોસાયટીમાં રહેતા ફરહાન સિકંદર સાકી (ઉ.વ.૧૭) અને અમન અબ્બાસ સાકી (ઉ.વ.૧૪) નામના તરૂણ વયના બે બાળકો પોતાની સાઈકલ લઈ કેનાલ પાસે ફરવા પહોંચ્યા હતા. જે-તે સમયે એક બાળક અકસ્માતે કેનાલમાં પડી જતા તેને બચાવવા મિત્રએ પ્રયાસ કરતા તે પણ કેનાલમાં ડૂબ્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીધામ નગરપાલિકાની ફાયર ટીમ અને આદિપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ બન્ને બાળકોને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. આઝાદી પર્વના દિવસે બે તરૂણ વયના બાળકોના મોતથી આદિપુર - ગાંધીધામ સંકુલમાં ભારે અરેરાટી ફેલાઈ હતી.
----

Comments

COMMENT / REPLY FROM