Trending News
ક્રાઈમ

કંડલા બંંદરે રોક સોલ્ટના નામે સોપારીની આયાત : ૩ આરોપી પકડાયા

15 August


ગાંંધીધામ : કચ્છના કંડલા બંદરે મિસડિક્લેરેશન સાથે સોપારી આયાતના મામલે કંડલા મરીન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કંડલા મરીન પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપીઓએ પૂછપરછમાં આર્થિક લાભ માટે પૂર્વ નિયોજીત કાવતરૂ રચી છેતરપિંડી કર્યાની કબુલાત કરી હતી. આરોપીઓએ મામ ટ્રેડીંગ કંપની, મુંબઈના કાળુરામ દ્વારા રોક સોલ્ટના બદલે દુબઈથી સોપારીની આયાત કરી હતી. ઈમ્પોર્ટેડ સોપારીના બદલે રોક સોલ્ટની વિગત દર્શાવી બિલ, ખોટા ઈલેટ્રોનિક્સ રેકોર્ડ અને અન્ય સબંધિત દસ્તાવેજી પુરાવા ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો હતો. કંડલા મરીન પોલીસે આ ગુનામાં સુનિલ મોહન ચૌધરી (ઉ.વ.૪ર) (રહે. અહેમદનગર, મહારાષ્ટ્ર), રાહુલ મંગેશ પાટીલ (ઉ.વ.૩૮) (રહે. થાણે, મહારાષ્ટ્ર) અને નાગેશ કાશીદાન સુર્વે (ઉ.વ.૪૪) (રહે. રત્નાગીરી, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આ કામગીરીમાં પીઆઈ એ.એમ. વાળા, એસ.એસ. વરૂ અને કંડલા મરીન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.
----

Comments

COMMENT / REPLY FROM